ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : દેવ ડેમ છલકાયો, 25 ગામોના લોકોને સાવચેત રહેવા સૂચના

VADODARA : વાઘોડિયા નજીક આવેલા દેવ ડેમમાં સતત પાણીની આવકના કારણે છલકાવાની સ્થિતિ છે અને તે બાબતને ધ્યાને લઈ નદીના કિનારે આવેલા ગામોના લોકોને સાવચેત કરવામાં આવ્યા છે. સાવચેત કરવા સાથે તકેદારીના પગલાં લેવામાં આવ્યા જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમના જણાવ્યા...
07:37 AM Aug 25, 2024 IST | PARTH PANDYA

VADODARA : વાઘોડિયા નજીક આવેલા દેવ ડેમમાં સતત પાણીની આવકના કારણે છલકાવાની સ્થિતિ છે અને તે બાબતને ધ્યાને લઈ નદીના કિનારે આવેલા ગામોના લોકોને સાવચેત કરવામાં આવ્યા છે.

સાવચેત કરવા સાથે તકેદારીના પગલાં લેવામાં આવ્યા

જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમના જણાવ્યા મુજબ તા.૨૪.૦૮.ર૦ર૪ ના રોજ ૪.૦૦ કલાકે દેવ ડેેેેમની જળ સપાટી ૮૮.૩૯ મીટર પહોચી છે. ડેમનું લેવલ ૮૮.૧૫ મીટર જાળવવા માટે સાંજે ૭.૦૦ કલાકથી દેવ ડેમમાંથી નદીના નીચાણવાસમાં ૬૪૫ કયુસેક પાણી વહેવડાવવામાં આવનાર છે.જેથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નદી કાંઠાના ગામોના લોકોને સાવચેત કરવા સાથે તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે.

મામલતદાર,તાલુકા વિકાસ અધિકારી અને તલાટીઓએ મુખ્ય મથકે હાજર

જિલ્લા કલેકટર બીજલ શાહે તાલુકા લાયઝન અધિકારીઓને સ્થિતિ પર નજર રાખી અગમચેતીના તમામ જરૂરી પગલાં લેવા સાથે મામલતદાર,તાલુકા વિકાસ અધિકારી અને તલાટીઓએ મુખ્ય મથકે હાજર રહેવા સૂચના આપી છે. વધુ પૂરના સંજોગોમાં સલામત સ્થળે ખસી જવાની પણ લોકોને તાકીદ કરવામાં આવી છે.

આપત્તિના સમયે ૧૦૭૭ નંબર ઉપર સંપર્ક કરી શકાય

દેવ ડેમમાં છોડવામાં આવી રહેલા પાણીના કારણે પરિણામે વડોદરા જિલ્લાના વાઘોડીયા અને ડભોઇ તાલુકાના ૨૫ ગામોના નાગરિકોને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સચેત રહેવા સૂચના આપવામાં આવી છે. નદીઓમાં પાણી ઉફાન ઉપર હોય ત્યારે તેને પાર કરવાનું દુઃસાહસ ના કરવા નાગરિકોને અપીલ કરવામાં આવી છે. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન મંડળ દ્વારા પરિસ્થિતિ ઉપર નજર રાખવામાં આવી રહી છે. આપત્તિના સમયે ૧૦૭૭ નંબર ઉપર સંપર્ક કરી શકાય છે.

આ પણ વાંચો -- Gujarat Heavy Rain: ઉત્તર બાદ હવે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર,સૌથી વધુ આ જિલ્લામાં ખાબક્યો

Tags :
AlertareabeDamDevdueLinelowOverflowreleasetoVadodarawater
Next Article