VADODARA : પાવર એન્જિનમાં ખામી સર્જાતા ટ્રેન રોકી રખાઇ, ફાટકની બંને બાજુ ટ્રાફીક જામ
VADODARA : છોટાઉદેપુર થી વડોદરા (VADODARA - PRATAP NAGAR RAILWAY STATION) ના પ્રતાપનગર રેલવે સ્ટેશન તરફ જતી ટ્રેન ડભોઈ રેલ્વે સ્ટેશન (DABHOI RAILWAY STATION) નજીક 21 નંબરની રેલવે ફાટક પાસે રાત્રે 8 વાગ્યે આવી રહી હતી. તે દરમિયાન ઈલેક્ટ્રીકલ પાવર એન્જીનમાં ખામી સર્જાતાં ટ્રેનને ફાટક પાસે જ રોકી રાખવાની ફરજ પડી હતી. જેને પગલે ડભોઈ રેલ્વે ફાટક પાસે ટ્રેન થોભી જતાં 20 મીનીટ જેટલો સમય રેલવે ફાટક બંધ રહેતા ટ્રાફીક જામ થઇ જવા પામ્યો હતો. તો બીજી તરફ ટ્રેન એકાએક થોભાવી દેવામાં આવતા મુસાફરોમાં પણ તરહ-તરહના સવાલોએ સ્થાન લીધું હતું.
મહુડી ભાગોળ રેલવે ફાટક પાસે બંને સાઈડ પર ભારે ટ્રાફિકજામ
છોટાઉદેપુર થી વડોદરાના પ્રતાપ નગર રેલવે સ્ટેશન તરફ જતી રેલ્વે ટ્રેન ડભોઇ રેલવે સ્ટેશન પાસે મહુડી ભાગવત ફાટક ગેટ નંબર 21 પાસે ઈલેક્ટ્રિકલ પાવર એન્જિનમાં ખામી સર્જાતા અચાનક ગાડી રોકી ગઈ હતી. જેને પગલે મો1ટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. જેને કારણે ફાટક પાસે 20 મિનિટ ટ્રેન થોભી રહેતા મહુડી ભાગોળ રેલવે ફાટક પાસે બંને સાઈડ પર ભારે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. અને રેલવે કર્મચારીઓ અધિકારીઓની બેદરકારીના કારણે બનાવ બન્યો હોવાનું લોકોમાં ગણગણાટ જોવા મલી રહ્યો છે.
રેલ વ્યવહાર પુન શરૂ થઇ જતા તમામે હાશકારો લીધો
પ્રાથમિક સુત્રોના જણાવ્યા અનુસાર, રેલવે લાઇનમેનની બેદરકારીના કારણે મોટી દુર્ઘટનની શક્યતાઓ નકારી શકાય તેમ નથી. રેલવેના અધિકારીઓને પૂછતા કોઈ જાનવરે આ પટ્ટી હટાવી દીધી હોય એવું અનુમાન વ્યક્ત કરતા જોવા મળ્યા હતા. હાલ તો ઘટના અંગે રેલવે આરપીએફ અને પોલીસ દ્વારા તપાસ ચલાવી રહ્યા છે. થોડાક સમય માટે ડભોઇ મહુડી ભાગોળ પાસે આવેલો રેલ્વે ફાટક નંબર 21 પર તમામ મુસાફરોના જીવ પડીકે બંધાયા હતા. જો કે બાદમાં રેલ વ્યવહાર પુન શરૂ થઇ જતા તમામે હાશકારો લીધો હતો.
આ પણ વાંચો -- VADODARA : કાળી ચૌદસે કાળકા માતાના મંદિરે લીંબુ સાથે રાશિફળ ચઢાવી શકાશે