ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : નર્મદા નદીમાં 2.45 લાખ કયુસેક પાણી છોડાશે, પ્રશાસન સતર્ક

VADODARA : ઉપરવાસમાં પડતા સતત વરસાદ તથા ઓમકારેશ્વર બંધમાંથી છોડવામાં આવી રહેલ પાણીને કારણે સરદાર સરોવર બંધની સપાટીમાં સતત વધારો થવાથી ગુરૂવારે સવારે સરદાર સરોવર બંધનાં ૧૫ દરવાજા ૧.૯૦ મીટર ખોલવામાં આવ્યા છે જેને કારણે બંધના નીચલા વિસ્તારમાં ૨,૦૦,૦૦૦ ક્યુસેક...
10:14 AM Sep 12, 2024 IST | PARTH PANDYA

VADODARA : ઉપરવાસમાં પડતા સતત વરસાદ તથા ઓમકારેશ્વર બંધમાંથી છોડવામાં આવી રહેલ પાણીને કારણે સરદાર સરોવર બંધની સપાટીમાં સતત વધારો થવાથી ગુરૂવારે સવારે સરદાર સરોવર બંધનાં ૧૫ દરવાજા ૧.૯૦ મીટર ખોલવામાં આવ્યા છે જેને કારણે બંધના નીચલા વિસ્તારમાં ૨,૦૦,૦૦૦ ક્યુસેક પાણી વહેશે. નદી તળ વિદ્યુત મથક (R.B.P.H) નાં ૦૬ મશીનો અને સરદાર સરોવર બંધનાં દરવાજાના સંચાલનને કારણે નર્મદા નદીમાં કુલ ૨,૪૫,૦૦૦ (૪૫,૦૦૦ ૨,૦૦,૦૦૦) કયુસેક પાણી છોડવામાં આવશે.

અગમચેતીના પગલાં લેવા માટે સૂચનાઓ આપવામાં આવી

કલેકટર બીજલ શાહે જણાવ્યું કે વડોદરા જિલ્લામાં (VADODARA DISTRICT) નર્મદા નદી કિનારાના શિનોર,ડભોઇ અને કરજણ તાલુકાના કુલ ૨૫ ગામોમાં તકેદારી અને સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. આ ગામોના તલાટી અને તાલુકાના લાયઝન અધિકારીઓને અગમચેતીના પગલાં લેવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.

આ ગામોનો સમાવેશ થાય છે

ડભોઇ તાલુકાના ચાંદોદ, કરનાળી અને નંદેરિયા, શિનોર તાલુકાના અંબાલી, બરકાલ, દિવેર, માલસર, દરિયાપૂરા, મોલેથા, ઝાંઝડ, કંજેઠા, શિનોર, માંડવા, સુરાશામળ તથા કરજણ તાલુકાના પુરા, આલમપુરા, રાજલી, લીલાઇપુરા, નાની કોરલ, મોટી કોરલ, જુના સાયર, સાગરોલ, ઓઝ, સોમજ, દેલવાડા, અરજપુરા ગામનો સમાવેશ થાય છે.

દુર્ઘટના કે જાનહાની ના થાય તે માટે સુરક્ષાના પગલાં લેવાનું જારી

નર્મદા ડેમમાંથી પાણી છોડવાની શક્યતાઓને ધ્યાને રાખીને આ ત્રણેય તાલુકાના ઉક્ત ૨૫ ગામોના નાગરિકોને નદીના પટમાં ના જવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. સરદાર સરોવર બંધના નીચાણવાળા વિસ્તારોમાં કોઈ દુર્ઘટના કે જાનહાની ના થાય તે માટે સુરક્ષાના પગલાં લેવામાં આવી રહ્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન મંડળ દ્વારા પૂરની સ્થિતિ ઉપર નજર રાખવામાં આવી રહી છે. આપત્તિના સમયે ૧૦૭૭ નંબર ઉપર સંપર્ક કરી શકાય છે.

આ પણ વાંચો -- ગીર સોમનાથનું આ ગામ આજે પણ 18 મી સદીના જગંલ રાજમાં જીવે છે

Tags :
AlertDabhoiincreaseinflowlevelNarmadaonreleaseriverVadodaraVillageswater
Next Article