ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : બુલેટ ટ્રેનના ફાઉન્ડેશન પાસેથી મગરનું રેસ્ક્યૂ

VADODARA : વડોદરા (VADODARA) પાસે આવેલા દેવપુરા ગામે બુલેટ ટ્રેન (BULLET TRAIN) ના ફાઉન્ડેશન, પાયા નજીક આવી ચઢેલા મગર (CROCODILE) ને રાજ ભાવસારની ટીમે સલામત રીતે રેસ્ક્યૂ કર્યો હતો. મગર ખાડા પાસે પહોંચી ગયો હોવાથી કીચડના કારણે તેનું જાતે બહાર...
02:18 PM Oct 19, 2024 IST | PARTH PANDYA

VADODARA : વડોદરા (VADODARA) પાસે આવેલા દેવપુરા ગામે બુલેટ ટ્રેન (BULLET TRAIN) ના ફાઉન્ડેશન, પાયા નજીક આવી ચઢેલા મગર (CROCODILE) ને રાજ ભાવસારની ટીમે સલામત રીતે રેસ્ક્યૂ કર્યો હતો. મગર ખાડા પાસે પહોંચી ગયો હોવાથી કીચડના કારણે તેનું જાતે બહાર નિકળવું મુશ્કેલ હતું. પરંતુ આ વાતની જાણ જીવદયા માટે કામ કરતી એનજીઓના રાજ ભાવસારને થતા તેમણે તાત્કાલિક રેસ્ક્યૂ માટે ટીમ મોકલી હતી. રેસ્ક્યૂ કરીને મગરના બચ્ચાને સલામત રીતે વન વિભાગને સોંપી દેવામાં આવ્યો હતો.

વિસ્તારમાં ભારે ફફડાટ પેંસી જવા પામ્યો

વડોદરા શહેર-જિલ્લામાં માનવ વસવાટ અને મગર નજીક નજીકમાં વસવાટ કરે છે. ખાસ કરીને વરસાદની મોસમમાં મગર બહાર નિકળવાની ઘટનાઓ સામે આવતી રહે છે. આ વખતે શહેરમાં ત્રણ વખત પૂરની પરિસ્થિતી સામે આવ્યા બાદ અનેક વિસ્તારોમાં મગર નિકળવાની ઘટનાઓ સામે આવી હતી. જેનો સિલસિલો આજદિન સુધી કાયમ છે. ગત સાંજે શહેર નજીક આવેલા દેવપુરા ગામેથી પસાર થતી બુલેટ ટ્રેનના ફાઉન્ડેશન, પાયા પાસે મગરનું બચ્ચું આવી ચઢ્યું હતું. જેને પગલે વિસ્તારમાં ભારે ફફડાટ પેંસી જવા પામ્યો હતો.

ફાઉન્ડેશન પાસેના ખાડામાં કિચડ વચ્ચે ફસાયો હતો

આ ઘટના અંગે જીવદયા માટે કામ કરતી એનજીઓના રાજ ભાવસારને રેસ્ક્યૂ કોલ મળતા જ તુરંત ટીમ રવાના કરવામાં આવી હતી. ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને જોતા આશરે સાડા ચાર ફૂટનો મગર જોવા મળ્યો હતો. મગર ફાઉન્ડેશન પાસેના ખાડામાં કિચડ વચ્ચે ફસાયો હતો. જ્યાંથી તેનું જાતે નિકળવું મુશ્કેલ હતું. જેથી ટીમ દ્વારા મગરને સલામત રીતે રેસ્ક્યૂ કરી લેવામાં આવ્યો હતો. અને ત્યાર બાદ સલામત રીતે તેને વન વિભાગને સોંપવામાં આવ્યો હતો. બાદમાં સુચન અનુસાર મગરને નજીકમાં પસાર થતી નદીમાં છોડી મુકવામાં આવ્યો હતો.

આ પણ વાંચો -- VADODARA : VMC ના કોન્ટ્રાક્ટરે ટ્રોલી જોખમી રીતે ઉભી રાખતા એમ્બ્યુલન્સ ભટકાઇ

Tags :
bulletbyCrocodileFoundationnearpillarRescuetrainVadodara
Next Article