ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : શિકારની શોધમાં સાંકડી ગલી સુધી પહોંચેલા મહાકાય મગરનું રેસ્ક્યૂ

VADODARA : વડોદરા (VADODARA) પાસે આવેલા મારેઠા ગામમાં શિકારની શોધમાં મગર સાંકડી ગલી સુધી મગર પહોંચી ગયો હતો. મહાકાય મગરને જોતા સ્થાનિકો ચિંતામાં મુકાયા હતા. આ મગરને રેસ્ક્યૂ કરવા માટે એનજીઓનો સંપર્ક કરવામાં આવતા વોલંટીયર્સ તાત્કાલીક દોડી આવ્યા હતા. અને...
03:56 PM Oct 03, 2024 IST | PARTH PANDYA

VADODARA : વડોદરા (VADODARA) પાસે આવેલા મારેઠા ગામમાં શિકારની શોધમાં મગર સાંકડી ગલી સુધી મગર પહોંચી ગયો હતો. મહાકાય મગરને જોતા સ્થાનિકો ચિંતામાં મુકાયા હતા. આ મગરને રેસ્ક્યૂ કરવા માટે એનજીઓનો સંપર્ક કરવામાં આવતા વોલંટીયર્સ તાત્કાલીક દોડી આવ્યા હતા. અને ભારે જહેમત બાદ મગરને રેસ્ક્યૂ કરવામાં સફળતા મળી હતી. મગરનું સફળ રેસ્ક્યૂ કરાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

મારેઠા ગામની સાંકડી ગલીમાં મહાકાય મગર જોવા મળ્યો

વડોદરામાં મગર અને માનવ વસ્તી નજીક નજીકમાં વસવાટ કરે છે. ખાસ કરીને ચોમાસાની રૂતુમાં માનવ વસવાટ નજીક મગર આવી પહોંચવાની ઘટનાઓ આવતી રહે છે. જો કે, વડોદરા પાસે જીવદયા માટે કામ કરતી સંસ્થાઓ મોટા પ્રમાણમાં હોવાથી મગર અને માનવો વચ્ચે ઘર્ષણની ઘટનાઓ ઓછી બને છે. તાજેતરમાં વડોદરા પાસે આવેલા મારેઠા ગામની સાંકડી ગલીમાં મહાકાય મગર જોવા મળ્યો હતો.

14 થી વધુ વોલંટીયર્સે પોતાનું શ્રમદાન આપ્યું

મોટો મગર જોતા ગ્રામજનોમાં ભારે ચિંતા વ્યાપી હતી. ત્યાર બાદ આ મગરને રેસ્ક્યૂ કરવા માટે જીવદયા માટે કામ કરતી સંસ્થાને ફોન કરવામાં આવ્યો હતો. રેસ્ક્યૂ કોલ મળતા જ ટીમ સેવ વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટ અને શ્રી સાંઈ દ્વારકામાઇ ચેરીટેબલ ટ્રસ્ટના વોલંટીયર્સ તાત્કાલીક સ્થળે દોડી આવ્યા હતા. અને મગરની ચોતરફ ઘેરો નાંખ્યો હતો. ત્યાર બાદ મગરને રેસ્ક્યૂ કર્યો હતો. 12 ફૂટના મહાકાય મગરને રેસ્ક્યૂ કરવા માટે 14 થી વધુ વોલંટીયર્સે પોતાનું શ્રમદાન આપ્યું હતું. આ મગર શિકારની શોધમાં અહિંયા સુધી આવી પહોંચ્યો હોવાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.

વોલંટીયર્સની સેફ્ટીનું પણ સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું

આ મહાકાય મગરનું સલામત રેસ્ક્યૂ કર્યા બાદ તેને વન વિભાગને સોંપવામાં આવ્યો છે. મહાકાય મગરનું રેસ્ક્યૂ કરતા સમયે વોલંટીયર્સની સેફ્ટીનું પણ સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું હતું. મગરનું રેસ્ક્યૂ કરાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. સુત્રોના જણાવ્યા અનુસાર, આ સિઝનમાં સૌથી વધુ મગર રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. જે એક ઐતિહાસિક ઘટના માનવામાં આવે છે.

આ પણ વાંચો -- VADODARA : આરાધના ટોકીઝ નજીક કાંસના દબાણો પર મોટી કાર્યવાહી

Tags :
CrocodileFROMmarethaofRescuestreetVadodaravillage
Next Article