VADODARA : મોડી રાત્રે 9 ફૂટના મગરે ભારે મથાવ્યા
VADODARA : વડોદરા (VADODARA) માં ચોમાસામાં રહેણાંક વિસ્તાર નજીકમાં મગર (CROCODILE - VADODARA) નિકળવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે ગતરાત્રે ભાયલીમાં મગર નિકળતા સ્થાનિકોમાં ભારે ફફડાટ પેંસી જવા પામ્યો હતો. પાણીના ખાડામાંથી મગરને રેસ્ક્યૂ કરવા માટે જીવદયા માટે કામ કરતી સંસ્થાના વોલંટીયર્સ અન ફાયર બ્રિગેડના જવાનોએ ભાગે મથવું પડ્યું હતું. આખરે કલાકોની મહેનત બાદ મગરને રેસ્ક્યૂ કરવામાં સફળતા મળી હતી.
વોલંટીયર્સ તાત્કાલીક ઘટનાસ્થળે દોડી આવ્યા
વડોદરામાં તાજેતરમાં જ અવિરત વરસાદ પડવાના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ત્યારે હવે પાણી ઓસરી ગયા બાદ અનેક જગ્યાએ રહેણાંક વિસ્તારોમાં મગર દેખાયાની ઘટનાઓ સામે આવી રહી છે. તાજેતરમાં રાત્રીના સમયે 9 ફૂટનો મગર ભાયલી વિસ્તારમાં જોવા મળતા જીવદયા માટે કામ કરતી સંસ્થાનો સ્થાનિકોએ સંપર્ક કર્યો હતો. રેસ્ક્યૂ કોલ મળતા સંસ્થાના વોલંટીયર્સ તાત્કાલીક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અને રેસ્ક્યૂની કામગીરી હાથ ધરી હતી.
બંનેએ પાણી ઉલેચ્યું
મગર પાણી ભરાયેલા ખાડામાં હોવાના કારણે તેને રેસ્ક્યૂ કરવામાં અડચણ ઉભી થાય તેમ હતું. જેથી આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડના જવાનો અને રેસ્ક્યૂ ટીમ દ્વારા પાણી ઉલેચીને સ્થળને રેસ્ક્યૂ કરવા માટે યોગ્ય બનાવવામાં આવ્યું હતું. ત્યાર બાદ આશરે સાડા ત્રણ કલાકની જહેમત બાદ મગરને રેસ્ક્યૂ કરવામાં સફળતા મળી હતી. રાત હોવાથી ટોર્ચ લાઇટના સહારે વોલંટીટર્સને સફળતા મળી હતી. મગરનું સફળ રેસ્ક્યૂ કર્યા બાદ તેને સલામત રીતે વન વિભાગને સોંપી દેવામાં આવ્યો હતો.
સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો
મગરનું રેસ્ક્યૂ કરી દેવામાં આવ્યા બાદ સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. તો બીજી તરફ મગરનું લોકેશન ચેલેન્જિંગ હોવાથી તેને રેસ્ક્યૂ કરવા માટે ટીમે ભારે મથ્યા બાદ જ સફળતા મળી હતી.
આ પણ વાંચો -- VADODARA : લાભાર્થી સુધી પહોંચવામાં "વિતરણ"ની વાટ જોતી સેંકડો સરકારી સાયકલ