Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : મગરના બચ્ચાને પૂંછડીથી પકડી ફેંકાયો, દુર્વ્યવહારનો વીડિયો વાયરલ

VADODARA : વડોદરા (VADODARA) માં મગર (CROCODILE) અને માનવ વસ્તી નજીક નજીક વસવાટ કરે છે. ત્યારે શિડ્યુલ - 1 માં ગણાતા મગરના બચ્ચાને પૂંછડીથી પકડીને તેને ફેંકવામાં આવ્યો હોવાની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા વર્તુળમાં ભારે વાયરલ થવા પામ્યે છે. આ...
vadodara   મગરના બચ્ચાને પૂંછડીથી પકડી ફેંકાયો  દુર્વ્યવહારનો વીડિયો વાયરલ

VADODARA : વડોદરા (VADODARA) માં મગર (CROCODILE) અને માનવ વસ્તી નજીક નજીક વસવાટ કરે છે. ત્યારે શિડ્યુલ - 1 માં ગણાતા મગરના બચ્ચાને પૂંછડીથી પકડીને તેને ફેંકવામાં આવ્યો હોવાની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા વર્તુળમાં ભારે વાયરલ થવા પામ્યે છે. આ ઘટનામાં પીંજરામાંથી મગરના બચ્ચાને પુંછડી વડે બેરહેમીપૂર્વક ઉંચકીને નજીકમાં દાદરા પર ફેંકી દેવામાં આવે છે. પિંજરામાં પૂરેલા મગરનું ક્યાંકથી રેસ્ક્યૂ કરીને અહિંયા છોડવા માટે લાવ્યા હોવાનો અંદાજ છે.

Advertisement

સોશિયલ મીડિયા સર્કલમાં ભારે વાયરલ

વડોદરામાં માનવ વસ્તી અને મગરો નજીકમાં વસવાટ કરે છે. ખાસ કરીને ચોમાસાની રૂતુમાં મગર માનવ વસવાટ નજીક આવી જવાની ઘટનાઓ સામે આવે છે. ત્યારે વડોદરામાં જીવદયા માટે કામ કરતી સંસ્થાઓ મોટા પ્રમાણમાં હોવાના કારણે માનવો અને મગર વચ્ચે ઘર્ષણની ઘટના સામે નહીવત જેવી આવે છે. તેવામાં શિડ્યુલ - 1 માં આવતા મગર જોડે વડોદરામાં દુર્વ્યવહાર કરવામાં આવ્યો હોવાનો વીડિયો વડોદરાના સોશિયલ મીડિયા સર્કલમાં ભારે વાયરલ થઇ રહ્યો છે.

Advertisement

યવતેશ્વર ઘાટની હોવાનું પ્રાથમિક અનુમાન

વાયરલ વીડિયોમાં જોવા મળ્યા અનુસાર, બે મગરના બચ્ચાઓને પિંજરામાં લાવવામાં આવ્યા છે. આ પિંજરૂ ખોલતા મગરના બચ્ચાઓ બહાર નથી આવતા. એટલે પિંજરાને ખખડાવવામાં આવે છે. છતાં મગરનું બચ્ચુ બહાર નહીં આવતા એક ટોપી પહેરેલ શખ્સ મગરના બચ્ચાને પૂંછડી વડે પકડીને બેરહેમી પૂર્વક દાદરા પર ફેંકે છે. આ ઘટના વિશ્વામિત્રી નદી કિનારાના યવતેશ્વર ઘાટની હોવાનું પ્રાથમિક અનુમાન છે. પિંજરામાં પુરેલા મગરના બચ્ચાને રહેણાંક વિસ્તારમાંથી રેસ્ક્યૂ કરીને વિશ્વામિત્રી નદીમાં છોડવા માટે લાવ્યા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

તંત્ર શું પગલાં લે છે તેના પર સૌ કોઇની નજર

આ ઘટનામાં મગર જોડે દુર્વ્યવહાર કરનાર શખ્સ પણ વન વિભાગ સાથે સંકળાયેલો હોવાનું પ્રાથમિક માહિતી હાલ તબક્કે સપાટી પર આવવા પામી છે. મગર જોડે આ પ્રકારની બેરહેમી આચરવાની ઘટના જવલ્લે જ જોવા મળતી ઘટના માનવામાં આવે છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયા બાદ તંત્ર શું પગલાં લે છે તેના પર સૌ કોઇની નજર રહેલી છે. લોકો આ પ્રકારનું કૃત્ય કરનાર સામે કડકમાં કડક હાથે કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : કોટેશ્વર મહાદેવ મંદિરે જવાના રસ્તે મગરની હાજરી, શ્રદ્ધાળુઓ અડગ

Tags :
Advertisement

.