Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : મોડી રાત્રે મગરની રસ્તા પર એન્ટ્રી, નદીનું જળસ્તર નિહાળવા લોકો પહોંચ્યા

VADODARA : વડોદરા (VADODARA) માં વિતેલા 24 કલાકમાં ભારે વરસાદ સાથે ચોમાસુ બેઠુ હોય તેવું લાગી રહ્યું હતું. વિતેલા 24 કલાકમાં અનેક કલાકો અવિરત વરસાદ વરસવાના કારણે નદી-સરોવરમાં નવા નીર આવ્યા હતા. ગત મોડી રાત્રે શહેરના ફતેગંજ સર્કલ વિસ્તારમાં આવેલી...
vadodara   મોડી રાત્રે મગરની રસ્તા પર એન્ટ્રી  નદીનું જળસ્તર નિહાળવા લોકો પહોંચ્યા

VADODARA : વડોદરા (VADODARA) માં વિતેલા 24 કલાકમાં ભારે વરસાદ સાથે ચોમાસુ બેઠુ હોય તેવું લાગી રહ્યું હતું. વિતેલા 24 કલાકમાં અનેક કલાકો અવિરત વરસાદ વરસવાના કારણે નદી-સરોવરમાં નવા નીર આવ્યા હતા. ગત મોડી રાત્રે શહેરના ફતેગંજ સર્કલ વિસ્તારમાં આવેલી હોસ્પિટલ નજીક મગરનું બચ્ચુ નિકળ્યું હતું. જેને કારણે સ્થાનિકોમાં ભયની લાગણી વ્યાપી જવા પામી હતી. જો કે તેને રેસ્ક્યૂ કરી લેવામાં આવ્યો હતો. તો બીજી તરફ આજે સવારે વિશ્વામિત્રી નદી ભયજનક સપાટી વટાવતા તેને જોવા માટે અલગ અલગ જગ્યાઓએ બ્રિજ પર લોકો ઉમટી પડ્યા હતા.

Advertisement

મગરને જોવા લોકોમાં ભારે પડાપડી

વડોદરામાં માનવ વસ્તી અને મગરો ખુબ નજીકમાં વસવાટ કરે છે. ખાસ કરીને ચોમાસાની રૂતુમાં મગર માનવ વસવાટ નજીક જોવા મળે છે. ત્યારે ગતરોજ શહેર-જિલ્લામાં ભારે વરસાદ ખાબક્યો હતો. જે બાદ મોડી રાત્રે શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલી નરહરી હોસ્પિટલ નજીક મગરનું બચ્ચુ રસ્તા પર જોવા મળ્યું હતું. એકાએક મગર નિકળતા સ્થાનિકોમાં ભય પ્રસર્યો હતો. તો બીજી તરફ મગરને જોવા લોકોમાં ભારે પડાપડી હતી. બાદમાં મગરને સલામત રીતે રેસ્ક્યૂ કરીને વન વિભાગને સોંપવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આમ, વરસાદ સાથે હવે મગર બહાર નિકળવાની ઘટનાઓની પણ શરૂઆત થઇ ગઇ છે.

Advertisement

મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા

આજે સવારે વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી વટાવી છે. આજે બપોરે 1 વાગ્યાની સ્થિતીએ વિશ્વામિત્રી નદીનું સ્તર 27.5 ફૂટ નોંધવામાં આવ્યું છે. જેને કારણે શહેરના અનેક બ્રિજ પરથી નદીનું પાણી નજીકથી પસાર થતું જોઇ શકાય છે. શહેરના કાલાઘોડા બ્રિજ, ઉર્મિ બ્રિજ સહિત અનેક બ્રિજો પરથી નદીનું જળસ્તર નિહાળવા મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા છે. જો કે, આ સ્થિતીમાં લોકોએ બ્રિજથી દુર રહેવું જોઇએ. પરંતુ હકીકત વિપરીત છે. તો બીજી તરફ લોકોના ઘસારાને જોતા બ્રિજ પર પોલીસ મુકવી પડી છે. જે સતત લોકોને સચેત કરી રહી છે.

Advertisement

NDRF ની ટીમો કામે લાગી

વડોદરા શહેરના વડસર વિસ્તારમાં પાણી ભરાવાના કારણે સમૃદ્ધિ સોસાયટી અને કોટેશ્વરમાં ફસાયેલા ૧૦ લોકોને એનડીઆરએફની ટીમ દ્વારા સલામત રીતે બહાર કાઢી આશ્રય સ્થાને ખસેડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો -- VADODARA : ઉંડેરામાં વરસાદ બાદની સ્થિતી ખરાબ, વાહનો ફસાયા

Tags :
Advertisement

.