ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમ

VADODARA : બિચ્છુ ગેંગના માથાભારે બોડિયા અને તડબુચની સંપત્તિ ટાંચમાં લેશે ક્રાઇમ બ્રાન્ચ

VADODARA : ગુજસીટોકના કાયદા અંતર્ગત પકડાયેલા આરોપી બિચ્છુ ગેંગના અસલ્મ બોડીયો અને મુન્ના તડબુચ દ્વારા ગુનાઓ આચરીને મેળવવામાં આવેલી સંપત્તિને ટાંચમાં લેવા માટે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ (VADODARA CRIME BRANCH) દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેને પગલે શહેરમાં કાયદો...
06:34 PM Sep 23, 2024 IST | PARTH PANDYA
featuredImage

VADODARA : ગુજસીટોકના કાયદા અંતર્ગત પકડાયેલા આરોપી બિચ્છુ ગેંગના અસલ્મ બોડીયો અને મુન્ના તડબુચ દ્વારા ગુનાઓ આચરીને મેળવવામાં આવેલી સંપત્તિને ટાંચમાં લેવા માટે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ (VADODARA CRIME BRANCH) દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેને પગલે શહેરમાં કાયદો અને વ્યવસ્થા નેવે મુકીને મનફાવે તેમ ગુના આચરતા માથાભારે તત્વોમાં ભારે ફફડાટની લાગણી પેંસી જવા પામી છે. આ કાર્યવાહીમાં સ્થાવર અને જંગમ મળીને તરબુચની રૂ. 1.32 કરોડની અને બોડીયાની રૂ. 69.88 લાખની મિલકત સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. વડોદરા ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહીને લઇને ચોતરફથી સરાહના કરવામાં આવી રહી છે.

10 વર્ષથી તેઓ સતત ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા રહેતા હતા

વડોદરા શહેરમાં અસલ્મ ઉર્ફે બોડીયો હૈદરમીંયા શેખ દ્વારા અન્ય સાથે મળીને બિચ્છુ ગેંગ શરૂ કરી સંગઠીત ગુનાઓ આચરવામાં આવતા હતા. તે અંતર્ગત શરીર તેમજ મિલકત સંબંધિત ગુનાઓ ધાક ધમકી અને બળજબરીથી કરવામાં આવતા હતા. તેની સામે તિક્ષ્ણ હથિયાર વડે ખુનની કોશિષ, ખુન, અપહરણ, લૂંટ, ધાડ, પડાવી લેવું, છેતરપિંડી, પેશકદમી જેવા ગંભીર પ્રકરાના ગુના નોંધાયા હતા. તમામ સામે અટકાયતી પગલાં લેવા છતાં 10 વર્ષથી તેઓ સતત ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા રહેતા હતા. આખરે તમામ સામે ગુજસીટોક અંતર્ગત વર્ષ 2021 માં ડીસીબી પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

માથાભારે ની સ્થાવર અને જંગમ મિલકતો પર આવી તવાઇ

માથાભારે સામે તપાસ દરમિયાન અલસ્મ ઉર્ફે બોડીયો હૈદરમીયા શેખ (રહે. નવાપુરા, મહેબુબ મહોલ્લા, વડોદરા) અને સાગરીત મહંમદહુસૈન ઉર્ફે મુન્નો તરબુચ જાકીર હુસૈન (રહે. નવાપુરા, વડોદરા) સહિત 26 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે બોડીયો હાલ જેલમાં છે. ગુજસીટોક અંતર્ગત ગુનો નોંધાયેલા માથાભારે ની સ્થાવર અને જંગમ મિલકતોને ટાંચમાં લેવાની કાર્યવાહી વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. જેમાં ફાર્મહાઉસ, ઘર, કાર, વાહનો સહિતનાને ટાંચમાં લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત તરબુચની રૂ. 1.32 કરોડની અને બોડીયાની રૂ. 69.88 લાખની મિલકત ટાંચમાં લેવાશે. જેનું વિગતવાર વિવરણ નીચે મુજબ છે.

આ પણ વાંચો -- VADODARA : નેતાઓ સાથે નિકટતા ધરાવતા યુવકે ઘરમાં ઘૂસીને દુષ્કર્મ આચર્યું

Tags :
attachbichubranchCrimeCriminalgangheadofpropertystrongtoVadodara