Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : બહુનામ ધારણ કરી ગોલ્ડ અને મકાન લોનના નામે કરોડો સેરવનાર ઝબ્બે

VADODARA : વડોદરા ક્રાઇમ બ્રાન્ચ (VADODARA CRIME BRANCH) દ્વારા માંજલપુર પોલીસ મથકમાં રૂ. 3 કરોડથી વધુની ઠગાઇ મામલે સંડોવાયેલા ફરાર આરોપી વિશાલભાઇ ગજ્જર (રહે. વેદાંત સોસાયટી, વિશ્વામિત્રી રેલવે સ્ટેશન પાસે, અવધુત ફાટક, વડોદરા) ની તપાસ હાથમાં લેવામાં આવી હતી. ફરિયાદ...
vadodara   બહુનામ ધારણ કરી ગોલ્ડ અને મકાન લોનના નામે કરોડો સેરવનાર ઝબ્બે

VADODARA : વડોદરા ક્રાઇમ બ્રાન્ચ (VADODARA CRIME BRANCH) દ્વારા માંજલપુર પોલીસ મથકમાં રૂ. 3 કરોડથી વધુની ઠગાઇ મામલે સંડોવાયેલા ફરાર આરોપી વિશાલભાઇ ગજ્જર (રહે. વેદાંત સોસાયટી, વિશ્વામિત્રી રેલવે સ્ટેશન પાસે, અવધુત ફાટક, વડોદરા) ની તપાસ હાથમાં લેવામાં આવી હતી. ફરિયાદ બાદથી આરોપી ફરાર રહેતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટેક્નિકલ અને હ્યુમન સોર્સના આધારે માહિતી એકત્ર કરવાનું શરૂ કર્યું હતું. તેવામાં નાસતા-ફરતા આરોપીને જાંબુઆ બ્રિજ પાસેના સર્વિસ રોડ પરથી શોધી કાઢવામાં આવ્યો હતો.

Advertisement

ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં વટાણા વેરી દીધા

ત્યાર બાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાર અંગેના કાગળીયા માંગતા તે આપી શક્યો ન્હતો. બાદમાં તેની આગવી ઢબે પુછપરથ કરવામાં આવી હતી. જેમાં તેણે વટાણા વેરી દીધા હતા. આરોપીનું જન્મથી નામ રવિ જયંતિભાઇ પેશાવરીયા (રહે. રાજકોટ) હોવાનું તેણે જણાવ્યું હતું. તેણે રાજકોટમાં બી કોમ સુધીનો અભ્યાસ કર્યો હતો. ત્યાર બાદ તે લોકોને લોન અપાવવાનું તથા કાર લે-વેચનું કામ કરતો હતો. વર્ષ 2012 માં તેણે જુના વાહનોની નવા તરીકે વેચીને ઠગાઇ કરી હતી. જેમાં તેની સામે રાજકોટના માલવિયાનગર, અને થોરાળા પોલીસ મથકમાં ત્રણ અને કચ્છના ગાંધીધામ પોલીસ મથકમાં ઠગાઇના ગુનાઓ નોંધાયા હતા.

રાજકોટ છોડીને ખંભાત આવી ગયો

આ ઠગાઇના કેસોના કારણે તેને બેંકમાંથી લોન મળે તેમ ન્હતું. તે રાજકોટ છોડીને ખંભાત આવી ગયો હતો. અને ત્યાંથી વડોદરામાં આવીને વિશાલ જયંતિભાઇ ગજ્જરનું નામ ધારણ કરીને માંજલપુરના કેનેરા બેંકમાં ગોલ્ડ મેનેજર હોવાની ઓળખ આપી ઠગાઇનો ધંધો ફરી શરૂ કર્યો હતો. તેણે ગોલ્ડ લોન મેળવવાના બહાને લોકો પાસેથી સોનું લઇને તેના રૂપિયા લોકોને પરત આવ્યા ન્હતા. ત્યાર બાદ તે ફરાર થઇ જતો હતો. આ મામલે ઠગાઇનો આંક રૂ. 3 કરોડથી વધુનો થવા પામે છે. આરોપી રવિ જયંતિભાઇ પેશાવરીયા (રહે. મેપલ મીડોઝ, રીલાયન્સ મોલની બાજુમાં, જુના પાદરા રોડ) (મુળ રહે. ઉમંગ પાર્ક, અંબેડકર ચોક, રાજકોક) સામે વડોદરાના માંજલપુર પોલીસ મથકમાં ઠગાઇના ત્રણ ગુનાઓ નોંધાવવા પામ્યા છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : ભારત બંધમાં લોકોને જોડવા રેલી નિકળી, વેપારીઓને અપીલ

Advertisement
Tags :
Advertisement

.