Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : ગેંગ રેપના આરોપીઓની "ફુલ સર્વિસ", પોતાના પગ પર ચાલવુ મુશ્કેલ

VADODARA : નવરાત્રી (NAVRATRI) ના બીજા નોરતે વડોદરા (VADODARA) ના ભાયલી વિસ્તારમાં અંધારી જગ્યાએ મિત્ર જોડે બેઠેલી સગીરા ગેંગ રેપનો શિકાર બની હતી. આ ઘટનાને 48 કલાક વિતી ગયા ત્યાં તો વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓને દબોચી લીધા છે. વડોદરા ક્રાઇમ...
vadodara   ગેંગ રેપના આરોપીઓની  ફુલ સર્વિસ   પોતાના પગ પર ચાલવુ મુશ્કેલ

VADODARA : નવરાત્રી (NAVRATRI) ના બીજા નોરતે વડોદરા (VADODARA) ના ભાયલી વિસ્તારમાં અંધારી જગ્યાએ મિત્ર જોડે બેઠેલી સગીરા ગેંગ રેપનો શિકાર બની હતી. આ ઘટનાને 48 કલાક વિતી ગયા ત્યાં તો વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓને દબોચી લીધા છે. વડોદરા ક્રાઇમ બ્રાન્ચ (VADODARA CRIME BRANCH) ની કચેરીથી આરોપીઓને મેડિકલ ચેકઅપ માટે લઇ જવામાં આવ્યા છે. જ્યાં આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચે ફૂલ સર્વિસ કરી હોવાનુ જોવા મળી રહ્યું છે. આરોપીઓ પોતાના પગ પર ચાલી શકતા નથી. તેમણે અન્ય પોલીસ જવાનોના ખભાનો ટેકો લઇને ચેકઅપ માટે જવું પડી રહ્યું છે.

Advertisement

48 કલાકમાં આરોપીઓને દબોચી લેવાયા

સંસ્કારી નગરી વડોદરાના કલંકિત કરતી ઘટના નવરાત્રીની બીજા નોરતાની રાત્રે બની હતી. તે રાત્રે ભાયલી વિસ્તારમાં પોતાના મિત્ર સાથે બેઠેલી સગીરા જોડે ત્રણ નરાધમો દ્વારા ગેંગ રેપ આચરવામાં આવ્યું હતું. આ ઘટનાને પગલે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ સહિતની વિવિધ બ્રાન્ચો તપાસમાં જોડાઇ હતી. દરમિયાન ગુનાને 48 કલાક વિતે ત્યાં તો વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગેંગ રેપના આરોપીઓને દબોચી લેવામાં આવ્યા છે.

Advertisement

આરોપીઓની સરભરા કરવામાં કોઇ કચાશ નથી રાખી

ત્રણેય આરોપીઓ તાંદલજા વિસ્તારમાં રહેતા હોવાનું સામે આવ્યું છે. તે પૈકી કેટલાક વિશેષ સમુદાયના છે. વડોદરા ક્રાઇમ બ્રાન્ચ તાજેતરમાં આરોપીઓને કચેરીથી મેડીકલ ચેકઅપ કરાવવા માટે સરકારી હોસ્પિટલ લઇ ગઇ હતી. વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીઓની ફૂલ સર્વિસ કરવામાં આવી હોવાનું જોવા મળી રહ્યું છે. આરોપીઓ પોતાના પગ પર ચાલી શકતા નથી. તેમણે અન્ય પોલીસ જવાનોનો સહારો લઇને ચાલવું પડી રહ્યું છે. જે જોતા લાગે છે કે, વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓની સરભરા કરવામાં કોઇ કચાશ નથી રાખી. વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમની કામગીરીની ચોતરફથી સરાહના કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો -- VADODARA : "ગેંગ રેપના આરોપીઓને ફાંસી આપો", BJP MLA એ મુકી માંગ

Advertisement

Tags :
Advertisement

.