Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : એક સાથે ચેક રિટર્નના 6 કેસમાં આરોપીને સજા ફટકારતી કોર્ટ

VADODARA : વડોદરા (VADODARA) ના રહીશ ફરિયાદી અનંત શાહ દ્વારા રૂ.2.5 લાખ ના 6 ચેકો મળી રૂ. 15 લાખના ચેક રિટર્નની ૬ અલગ અલગ ફરિયાદમાં આજે મોટો ચુકાદો આવ્યો છે. આ મામલે પાદરાના આરોપી મનોજભાઈ મેલાભાઈ ચૌહાણને વડોદરાના વધારાના ચીફ...
vadodara   એક સાથે ચેક રિટર્નના 6 કેસમાં આરોપીને સજા ફટકારતી કોર્ટ

VADODARA : વડોદરા (VADODARA) ના રહીશ ફરિયાદી અનંત શાહ દ્વારા રૂ.2.5 લાખ ના 6 ચેકો મળી રૂ. 15 લાખના ચેક રિટર્નની ૬ અલગ અલગ ફરિયાદમાં આજે મોટો ચુકાદો આવ્યો છે. આ મામલે પાદરાના આરોપી મનોજભાઈ મેલાભાઈ ચૌહાણને વડોદરાના વધારાના ચીફ જુડિશિયલ મેજિસ્ટ્રેટ એ.એચ.દવે દ્વારા તમામ 6 કેસોમાં 1-1 વર્ષની સજા તથા ચેકની બમણી રકમ ફરિયાદીને ચૂકવવાનો હુકમ કર્યો છે. સાથે જ આરોપી નાસતો ભાગતો હોવાથી તેના વિરુદ્ધ ધરપકડ વોરેન્ટ કાઢવાનો પણ આદેશ કરવામાં આવ્યો હોવાનું જાણવા મલળી રહ્યું છે.

Advertisement

નાણાં પરત કરવા સમજૂતી કરાર

સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, અનંત શાહ (રહે. વ્રજમંગલ ટાવર, કારેલીબાગ) એ આરોપી મનોજભાઇ મેલાભાઇ ચૌહાણને જમીન મામલે રૂ. 15 લાખ ચૂકવ્યા હતા. ત્યાર બાદ આરોપી મનોજભાઇ મેલાભાઇ ચૌહાણએ તે જમીન અન્ય કોઈને બરોબર વેચી દીધી હતી. આ મામલો સપાટી પર આવ્યા બાદ બંને વચ્ચે નાણાં પરત કરવા સમજૂતી કરાર કરી વર્ષ - 2021 માં અલગ-અલગ ચેક આપવામાં આવ્યા હતા. જે બાદમાં તમામ ચેક પરત ફરતાં ફરિયાદી તરફે વિદ્વાન ધારાશાસ્ત્રી હિતેશ ગુપ્તા મારફતે અત્રેની કોર્ટમાં નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટની કલમ ૧૩૮ મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી

રૂ. 30 લાખ ચૂકવવા પડશે

તાજેતરમાં અત્રેની કોર્ટમાં તમામ કેસમાં એક જ દિવસે સજા કરી આરોપી સામે વોરેન્ટ કાઢવાનો આદેશ કરવામાં આવ્યો હોવાનુ જાણવા મળી રહ્યું છે. અલગ અલગ કેસમાં જેલની દરેક કેસમાં 1 વર્ષની સજાની સાથે આરોપીએ ફરિયાદીને રૂ. 15 લાખની સામે હુકમ મુજબ રૂ. 30 લાખ ચૂકવવા પડશે. અને જો આ રકમ ના ચૂકવે તો દરેક કેસમાં વધુ 6 માસની સજાનો હુકમ કરવામાં આવ્યો હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : MSU ના VC સામે ફરિયાદ દાખલ કરાવવા ટીમ VCF મેદાને

Advertisement
Tags :
Advertisement

.