Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ડોઢ કરોડની કાર આગમાં ખાખ થઇ, પોલીસ તપાસ શરૂ

VADODARA : કોલ મળતા જ ફાયરના લાશ્કરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને આગ પર કાબુ મેળવવા પાણીનો મારો ચલાવ્યો હતો
vadodara   ડોઢ કરોડની કાર આગમાં ખાખ થઇ  પોલીસ તપાસ શરૂ
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) ના કારેલીબાગ વિસ્તારમાં પાંચ મહિના પહેલા ખરીદેલી દોઢ કરોડની કાર આગમાં બળીને ખાખ થઇ ગઇ હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં કોઇ કંઇ સમજે તે પહેલા કાર ચારેય તરફથી આગની લપેટમાં આવી ગઇ હતી. ઘટના અંગે જાણ કરવામાં આવતા તાત્કાલિક ફાયરના લાશ્કરો ઘટના સ્થળે દોડી ગયા હતા. અને આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટના પાછળના કારણો જાણવા માટે ફાયર બ્રિગેડ તથા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

કાર માત્ર પાંચ મહિના પગેલા જ તપન શાહે ખરીદી

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલી પરાગ સોસાયટીમાં મુકેલી દોઢ કરોડની લેન્ડ રોવરની ડિફેન્ડર કાર ભીષણ આગ (LAND ROVER CAR CATCH MASSIVE FIRE - VADODARA) ની લપટોમાં આવી ગઇ હતી. જેને પગલે વિસ્તારમાં ભારે ઉત્તેજના વ્યાપી જવા પામી હતી. આ કારની કિંમત દોઢ કરોડ આંકવામાં આવી રહી છે. આ કાર માત્ર પાંચ મહિના પગેલા જ તપન શાહે ખરીદી હોવાનું જાણવા મળી રહ્યું છે. કારમાં આગ લાગતા જ સ્થાનિકો દ્વારા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. કોલ મળતા જ ફાયરના લાશ્કરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને આગ પર કાબુ મેળવવા પાણીનો મારો ચલાવ્યો હતો.

Advertisement

સુરક્ષાના નામે મીંડુ હોય તો પછી કાર શું કામની

કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં ફાયરના લાશ્કરોને સફળતા મળી હતી. ફાયર ઓફિસરે આગ લાગવા પાછળનું કારણ પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટ હોવાનું જણાવ્યું હતું. આ અંગે કાર માલિક તપન શાહે જણાવ્યું હતું કે, ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી છે. આ કાર પાંચ મહિના પહેલા જ ખરીદવામાં આવી છે. ઘટના બાદ મોંધીદાટ કારમાં સુરક્ષા સામે સવાલો ઉઠવા પામ્યા છે. જો આટલા રૂપિયા ચુકવ્યા બાદ પણ સુરક્ષાના નામે મીંડુ હોય તો પછી કાર શું કામની, તેવા અનેક સવાલો લોકમુખે ચર્ચાઇ રહ્યા છે. બીતી તરફ કારમાં આગ લગાવવા પાછળ કોઇકે અટકચાળુ કર્યું હોવાની આશંકાને ધ્યાને રાખીને પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : પ્રથમ વખત દર્દીને એર એમ્બ્યુલન્સથી મુંબઇ શિફ્ટ કરાયા

Tags :
Advertisement

Trending News

.

×