VADODARA : એક્ટિવિસ્ટના આપઘાત બાદ મોબાઇલમાં લખેલો અંતિમ મેસેજ ફોરવર્ડ થયો, જાણો કારણ
VADODARA : બે દિવસ પૂર્વે રાત્રીના સમયે વડોદરા (VADODARA) ના જાણીતા કન્ઝ્યૂમર એક્ટિવિસ્ટ પી. મુરજાણીએ તેમના નિવાસ સ્થાને રિવોલ્વર વડે ગોળી મારીને જીવન ટુંકાવી લીધું છે. આ ઘટના બાદ તેનમા પરિજનોને જાણ થતા તેઓ દોડી આવ્યા હતા. બાદમાં પોલીસને જાણ કરાતા તેઓ પણ દોડીને સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસ રાત્રે 9 : 10 કલાકે ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારે પી. મુરજાણીનો ફોન એરોપ્લેન મોડમાં હતો. અને તેમણે અંતિમ મેસેજ લખીને બ્રોડકાસ્ટ કરી દીધો હતો. પરંતુ તે સંબંધિત લોકો સુધી પહોંચી શક્યો ન્હતો. બાદમાં જેવો પોલીસે ફોન ઓન કર્યો કે, તુરંત બધાને ધડાધડ મેસેજ જવાના શરૂ થઇ ગયા હતા.
માનેલી દિકરી અને તેની માતાના ત્રાસથી તેમણે પોતાનો ફોન અરોપ્લેન મોડમાં મુક્યો
તાજેતરમાં વડોદરાના જાણીતા એક્ટિવિસ્ટ પી. મુરજાણીએ લમણે ગોળી મારીને મોત વ્હાલું કર્યું હોવાની ઘટના સામે આવી છે. અંતિમ પગલું ભરતા પહેલા તેમણે તેમના મોબાઇલમાં એક મોટો મેસેજ ટાઇપ કર્યો હતો. અને લોકોને ફોરવર્ડ કર્યો હતો. મેસેજમાં જાણવા મળ્યું કે, તેમની માનેલી દિકરી અને તેની માતાના ત્રાસથી તેમણે પોતાનો ફોન અરોપ્લેન મોડમાં મુકી દીધો હતો. એક્ટિવિસ્ટે પોતાને ગોળી મારી દીધા બાદ તેમના પત્ની તેમની પાસે પહોંચ્યા હતા. અને કંઇક અજુગતુ થયું હોવાની જાણ થતા પરિજનને બોલાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમના મૃતદેહને સીધો કરીને જોતા તેમણે રિવોલ્વર વડે ગોળી મારી હોવાનું સપાટી પર આવ્યું હતું.
પોલીસ દ્વારા મૃતક પાસેથી અંતિમ નોટ મેળવવાની તપાસ કરવામાં આવી
ત્યાર બાદ પોલીસને જાણ કરવામાં આવતા તેઓ દોડી આવ્યા હતા. હાલ મળતી માહિતી મુજબ, પોલીસ રાત્રે 9 - 10 કલાકે નિવાસ સ્થાને પહોંચી હતી. ત્યાર બાદ પોલીસ તપાસ કરતા કરતા પી. મુરજાણીની મોબાઇલ સુધી પહોંચી હતી. ત્યારે મોબાઇલ એરોપ્લેન મોડમાં હતો. જેવો મોબાઇલ ઓન કરવામાં આવ્યો કે તુરંત તેમણે લખેલો અંતિમ મેસેજ બ્રોડકાસ્ટ થઇ ગયો હતો. અને 9 - 51 કલાકના આરસામાં તમામ સુધી પહોંચ્યો હતો. જેવો મેસેજ મળ્યો કે, પોલીસ દ્વારા મૃતક પાસેથી અંતિમ નોટ મેળવવાની તપાસ કરવામાં આવી હતી. પરંતુ કંઇ હાથ લાગ્યું ન્હતું.
હાલ મૃકતની પત્ની સદમામાં છે
ઉપરોક્ત મામલે આપઘાત બાદ પી. મુરજાણીની માનેલી દિકરી અને તેની માતા ફરાર છે. બંને દ્વારા તેમને ત્રાસ આપીને માર મારવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ તેમના અંતિમ સંદેશમાં લખવામાં આવ્યો છે. હાલ મૃકતની પત્ની સદમામાં છે, તેઓ સ્વસ્થ થાય ત્યાર બાદ તેમની ફરિયાદ લેવામાં આવશે, તેવું સુત્રોએ જણાવ્યું છે.
આ પણ વાંચો -- VADODARA : જાણીતા એક્ટિવિસ્ટએ લમણે ગોળી મારી જીવન ટુંકાવ્યું, વાંચો અંતિમ સંદેશ