Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : એક્ટિવિસ્ટના આપઘાત કેસમાં માનીતી પુત્રી-માતાની સૌરાષ્ટ્રથી અટકાયત

VADDOARA : કોમલ સિકલીગર અને તેની માતા સંગીતા સિકલીગરના ત્રાસથી પોતાની રિવોલ્વર વડે ગોળી મારીને મોત વ્હાલુ કર્યું હતું.
vadodara   એક્ટિવિસ્ટના આપઘાત કેસમાં માનીતી પુત્રી માતાની સૌરાષ્ટ્રથી અટકાયત
Advertisement

VADODARA : તાજેતરમાં વડોદરા શહેર (VADODARA CITY) ના જાણીતા કન્ઝ્યુમર એક્ટિવિસ્ટ પી. મૂરજાણી દ્વારા રિવોલ્વર વડે લમણે ગોળી મારીનો મોત વ્હાલુ કર્યું હતું. અંતિમ પગલું ભરતા પહેલા તેમણે મોબાઇલમાં સ્યુસાઇડ નોટ લખી હતી. જેમાં તેમણે માનેલી પુત્રી કોમલ સિકલીગર અને માતા સંગીતા સિકલીગરના ત્રાસનો ઉલ્લેખ કર્યો હતો. આ ઘટનાના ચાર દિવસ બાદ પરિવાર દ્વારા ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. તો બીજી તરફ અંતિમ ચીઠ્ઠીમાં જેમના ત્રાસ, માર, દબાણ કરવા માટેનો ઉલ્લેખ છે તેવા માતા-પુત્રીને પાણીગેટ પોલીસ સૌરાષ્ટ્રથી પકડી લાવી છે. બંને ભાવનગરના ધાર્મિક સ્થાન પાસે છુપાયા હતા.

ભયંકર ત્રાસ આપવામાં આવતો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો

ચાર દિવસ પૂર્વે શહેરના જાણીતા કન્ઝ્યુમર એક્ટિવિસ્ટ પી. મૂરજાણીએ માનીતી પુત્રી કોમલ સિકલીગર અને તેની માતા સંગીતા સિકલીગરના ત્રાસથી પોતાની રિવોલ્વર વડે ગોળી મારીને મોત વ્હાલુ કર્યું હતું. આ પહેલા તેમણે અંતિમ ચીઠ્ઠી લખી હતી. જેમાં માનીતી પુત્રી કોમલ સિકલીગર અને તેની માતા સંગીતા સિકલીગર દ્વારા તેમને ભયંકર ત્રાસ આપવામાં આવતો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ પાણીગેટ પોલીસે માનીતી દિકરી અને માતાને શોધવા માટે વિવિધ ટીમો દોડાવી હતી. પી. મૂરજાણીએ જીવન ટુંકાવ્યું તે દિવસે માતા-પુત્રીના ફોનનું લોકેશન અમદાવાદ બતાવતું હતું. ત્યાર બાદ બંનેના ફોન બંધ બતાવતા હતા.

Advertisement

ટીમ ટેક્નિકલ અને હ્યુમન રિસોર્સ થકી ચાર શંકાસ્પદ મોબાઇલ નંબર સુધી પહોંચી

જેથી પાણીગેટ પીઆઇ હરિત વ્યાસએ બાજી સંભાળી હતી. હરિત વ્યાસ ગુજરાત એટીએસ સહિતની સ્પેશિયલ બ્રાન્ચમાં કામ કરવાનો અનુભવ ધરાવે છે. ટીમ ટેક્નિકલ અને હ્યુમન રિસોર્સ થકી ચાર શંકાસ્પદ મોબાઇલ નંબર સુધી પહોંચી હતી. અને અલગ અલગ નંબર થકી માતા-પુત્રી સંપર્કમાં હોવાનું તપાસ કરતી ટીમના ધ્યાને આવ્યું હતું. નંબરના આધારે પોલીસ સૌરાષ્ટ્રના ભાવનગર સુધી પહોંચી હતી. અને અહિંયાના ધાર્મિક સ્થાનેથી માતા-પુત્રીને દબોચી લેવામાં આવ્યા હતા. અને
બાદમાં બંનેને વડોદરા લાવવામાં આવ્યા હતા.

Advertisement

પી. મૂરજાણી દ્વારા ખરીદેલો પેટ્રોલ પંપ ભાજપના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજાનો હતો

સુત્રોના જણાવ્યા પ્રમાણે, માતા-પુત્રીને કોઇ પરિચીતે આશરો આપ્યો ન્હતો. પી. મૂરજાણી દ્વારા ખરીદેલો પેટ્રોલ પંપ ભાજપના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજાનો હતો. હાલ, માતા-પુત્રી સામે ફરિયાદ નોંધાવવાની તજવીજ જારી છે. કોમલ સિકલીગર અને તેની માતા દ્વારા પી. મૂરજાણીને આપવામાં આવતા ત્રાસ અંગે મૂરજાણીની પત્ની જાણતા હતા. હવે આ મામલે આગળ શું થાય છે તે જોવું રહ્યું.

આ પણ વાંચો -- ગીર સોમનાથમાં નેશનલ હાઈવે અધૂરો હોવા છતાં 63 કિમી 3 ટોલનાકા!

Tags :
Advertisement

.

×