VADODARA : સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિના કાર્યક્રમમાં કોંગ્રેસના કોર્પોરેટર ગેરહાજર
VADODARA : ઇતિહાસમાં જેમનું નામ લોખંડી પુરૂષ તરીકે અંકિત થયેલું છે, તેવા ભારતના ઘડવૈયા સરદાર પટેલ (SARDAR PATEL) ની આજે જન્મ જયંતિ છે. દેશભરમાં આજના દિવસને રાષ્ટ્રીય એકતા (RASTRIY EKTA DIWAS) દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે આજના દિવસે ડેરીડેન સર્કલ, સયાજીગંજ ખાતે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કોંગ્રેસના એક પણ કોર્પોરેટર જોડાયા (CONGRESS CORPORATOR ABSENT) ન્હતા. કાર્યક્રમ બાદ મીડિયાએ આ અંગે સવાલો પુછતા રૂત્વિજ જોશી સલવાયા હતા. અને દિવાળી હોવાનું કારણ આગળ ધરીને ગોળ ગોળ જવાબો આપ્યા હતા. જો કે, આ તકે વિપક્ષના નેતા ચંદ્રકાંત ભથ્થુ હાજર રહ્યા હતા.
કોંગ્રેસના એક પણ કોર્પોરેટર હાજર ના રહેતા પ્રમુખ ઘેરાયા
આજરોજ ભારતના ઘડવૈયા સરદાર પટેલની જન્મજયંતિ છે. સરદાર પટેલની જન્મ જયંતિને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આજના દિવસે સરદાર પટેલની ભવ્ય પ્રતિમા, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરામાં પણ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિના કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં ડેરીડેન સર્કલ, સયાજીગંજ ખાતે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિનો કાર્યક્રમ પાલિકા દ્વારા રાખવામાં આવ્યો હતો. જેમાં કોંગ્રેસના એક પણ કોર્પોરેટર હાજર ના રહેતા પ્રમુખ ઘેરાયા હતા.
દિવાળી હોવાથી હોઇ શકે, બીજુ કોઇ કારણ નથી
પાલિકા દ્વારા આયોજિત પુષ્પાંજલિના કાર્યક્રમમાં કોંગ્રેસના એક પણ કોર્પોરેટર હાજર રહ્યા ન્હતા. જેને લઇને અનેક સવાલો ઉઠ્યા છે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ રૂત્વિજ જોશી મીડિયા સમક્ષ આવ્યા ત્યારે તેમને તે અંગે સવાલો પુછવામાં આવ્યા હતા. ત્યારે બચાવ કરતા તેમણે કહ્યું કે, આજે યોગાનુયોગ દિવાળીને તહેવાર છે. તહેવારમાં પક્ષના કાર્યકર્તાઓ, આગેવાનો બધાયને એવી લાગણી હોય કે દરેક કાર્યક્રમમાં આવીએ. દિવાળી હોવાથી હોઇ શકે, બીજુ કોઇ કારણ નથી. સરદાર પટેલ કોંગ્રેસ પાર્ટીના અભિન્ન અંગ છે. તેઓ કોંગ્રેસની ધરોહર છે. તે વાતનું અમને ગર્વ છે. દિવાળીનો તહેવાર છે, એટલે તેઓ (કોંગ્રેસના કોર્પોરેટર) હાજર ના રહ્યા હોય તેવું હોઇ શકે, બાકી બધા કાર્યક્રમોમાં તેઓ હાજર હોય જ છે.
આ પણ વાંચો -- VADODARA : નોટીસ પર નોટીસ ફટકાર્યા બાદ પણ કામ નહીં થતા કોન્ટ્રાક્ટર બ્લેક લિસ્ટ