VADODARA : સ્પર્ધાત્મક પરીક્ષાને અનુલક્ષીને 18 કેન્દ્રો માટે જાહેરનામું બહાર પડાયું
VADODARA : પરીક્ષા કેન્દ્રોમાં ફોન, બ્લુટુથ સહિતના ઇલેક્ટ્રોનિક ડિવાઇઝ લઇ જવા, ચાર કે તેથી વધુ લોકોએ ભેગા થવા સહિત અનેક બાબતો પર પ્રતિબંધ
02:42 PM Apr 18, 2025 IST
|
PARTH PANDYA
VADODARA : 20, એપ્રિલ રવિવારના રોજ વડોદરા (VADODARA) ના 18 પરીક્ષા કેન્દ્રોમાં ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગર દ્વારા ગુજરાત મુલ્કી સેવા વર્ગ -1 અને 2 અને ગુજરાજ નગર પાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ - 02 ની પરીક્ષા (COMPETITIVE EXAM - VADODARA) યોજાનાર છે. જેને ધ્યાને રાખીને વડોદરા શહેર પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં પરીક્ષા કેન્દ્રોમાં ફોન, બ્લુટુથ સહિતના ઇલેક્ટ્રોનિક ડિવાઇઝ લઇ જવા, ચાર કે તેથી વધુ લોકોએ ભેગા થવા, ઝેરોક્સ-પ્રિન્ટીંગની દુકાનો બંધ રાખવી, લાઉડ સ્પીકર વગાડાશે નહીં, ખોદકામ પર પ્રતિબંધ, બિન અધિકૃત વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવનાર છે.
પ્રતિબંધિત કૃત્યોની વિગત.
પરીક્ષા કેન્દ્રોની વિગત નીચે મુજબ છે.
આ પણ વાંચો --- વેકેશનમાં બાળકોના સ્ક્રિન ટાઇમમાં 5 કલાક સુધીનો 'ચિંતાજકન' વધારો