Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : તહેવાર ટાણે ગિફ્ટ અને મીઠાઇની વાતથી ઉશ્કેરાઇ મહિલાને ધમકી

VADODARA : મહિલાને ધમકી આપી કે, તું બહાર મળ તને બતાવું છું. તું અહિંયા કેવી રીતે નોકરી કરે છે, તે હું જોઇ લઉં છું. હું તને જીવતી નહીં છોડું.
vadodara   તહેવાર ટાણે ગિફ્ટ અને મીઠાઇની વાતથી ઉશ્કેરાઇ મહિલાને ધમકી
Advertisement

VADOADRA : વડોદરા ગ્રામ્ય (VADODARA RURAL) અંતર્ગત આવતા ડભોઇ પોલીસ મથક (DABHOI POLICE STATION) વિસ્તારમાં આવતી કંપનીમાં કામ કરતી મહિલા જોડે ગેરવર્તણુંક કરવામાં આવી હતી. કંપનીના કોન્ફરન્સ રૂમમાં ગીફ્ટ અને મીઠાઇની વાતને લઇને શખ્સ એકદમ ઉશ્કેરાઇ ગયો હતો. અને ત્યાર બાદ મહિલાનો હાથ મરોડી તેણીની સાથે ગેરવર્તણુંક કરી હતી. બાદમાં જતા ધમકી આપતા જતો રહ્યો હતો. આખરે મહિલાએ શખ્સ વિરૂદ્ધ ડભોઇ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે બાદ પોલીસે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

મહિલાનો હાથ પકડીને મરોડી કાઢ્યો હતો

ડભોઇ પોલીસ મથકમાં મહિલાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, મહિલા ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તાજેતરમાં કંપનીના કોન્ફરન્સ રૂમમાં ગિફ્ટ અને મીઠાઇની વાતને લઇને ભરત નગીનભાઇ પરમાર (રહે. કારવણ, ડભોઇ, વડોદરા) ઉશ્કેરાઇ ગયા હતા. જે બાદ તેમણે મહિલાનો હાથ પકડીને મરોડી કાઢ્યો હતો. દરમિયાન છેડતી કરવાનો પ્રયત્ન કર્યો હતો. બાદમાં મહિલાને ધમકી આપી કે, તું બહાર મળ તને બતાવું છું. તું અહિંયા કેવી રીતે નોકરી કરે છે, તે હું જોઇ લઉં છું. હું તને જીવતી નહીં છોડું.

Advertisement

કંપનીના હિતના કારણે તે સમયે મહિલાએ ફરિયાદ નોંધાવી ન્હતી

બાદમાં તેમણે મહિલાને બેફામ ગાળો આપી હતી. આખરે મહિલાએ ભરત નગીનભાઇ પરમાર (રહે. કારવણ, ડભોઇ, વડોદરા) વિરૂદ્ધ પોલીસ ડભોઇ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. સુત્રોએ જણાવ્યું કે, આ ઘટના ઓક્ટોબર માસના અંતિમ સપ્તાહમાં ઘટી હતી. પરંતુ કંપનીના હિતના કારણે તે સમયે મહિલાએ ફરિયાદ નોંધાવી ન્હતી. જે બાદ પોલીસે સમગ્ર મામલે વધુ કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : ડિજિટલ અરેસ્ટ : 36 કલાક યુવકે પોતાના જ ઘરમાં "જેલવાસ" ભોગવ્યો

Tags :
Advertisement

.

×