VADODARA : એસ્પીરેશનલ ડીસ્ટ્રીક્ટ પ્રોગ્રામમાં જિલ્લો રાજ્યભરમાં બીજા ક્રમાંકે
VADODARA : સર્વસમાવેશક વૃદ્ધિ થકી ભારતને એક વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પ સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ વર્ષ ૨૦૧૮ માં નીતિ આયોગના ખુબજ મહત્વાકાંક્ષી એવા એસ્પીરેશનલ ડીસ્ટ્રીક્ટ પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી હતી. જે અંતર્ગત વડોદરા (VADODARA) માં ઝડપી વિકાસ લાવવામાં જિલ્લાએ રાજ્યભરમાં જુલાઈ - ૨૦૨૪ માં ઓવર ઓલ રેંકિંગમાં બીજા ક્રમાંકે આવીને વિકાસનો માર્ગ અપનાવી લીધો છે.
માપદંડોના આધારે નિશ્ચિત લક્ષ્યાંકો પ્રાપ્ત થાય
સહયોગ, સ્પર્ધા અને કેન્દ્રીકરણનો સમન્વય એટલે કે મહત્વાકાંક્ષી જિલ્લા કાર્યક્રમ. સમાવેશી વિકાસની કેન્દ્ર સરકારની આ પહેલમાં રાજ્ય સરકાર મુખ્ય વાહક તરીકે કામગીરી કરી રહી છે. આ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતના જિલ્લાઓમાં નક્કી કરવામાં આવેલ માપદંડોના આધારે નિશ્ચિત લક્ષ્યાંકો પ્રાપ્ત થાય, વિકાસની આડે આવતા અવરોધોનો ત્વરિત નિકાલ થાય અને દર મહિને થયેલ પ્રગતિને માપીને રાજ્યના દરેક જિલ્લાઓને રેન્કિંગ આપવામાં આવે છે.
તમામ જિલ્લાઓને તંદુરસ્ત હરીફાઈ આપી
વડોદરા જિલ્લાની વાત કરીએ તો ૪૯ ઇન્ડીકેટર આધારિત રિપોર્ટ મુજબ ઓવરઓલ રેન્ક જુલાઈ ૨૦૨૪ માં તમામ જિલ્લાઓને તંદુરસ્ત હરીફાઈ આપીને વડોદરા જિલ્લાએ રાજ્યમાં નર્મદા જિલ્લા બાદ બીજો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. વધુમાં છેલ્લા ૫ મહિનામાં રાજ્યભરમાં ચારવાર ત્રીજા અને એકવાર સાતમા ક્રમાંકે આવીને સતત વિકાસની સિદ્ધિઓ હાંસિલ કરી છે.
સ્થિર અને ટકાઉ કામગીરી
છેલ્લા ચાર માસની વડોદરાની સ્થિતિએ ફાઇનાન્સ સેક્ટરમાં વર્ષ ૨૦૨૪ના એપ્રિલ અને મે માસમાં પ્રથમ ક્રમાંકે તથા માર્ચ, જૂન અને જુલાઈ માસમાં બીજો ક્રમાંક પ્રાપ્ત કરીને શ્રેષ્ઠ કામગીરી થકી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. જ્યારે આરોગ્ય માં ક્રમશઃ સાતમો, ચોથો, બીજો અને ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કરીને વિશેષ સિદ્ધિઓ પ્રાપ્ત કરી રહ્યું છે. આ સાથે શિક્ષણ ક્ષેત્રમાં માર્ચ થી જુલાઈ માસ સુધી સતત પાંચમો ક્રમાંક મેળવ્યો છે જે સ્થિર અને ટકાઉ કામગીરી દર્શાવી રહ્યું છે.
બેઝિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે શ્રેષ્ઠત્તમ કામગીરી
સ્કીલ ડેવલપમેન્ટ ક્ષેત્રે વાત કરીએ તો એપ્રિલ થી જુલાઈ માસ દરમ્યાન ક્રમશઃ બીજો, ત્રીજો ,બીજો અને નવમો એમ સતત પ્રગતિશીલ રહ્યું છે. ખેતીવાડીમાં વાત કરીએ તો જુલાઈ માસમાં રાજ્યભરમાં આઠમા ક્રમાંકે આવીને નોંધપાત્ર કામગીરી દર્શાવી છે. સાથે બેઝિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રને પણ કેન્દ્રમાં રાખીને વડોદરા જિલ્લો શ્રેષ્ઠત્તમ કામગીરી કરી રહ્યું છે.
શ્રેષ્ઠતમ મહત્વાકાંક્ષી જિલ્લો સાબિત થયો
જુલાઈ મહિનાના અહેવાલ મુજબ વડોદરા જિલ્લો રાજ્યભરમાં બીજા સ્થાને આવવાની સાથે રાજ્યના ૨૫ ટકા બેસ્ટ અચિવર રાજ્યોમાં સ્થાન મેળવ્યું છે. આ અંતર્ગત આરોગ્યના ૩, શિક્ષણના ૫, ખેતીવાડી ૮, ફાઇનાન્સના ૨ અને સ્કીલ ડેવલપમેન્ટમાં ૯ મો એમ પાંચ ઇન્ડીકેટરમાં સમગ્ર રાજ્યમાં ઉલ્લેખનીય કામગીરી થકી શ્રેષ્ઠતમ મહત્વાકાંક્ષી જિલ્લો સાબિત થઈ રહ્યો છે.
એક વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે સંકલ્પબદ્ધ થયા
આ કાર્યક્રમ રાજ્યના જિલ્લાઓ વચ્ચે સ્પર્ધા, સહકાર અને કેન્દ્રીકરણની ભાવના પ્રગટ કરવામાં ખુબજ મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે. રાજ્યો અને જિલ્લાઓ સશક્ત બની કોઓપેરેટિવ ફેડરાલિઝમને સમગ્ર ભારતમાં પ્રતિબિંબિત કરી રહ્યા છે. જેના કારણે આજે દેશભરના તમામ જિલ્લાઓ રાજ્યમાં શ્રેષ્ઠ જિલ્લા બનવા માટે તંદુરસ્ત હરીફાઇમાં જોડાઈ રહ્યા છે. મહત્વાકાંક્ષી જિલ્લા કાર્યક્રમ થકી તમામ રાજ્યોના જિલ્લાઓને સર્વસમાવેશક વૃદ્ધિ કરીને ભારતને એક વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે સંકલ્પબદ્ધ થયા છે ત્યારે વડોદરા જિલ્લો પણ વિકસિત વડોદરા બનાવવા માટે વિકાસના માર્ગે હરણફાળ ભરી રહ્યું છે.
આ પણ વાંચો -- VADODARA : વિવિધ વેપારી એસો. સંગઠીત થયા, રાહત પેકેજ અંગે કરશે રજૂઆત