ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : પૂરમાં પોતાના પરિવારોની ચિંતા છોડી અધિકારીઓએ કરી રાહત-બચાવની કામગીરી

VADODARA : વડોદરા (VADODARA) શહેર અને જિલ્લામાં ભારે વરસાદ, પૂરના કારણે આવી પડેલી વિપદાથી લોકોને બચાવવા અને રાહત કાર્ય માટે સમગ્ર તંત્ર દ્વારા દિનરાત કરેલા યત્નો બાદ હવે જનજીવન થાળે પડી રહ્યું છે. કુદરતી પ્રકોપ સામે સંકલિત રીતે બાથ ભીડવામાં...
02:14 PM Sep 01, 2024 IST | PARTH PANDYA

VADODARA : વડોદરા (VADODARA) શહેર અને જિલ્લામાં ભારે વરસાદ, પૂરના કારણે આવી પડેલી વિપદાથી લોકોને બચાવવા અને રાહત કાર્ય માટે સમગ્ર તંત્ર દ્વારા દિનરાત કરેલા યત્નો બાદ હવે જનજીવન થાળે પડી રહ્યું છે. કુદરતી પ્રકોપ સામે સંકલિત રીતે બાથ ભીડવામાં આવી હતી. તબક્કાવાર લેવાયેલા પગલાંને કારણે મોટા પ્રમાણમાં લોકોને રાહત પહોંચાડી શકાઇ છે. આમા જિલ્લા વહીવટી તંત્રના કેટલાક અધિકારીઓએ રાહત તથા બચાવ કામગીરી માટે જાત નીચોવી નાખી છે.

એનડીઆરએફ, એસડીઆરએફની ટીમો બોલાવી લેવામાં આવી

જન્માષ્ટીના દિવસે ભારે વરસાદ અને પૂરના પાણીના આવવાની જાણ થતાં નાગરિકોને સાવચેત કરવાની સાથે આ વિભિષિકા સાથે લડવાની તૈયારી કરવામાં આવી હતી. ખાસ કરીને વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા સાથે કલેક્ટર બિજલ શાહ દ્વારા સંકલન કરી પ્રથમ બચાવ કામગીરી માટે એનડીઆરએફ, એસડીઆરએફની ટીમો બોલાવી લેવામાં આવી હતી.

આર્મીની ત્રણ કોલમ પણ મદદ માટે મોકલાઇ હતી

આપત્તિના સમયને ધ્યાને રાખીને તમામની રજા કેન્સલ કરવામાં આવી હતી અને તમામને બચાવ, રાહતની કામગીરીમાં જોડાઇ જવા માટે આદેશો કરવામાં આવ્યા હતા. પાણી ફરી વળવાની સ્થિતિને જોઇ રાજ્ય સરકાર દ્વારા આર્મીની ત્રણ કોલમ પણ મદદ માટે મોકલાઇ હતી. રાજ્ય સરકાર દ્વારા અધિકારીઓની ટીમોના ધાડા વડોદરામાં ઉતારવામાં આવ્યા હતા.

ડિઝાસ્ટર સેલ ઉભો કરવામાં આવ્યો

કલેક્ટર બિજલ શાહના આદેશને પગલે નિવાસી અધિક કલેક્ટર ડો. બી. એસ. પ્રજાપતિ દ્વારા કલેક્ટર કચેરીમાં એક ખાસ ડિઝાસ્ટર સેલ ઉભો કરવામાં આવ્યો. જેમાં મહેસુલી કર્મયોગી દ્વારા ફરિયાદોની સંકલન કરી એનડીઆરએફ, એસડીઆરએફ અને આર્મીને મોકલવામાં આવી હતી.

સાધનોની વ્યવસ્થા કરી મહાપાલિકાના હવાલે

કલેક્ટર શાહ અને આરએસી ડો. પ્રજાપતિએ બે-બે દિવસના ઉજાગરા કરી ૩૯ બોટ, જેસીબી, ડમ્પર અને અન્ય તાંત્રિક સાધનોની વ્યવસ્થા કરી મહાપાલિકાના હવાલે કરવામાં આવ્યા. આ ઉપરાંત એરફોર્સ સહિતની લશ્કરી તંત્ર સાથે સંકલન કરવામાં આવ્યું. આ અધિકારીઓ પોતે પણ અસરગ્રસ્ત વિસ્તારોમાં દોડી જઇ ભોજન, પાણી વિતરણ કરવામાં જોડાયા હતા.  પૂરની સ્થિતિમાં કેટલાક અધિકારીઓ કપરી સ્થિતિમાં કામ કર્યું. સતત પાણીમાં રહેવાના કારણે એક અધિકારીના પગરખા તૂટી ગયા અને ઉઘાડા પગે પણ બચાવ કામગીરી કરવાથી પાનીમાં છાલા પડી ગયા. છતાં તેમણે ફરજ છોડી નહી.

મામલતદારોની કામગીરી કાબિલે તારીફ

કેટલાય એવા અધિકારીઓ અને કર્મચારીઓ હતા, જેમના ઘરોમાં પાણી ભરાયું હતું. છતાં, તેની પરવાહ કર્યા વિના તેઓ રાહત અને બચાવની કામગીરી કરવા માટે દોડી આવ્યા હતા. ખાસ કરીને શહેર પ્રાંત શ્રી વી. કે. સાંબડ સહિત શહેરના ચારેય મામલતદારોની કામગીરી કાબિલે તારીફ રહી છે. જેમણે પોતાના પરિવાર પહેલા પ્રજાસેવાને પ્રાધાન્ય આપ્યું. આવા અનેક કમૅયોગીઓ છે, જેમણે લોકોને બચાવવા અથાક મહેનત કરી.

ત્રણ દિવસ સુધી એક જ જોડી કપડામાં

સંકલનની કામગીરીમાં રહેલા એક અધિકારીએ આ દિવસો દરમિયાન પ્રતિદિન એક હજાર કરતા પણ વધુ ફોન રિસિવ-કોલ કર્યા. તેઓ પોતે ત્રણ દિવસ સુધી એક જ જોડી કપડામાં આપદાગ્રસ્તોની સેવામાં ફરતા રહ્યા. કલેક્ટર કચેરીમાં તો પરિપત્ર જાહેર કરી કોઇ કર્મચારી, અધિકારીએ કચેરી ના છોડવા આદેશ કરવામાં આવ્યો. ડિઝાસ્ટર શાખાના સંકલનની કામગીરી નાયબ કલેક્ટર શ્રી વિવેક ટાંકને સોંપવામાં આવી હતી. તેના દ્વારા સર્વે, કેશડોલ્સ, ઘર વખરી નુકસાન માટે ૫૦૦ જેટલા કર્મચારીઓના નામ જોગ આદેશ કરવામાં આવ્યા હતા.

પાણીની બોટલ એકત્ર કરવાની કામગીરી જટીલ હતી

બીજી તરફ નાયબ કલેક્ટર ગીતા દેસાઇ અને અમિત પરમારે ફૂડ પેકટે અને પાણીની બોટલ માટે અન્ય જિલ્લાના તંત્ર સાથે સંકલન સાધ્યું, સામગ્રી વડોદરામાં સલામત રીતે લાવી વિતરિત કરાવી હતી. વિશેષતઃ પાણીની બોટલ એકત્ર કરવાની કામગીરી જટીલ હતી. છતાં, રાજ્ય સરકારના આદેશને પગલે સુચારૂ રીતે પાર પાડવામાં આવી હતી. વીજસૈનિકો, સફાઇ કામગીરી પણ અનન્ય રહી. જેમ જેમ પાણી ઓસરતા ગયા, તેમ તેમ સફાઇ, વીજળી સંબંધિત કામગીરી થતી ગઇ. શહેર પોલીસના જવાનો સસ્મિત જનસેવાના કાર્યમાં જોડાયા હતા.

આખી રાત ઓફિસ ખુલી રાખી આરટીજીએસની કામગીરી

કેશડોલ્સ અને ઘરવખરી સહાયની ચૂકવણી માટે આખી રાત ઓફિસ ખુલી રાખી આરટીજીએસની કામગીરી કરવામાં આવી હતી. સમગ્ર રાજ્યમાં સૌથી ઝડપી ચૂકવણી વડોદરામાં થઇ હતી. આમ, વડોદરાના સરકારી તંત્રના કર્મયોગીઓએ પોતાના પરિવાર પહેલા પ્રજાસેવાને પ્રાધાન્ય આપી રાહત અને બચાવની કામગીરી કરી હતી.

આ પણ વાંચો -- VADODARA : સિનિયર વકીલનું હિંસક હુમલામાં મોત, સુરક્ષાની માંગ ઉઠી

Tags :
andcollectorfamilyfloodfocusedhelpinOfficialsonOtherpeoplesSufferVadodara
Next Article