Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Vadodara : મરાઠી મહોલ્લામાં બે જૂથ વચ્ચે અથડામણ, 10 થી વધુ સામે FIR, 4 થી વધુની અટકાયત

Vadodara ના મરાઠી મહોલ્લામાં જૂથ અથડામણનો મામલો બે બાઇક વચ્ચે અકસ્માત થતા જૂથ અથડામણ થઈ બ્રજેશ કનુભાઈ અને મહોમ્મદ ફરીદ વચ્ચે બબાલ થઈ 10 થી વધુ સામે FIR, બંને જૂથનાં 4 થી વધુની અટકાયત વડોદરાનાં (Vadodara) નવાબજારમાં મરાઠી મહોલ્લામાં...
vadodara   મરાઠી મહોલ્લામાં બે જૂથ વચ્ચે અથડામણ  10 થી વધુ સામે fir  4 થી વધુની અટકાયત
  1. Vadodara ના મરાઠી મહોલ્લામાં જૂથ અથડામણનો મામલો
  2. બે બાઇક વચ્ચે અકસ્માત થતા જૂથ અથડામણ થઈ
  3. બ્રજેશ કનુભાઈ અને મહોમ્મદ ફરીદ વચ્ચે બબાલ થઈ
  4. 10 થી વધુ સામે FIR, બંને જૂથનાં 4 થી વધુની અટકાયત

વડોદરાનાં (Vadodara) નવાબજારમાં મરાઠી મહોલ્લામાં બે જૂથ વચ્ચે ભારે અથડામણ થઈ હતી. આ મામલે સામસામે ફરિયાદ થતાં પોલીસે કાર્યવાહી કરીને 10 થી વધુ લોકો સામે FIR નોંધી છે. જ્યારે બંને જૂથનાં 4 થી વધુ લોકોની અટકાયત કરી છે. વડોદરા પોલીસનાં ACP એમ.બી. ભોજાણીએ જણાવ્યું કે, આ અચાનક બનેલી ઘટના છે. કોઈ સુનિયોજિત કાવતરું નથી. હાલમાં વિસ્તારમાં શાંતિ છે.

Advertisement

આ પણ વાંચો - Surendranagar : ગુજરાત પોલીસે બહાદુર અને કર્મનિષ્ઠ અધિકારીને ગુમાવ્યા : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી

મરાઠી મહોલ્લામાં બે બાઇખ વચ્ચે અકસ્માત થતાં બબાલ

જણાવી દઈએ કે, વડોદરાનાં (Vadodara) નવાબજારમાં આવેલા મરાઠી મહોલ્લામાં (Marathi Mohalla) બે બાઇક વચ્ચે અકસ્માત થતાં બ્રજેશ કનુભાઈ અને મહોમ્મદ ફરીદ નામનાં બે શખ્સ વચ્ચે બોલાચાલી થતાં બબાલ થઈ હતી. બંને બાઈકચાલકોએ એકબીજા સાથે માથાકૂટ કરી હતી. ત્યાર બાદ આ ઝઘડામાં બે જૂથ સામસામે થયા હતા અને બંને જૂથ વચ્ચે ભારે અથડામણ થઈ હતી. આ ઘટનામાં એક વ્યક્તિને ઇજા પહોંચતા હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરાયો હતો. સ્થાનિક પોલીસ સ્ટેશનમાં બંને જૂથનાં લોકોએ સામસામે ફરિયાદ નોંધાવી હતી.

Advertisement

આ પણ વાંચો - Surendranagar : વધુ એક ગમખ્વાર અકસ્માત, હોમગાર્ડ જવાન સહિત 2 યુવકના મોત

Advertisement

10 થી વધુ સામે FIR, બંને જૂથનાં 4 થી વધુની અટકાયત

પોલીસે (Vadodara Police) કાર્યવાહી કરી આ મામલે 10 થી વધુ લોકો સામે FIR નોંધી છે. જ્યારે બંને જૂથનાં 4 થી વધુ લોકોની અટકાયત કરી છે. વડોદરા પોલીસનાં ACP એમ.બી. ભોજાણીએ જણાવ્યું કે, આ અચાનક બનેલી ઘટના છે. કોઈ સુનિયોજિત કાવતરું નથી. હાલમાં વિસ્તારમાં શાંતિ છે. તેમણે આગળ કહ્યું કે, તલવારથી કોઈ હુમલો થયો નથી. આ વાત તદ્દન ખોટી છે.

આ પણ વાંચો - Surendranagar : દારૂ ભરેલી કાર પકડવા જતાં ટ્રકની ટક્કરે SMC નાં PSI નું મોત, બે કોન્સ્ટેબલને ઇજા

Tags :
Advertisement

.