Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Vadodara: ભાયલીમાં ઘર પર ઝંડા લગાવવાની ઘટના મામલે સોસાયટી પ્રમુખ મેહુલ પટેલે કરી ખાસ સ્પષ્ટતા

ઝંડા લગાવવાની કમિટી તરફથી પરમિશન આપેલ છેઃ પ્રમુખ આ ઝંડા તારીખ 17/09/2024 ના રોજ ઉતારી પણ લેવામાં આવશેઃ પ્રમુખ તે કોઈ દેશનો નહીં પણ ધર્મનો ઝંડો હતોઃ જિલ્લા પોલીસ વડા Vadodara: વડોદરાના ભાયલીનીમાં ઘર પર ઝંડા લગાવવાની ઘટના સામે...
vadodara  ભાયલીમાં ઘર પર ઝંડા લગાવવાની ઘટના મામલે સોસાયટી પ્રમુખ મેહુલ પટેલે કરી ખાસ સ્પષ્ટતા
  1. ઝંડા લગાવવાની કમિટી તરફથી પરમિશન આપેલ છેઃ પ્રમુખ
  2. આ ઝંડા તારીખ 17/09/2024 ના રોજ ઉતારી પણ લેવામાં આવશેઃ પ્રમુખ
  3. તે કોઈ દેશનો નહીં પણ ધર્મનો ઝંડો હતોઃ જિલ્લા પોલીસ વડા

Vadodara: વડોદરાના ભાયલીનીમાં ઘર પર ઝંડા લગાવવાની ઘટના સામે આવી હતી. જે બાદ Vadodara શહેરમાં કોઈ અઘટિત ઘટના બને તે પહેલા શહેરીજનોએ પોલીસને જાણ કરી અને પોલીસ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી. આ મામલે પોલીસ વડાનું નિવેદન સામે આવ્યું છે. પોલીસ વડાના કહેવા પ્રમાણે તે ઝંડો કોઈ દેશનો નહીં પરંતુ ધર્મનો હોવાનું સામે આવ્યું છે. જોકે, અત્યારે ગણેશોત્સવ હોવાના કારણે તે ઝંડાને ઉતારી લેવામાં આવ્યા છે.

Advertisement

આ પણ વાંચો: VADODARA : ફ્લેટના ટેરેસ પર લાગેલા ઝંડાને લઇને જિલ્લા પોલીસવડાની સ્પષ્ટતા

સોસાયટી માટે સર્વ ધર્મ એક સન્માન છેઃ પ્રમુખ

આ મામલે સોસાયટી વાળાઓનું પણ નિવેદન સામે આવ્યું છે. એટલું જ નહીં પરંતુ પ્રમુખ મેહુલભાઈ પટેલે સોસાયટીના સર્વે મેમ્બરને જણાવ્યું કે, આપની સોસાયટીમાં બધા જ ધર્મના લોકો રહે છે અને આપણે આગળ પણ રામનવમી નો તહેવાર, પ્રાણ પ્રતિષ્ઠા અને અન્ય તહેવારોમાં આપણે ઝંડા લગાવવા માટે કમિટી તરફથી પરમિશન આપેલ હતી. અવેફરી એકવાર મુસ્લિમ ભાઈઓનો તહેવાર આવી રહ્યો છે. ઈદ-એ-મિલાદ તો આપને આ પર્વના પણ ઝંડા લગાવવાની કમિટી તરફથી પરમિશન આપેલ છે. આ ઝંડા તારીખ 17/09/2024 ના રોજ ઉતારી પણ લેવામાં આવશે. સોસાયટી માટે સર્વ ધર્મ એક સન્માન છે, અને બધા જ ધર્મ ના તહેવારો આપણે એક સાથે મળીને જ બનાવવાના છે તે પણ બધા મેમ્બરે વાત ધ્યાનમાં લેવી. સોસાયટીમાં રોશના ભરાય તેવી વાતોના કરવી અને બધા જ ભાઈઓ અને બહેનો હળી મળીને રહો તેવી આશા છે.

Advertisement

આ પણ વાંચો: ખોરજ ગામનો ઐતિહાસિક પગપાળા સંઘ અંબાજી જવા રવાના, શ્રી Sidhhi Group ના ચેરમેન મુકેશભાઈએ કરાવ્યું પ્રસ્તાન

તે કોઈ દેશનો નહીં પણ ધર્મનો ઝંડો હતોઃ પોલીસ વડા

Vadodara ના ભાયલીની ઘટના મુદ્દે પોલીસ વડાની પ્રતિક્રિયા સામે આવી છે. વિગતે વાત કરવામાં આવે તો પોલીસ વડાએ જણાવ્યું કે, ભાયલીમાં અર્બન 7 ટાવરોમાંઅરબી ઝંડા લગાવાયા હતા. જેથી સ્થાનિકોએ પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી દીધી હતી. વધુમાં જણાવ્યું કે, તે કોઈ દેશનો નહીં પણ ધર્મનો ઝંડો હતો. ઈદ-એ-મિલાદ હોવાથી ઝંડા લગાવ્યા હોવાનું જણવા મળ્યું છે. ગણેશોત્સવ ચાલી રહ્યો હોવાથી અત્યારે ઝંડા હટાવી લેવાયા છે અને શહેર પોલીસ તરફથી સતત પેટ્રોલિંગ ચાલી રહ્યું છે.

Advertisement

આ પણ વાંચો: Surat: પથ્થરમારાની ઘટના બાદ પોલીસ તંત્ર એકશનમાં, ઠેર ઠેર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો

Tags :
Advertisement

.