VADODARA : વડોદરાવાસીઓના વર્ષોના ઇંતેજારનો અંત નજીક
VADODARA : સ્માર્ટ સિટીની તર્જ પર વડોદરા (SMART CITY - VADODARA) નો વિકાસ કરવામાં આવી રહ્યો છે, તે સૌ કોઇ જાણે જ છે. આ વચ્ચે વડોદરાને વર્ષોથી કાયમી ચીફ ફાયર ઓફીસર (CHIEF FIRE OFFICER - VADODARA) ની ખોટ સાલી રહી છે. પરંતુ વર્ષોના ઇંતેજારનો અંત નજીક આવી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. તાજેતરમાં રાજ્યના મોટા તમામ શહેરોના ચીફ ફાયર ઓફીસરની ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે રાજ્ય સરકાર દ્વારા અરજી મંગાવવામાં આવી છે. જેના અનુસંધાને 14 નવેમ્બરના રોજ વધુ ડોક્યૂમેન્ટ વેરીફીકેશન કરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.
સૈનિક દ્વારા ગંભીર આરોપો મુકવામાં આવતા પાર્થ સસ્પેન્ડ
વડોદરામાં છેલ્લા કેટલાય સમયથી પાલિકામાં મહત્વનો હોદ્દો ગણાતા ચીફ ફાયર ઓફીસરની ખુરશી પર કામચલાઉ નિંમણુંક કરવામાં આવી રહી છે. હાલમાં વડોદરાના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફીસરનો ચાર્જ નિકુંજ આઝાદને સોંપવામાં આવ્યો છે. આ અગાઉ વડોદરાના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફીસર તરીકે પાર્થ બ્રહ્મભટ્ટને ચાર્જ સોંપવામાં આવ્યો હતો. પરંતુ ફાયર સૈનિક જોડે નશાની હાલતમાં માથાકુટ થતા મામલો પોલીસ મથક પહોંચ્યો હતો. અને આ ઘટનામાં ઇજાગ્રસ્ત સૈનિક દ્વારા ગંભીર આરોપો મુકવામાં આવતા પાર્થ બ્રહ્મભટ્ટને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો.
ટ્રેઇનીંગના સર્ટીફીકેટ બોગસ હોવાના પ્રાથમિક આરોપો મુકવામાં આવ્યા
પાર્થ બ્રહ્મભટ્ટને સસ્પેન્ડ કરી દીધા બાદ તેઓ દ્વારા રજુ કરવામાં આવેલી સ્પોન્સરશીપ શંકાના દાયરામાં આવી હતી. જેમાં પુનાની ટ્રેઇનીંગના સર્ટીફીકેટ બોગસ હોવાના પ્રાથમિક આરોપો મુકવામાં આવ્યા હતા. જો કે, આરોપો બાદ પણ પાલિકા તરફથી તે અંગે ઝીણવટભરી તપાસ કરવામાં આવી નથી, તેવું સુત્રોનું કહેવું છે. આ વચ્ચે 25 લાખ જેટલી વસ્તી ધરાવતા વડોદરાને નવી ચીફ ફાયર ઓફીસ મળે તે દિશામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જેના કારણે વર્ષોની આતુરતાનો અંત નજીકમાં હોવાનું માનવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો -- VADODARA : ગુરૂકૃપા હોટલના ઉત્તપમ-ઠંડાપીણામાંથી જીવાત નીકળવા મામલે કાર્યવાહી