VADODARA : ચાંદીપુરા વાયરસનો કહેર જારી, 8 દર્દીઓ સારવાર હેઠળ
VADODARA : વડોદરા (VADODARA) તથા આસપાસના જિલ્લાઓમાં ચાંદીપુરા વાયરસનો કહેર શમ્યો ન હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલની સ્થિતીએ એકલ-દોકલ કેસો સામે આવી રહ્યા છે. પરંતુ અત્યાર સુધીની સ્થિતી ચિંતાજનક હોવાનું માનવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણોથી પોઝીટીવ કેસ સુધી તમામની સારવાર માટે એસએસજી હોસ્પિટલનું તંત્ર સજ્જ છે. હાલ સ્થિતી કંટ્રોલમાં છે તેવું તબિબનું કહેવું છે.
સારવારની તમામ સુવિધાઓ ઉપલબ્ધ
વડોદરામાં મધ્યગુજરાતની સૌથી મૌટી સરકારી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલ આવેલી છે. હાલ ચાંદીપુરા વાયરસની સ્થિતીને જોતા હોસ્પિટલમાં બાળ દર્દીઓ માટે સારવારની તમામ સુવિધાઓ અહિંયા ઉપલબ્ધ છે. વડોદરા તથા અન્ય જિલ્લાઓમાંથી શંકાસ્પદ ચાંદીપુરા સાથે દર્દીઓ એસએસજી હોસ્પિટલમાં આવી રહ્યા છે. જે તમામને સારવાર આપવામાં આવી રહી છે. હાલ 8 દર્દીઓ સારવાર હેઠળ છે, તે પૈકી 2 ICU માં સારવાર લઇ રહ્યા છે. બાકીના 6 બાળકો સાજા થતા વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા છે, તેમ તબિબે જણાવ્યું છે.
60 - 80 ટકા કેસોમાં મૃત્યુ
ડો. રિંકી શાહ જણાવે છે કે, શંકાસ્પદ ચાંદીપુરાના 33 દર્દીઓ અત્યાર સુધી આવ્યા હતા. તેમાંથી 6 દર્દીઓ ચાંદીપુરા પોઝીટીવ હોવાનું ટેસ્ટમાં જાણવા મળ્યું હતું. 18 બાળ દર્દીઓના અવસાન થયા છે. અને હાલ 8 દર્દીઓ સારવાર હેઠળ છે, તે પૈકી 2 ICU માં સારવાર લઇ રહ્યા છે. બાકીના 6 બાળકો સાજા થતા વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. 7 બાળકોને રજા આપવામાં આવી છે. ચાંદીપુરાની તિવ્રતા અને બાળકની રોગપ્રતિકારક શક્તિના આધારે તેની ગંભીરતા નક્કી કરી શકાય છે. એકંદરે ચાંદીપુરા વાયરસ તિવ્ર હોય છે. 60 - 80 ટકા કેસોમાં મૃત્યુ થતા હોય છે. આ એક વાહક જન્ય રોગ છે. ચાંચડ (સેન્ડ ફ્લાય) ના કરડવાથી ફેલાય છે. વરસાદ પહેલા અને વરસાદના સમયે જ આ વાયરસના કેસો જોવા મળતા હોય છે. ચાંચડ ભેજવાળા વાતાવરણમાં, દુષિત અને અંધારી જગ્યાએ તેનો ફેલાવો કરતી હોય છે. અત્યારે એકલ-દોકલ કેસ આવતા હોય છે. હાલ સ્થિતી કંટ્રોલમાં છે, તેમ કહી શકાય.
આ પણ વાંચો -- Gondal: ડૉક્ટર વિના હોસ્પિટલ શું કામની? દવા કરાવવા આવ્યા તો ખબર પડી કે, ‘સાહેબ તો છે જ નહીં’