Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : ST ડેપોને દિવાળી ફળી, રૂ. 22 લાખની વધુ આવક થઇ

VADODARA : એસટી વિભાગ દ્વારા 450 થી વધુ ટ્રીપો દોડાવાઇ હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. આ ટ્રીપમાં 15 હજારથી વધુ મુસાફરોએ મુસાફરી કરી છે
vadodara   st ડેપોને દિવાળી ફળી  રૂ  22 લાખની વધુ આવક થઇ

VADODARA : વડોદરાના એસટી ડેપો (VADODARA CENTRAL ST BUS DEPOT) પર દિવાળી ટાણે મુસાફરોની વધારે ભીડ જોવા મળતી હોય છે. આ ઘસારાને પહોંચી વળવા માટે એસટી વિભાગ દ્વારા વિશેષ બસ મુકવામાં આવે છે. ત્યારે વિતેલા ત્રણ દિવસમાં વડોદરાના એસટી ડેપોને રૂ. 22.23 લાખની વધુ આવક થઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. આમ. એસટી વિભાગની દિવાળી ફળી હોવાનું ફલિત થઇ રહ્યું છે. લાભપાંચમ બાદ સુધી આ ઘસારો રહેનાર હોવાથી આવકનો આંક બમણો થાય તો નવાઇ નહીં.

Advertisement

વિભાગ દ્વારા 450 થી વધુ ટ્રીપો દોડાવાઇ

મધ્ય ગુજરાતમાં વડોદરાનું એસટી બસ ડેપો મહત્વનું સ્થાન ધરાવે છે. આસપાસના જિલ્લાઓમાં અવર-જવર માટે વડોદરાનું સેન્ટ્રલ એસટી ડેપો અગત્યનું છે. જેના કારણે સામાન્ય દિવસોમાં પણ હજારોની સંખ્યામાં મુસાફરોની ચહલ-પહલ રહેતી હોય છે. ત્યારે દિવાળી ટાણે મુસાફરોનો ભારે ઘસારો જોવા મળે છે. આ ઘસારાને પહોંચી વળવા માટે એસટી વિભાગ દ્વારા અગિયારસથી જ ક્રમશ બસોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો હતો. જેમાં અત્યાર સુધી એસટી વિભાગ દ્વારા 450 થી વધુ ટ્રીપો દોડાવાઇ હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. આ ટ્રીપમાં 15 હજારથી વધુ મુસાફરોએ મુસાફરી કરી છે. જેના થકી એસટી વિભાગને રૂ. 22.23 લાખની વધુ આવક થવા પામી છે.

મુસાફરોની ભીડ અનુસાર રૂટ પરની બસો મુકાશે

એસટી વિભાગ દ્વારા લાભચપાંચમ સુધી વધુ બસો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યાર બાદ મુસાફરોની ભીડ અનુસાર રૂટ પરની બસો મુકવામાં આવનાર હોવાનું વિભાગીય સુત્રો જણાવી રહ્યા છે. ત્યાં સુધીમાં આ આવકનો આંક બમણો થાય તો બિલકુલ નવાઇ પમાડવા જેવું નથી. આમ, દિવાળીના દિવસો એસટી વિભાગને ફળ્યા છે. અને આવકમાં વધારો નોંધાયો છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : જાહેર રોડ પર તમાશો કર્યા બાદ પોલીસ મથકમાં કાન પકડી લીધા

Advertisement
Tags :
Advertisement

.