Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : પોક્સો કેસના આરોપીએ જેલની બેરેકમાં જીવન ટુંકાવ્યું

VADODARA : વડોદરા (VADODARA) ની મધ્યસ્થ જેલ (CENTRAL JAIL) માં સજા કાપતા પોક્સો કેસના આરોપીએ આજે સવારે ગળે ફાંસો ખાઇને જીવન ટુંકાવ્યું હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતા આરોપીના મૃતદેહને વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ અર્થે લાવવામાં આવ્યો...
vadodara   પોક્સો કેસના આરોપીએ જેલની બેરેકમાં જીવન ટુંકાવ્યું

VADODARA : વડોદરા (VADODARA) ની મધ્યસ્થ જેલ (CENTRAL JAIL) માં સજા કાપતા પોક્સો કેસના આરોપીએ આજે સવારે ગળે ફાંસો ખાઇને જીવન ટુંકાવ્યું હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતા આરોપીના મૃતદેહને વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ અર્થે લાવવામાં આવ્યો હતો. જ્યાં તેનું પોસ્ટ મોર્ટમ હાથ ધરવામાં આવનર છે. આરોપીએ વર્ષ 2009 માં ગુનો આચર્યો હોવાનું સુત્રોએ જણાવ્યું છે.

Advertisement

મૃતદેહને વધુ તપાસ અર્થે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો

વડોદરાની મધ્યસ્થ જેલને મધ્ય ગુજરાતની સૌથી મોટી જેલ ગણવામાં આવે છે. આ જેલમાં આજે ચોંકાવનારી ઘટના સામે આવવા પામી છે. આજે સવારે 4 વાગ્યા પહેલા બેરેકના વોશરૂમમાં પોક્સો કેસના આરોપી સંજય બારીયાએ ગળે ફાંસો ખાઇને જીવન ટુંકાવી લીધું હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતા જ જેલ પ્રસાશન દોડતું થયું છે. અને મૃતદેહને વધુ તપાસ અર્થે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો છે. સુત્રોના જણાવ્યા અનુસાર, સંજય બારીયાએ વર્ષ 2019 માં 8 વર્ષની બાળકી પર દુષકર્મ આચર્યું હતું. તે મામલે ફરિયાદ નોંધાઇ હતી. અને વર્ષ 2022 માં કોર્ટે આરોપીને સજા ફટકારી હતી.

Advertisement

ગઇ કાલ સુધી મૃતકનું કોઇ પણ અલગ વર્તન જોવા મળ્યું ન્હતું

સમગ્ર મામલે એસીપી રાઠવાએ માહિતી આપતા જણાવ્યું કે, સંજયભાઇ છત્રસિંહ બારીયા સામે વાઘોડિયા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. આજે સવારે 2 - 4 વાગ્યા દરમિયાન તેમણે જેલની બેરેકમાં વોશરૂમમાં અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું હતું. જેલ પ્રસાશન સાથે વાત થયા અનુસાર, આરોપીઓનું જેલમાં મેડીકલ ચેકીંગ હાથ ધરવામાં આવતું હોય છે. ગઇ કાલ સુધી મૃતકનું કોઇ પણ અલગ વર્તન જોવા મળ્યું ન્હતું. તેમનો વ્યવહાર સામાન્ય હતો. પોક્સોના કેસમાં આરોપીને સજા પડી હતી.

આ પણ વાંચો -- VADODARA : રજુઆત છતાં કાર્યવાહી નહી થતા મોટું ઝાડ પડ્યું, ત્રણ ઇજાગ્રસ્ત

Advertisement

Tags :
Advertisement

.