VADODARA : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘદૃષ્ટિ અને કલ્પનાને સાકાર કરતું "સેન્ટ્રલ બસ પોર્ટ"
VADODARA : વડોદરા (VADODARA) માં એવી તો કંઈ જગ્યા છે જ્યાં એક વર્ષમાં વડોદરા શહેર અને જિલ્લાની અંદાજિત કુલ વસતી થી સાડા પાંચ ગણા લોકોની અવર જવર થાય છે ? માથું ના ખંજવાળો એ જગ્યા છે વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશન અને આધુનિક દેખાવ પ્રમાણે આધુનિક ભાષામાં વડોદરા સેન્ટ્રલ બસ પોર્ટ (VADODARA CENTRAL DEPOT).
આલીશાન દેખાવ અને પ્રમાણસર ની પ્રવાસી સુવિધાઓ
અહીં મુંઝાવ મા. જ્યાં વિમાન આવે એ એરપોર્ટ. અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી (PM NADENDRA BHAI MODI) ની કલ્પના શીલતા અને વિઝન તથા એને સાકાર કરવાની મક્કમતા થી એરપોર્ટ જેવો આલીશાન દેખાવ અને પ્રમાણસર ની પ્રવાસી સુવિધાઓ થી સજ્જ, માર્ગ પરિવહન બસ સેવાઓ નું જે વિરામ સ્થળ બન્યું એ બસ પોર્ટ.
બે બસ પોર્ટ મળ્યા
ક્યારેક ગુજરાતમાં ખખડધજ દેખાવ વાળા બસ ડેપો હતા.આજે અદ્યતન અને કોર્પોરેટ લુક ધરાવતા બસ પોર્ટ છે જેની શરૂઆત વડોદરા થી થઈ હતી.પી.પી.પી. ની વિભાવના ના ગુજરાતમાં જે અનેક નવા પ્રયોગો થયા એમાં આધુનિક બસ પોર્ટસ નો અગ્ર સ્થાને સમાવેશ થાય છે.વડોદરા ને તો સેન્ટ્રલ ઉપરાંત મકરપુરા,એમ બે બસ પોર્ટ મળ્યા છે.
પાર્ટનર સંસ્થા પ્રવાસી સુવિધાઓ ની જાળવણી અને સંચાલન કરે છે
વડોદરા બસ પોર્ટનું સંચાલન બે સંસ્થાઓ વચ્ચે વિભાજિત છે.પી.પી.પી.પાર્ટનર સંસ્થા પ્રવાસી સુવિધાઓ ની જાળવણી અને સંચાલન કરે છે.જ્યારે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ એટલે કે એસ.ટી.કોર્પોરેશન અહીં થી રાજ્યના ખૂણે ખૂણે અને મહારાષ્ટ્ર,મધ્ય પ્રદેશ અને રાજસ્થાન જેવા રાજ્યોમાં પહોંચાડતી બસ સેવાઓનું સંચાલન અને પ્રવાસી સુવિધાઓ ની જાળવણીનું નિરીક્ષણ કરે છે.
1.60 લાખથી વધુ પ્રવાસીઓ ના પગલાં અહીં પડે છે
વડોદરા બસ પોર્ટની કેટલીક વિશેષતાઓ જાણવા જેવી છે.આ જગ્યાએ સામાન્ય દિવસોમાં દૈનિક સરેરાશ ૪૫ હજાર પ્રવાસીઓ ની અને દિવાળી સહિતના તહેવારોમાં ૫૦ હજાર કે તેથી વધુ પ્રવાસીઓ ની અવર જવર રહે છે.એનો ગુણાકાર કરીએ કે ત્રીરાશી માંડીએ તો મહિનામાં સરેરાશ ૧૩.૫૦ લાખ અને એને ૧૨ થી ગુણીએ તો અંદાજે વાર્ષિક ૧ કરોડ ૬૦ લાખથી વધુ પ્રવાસીઓ ના પગલાં (footfalls) અહીં પડે છે. હવે વડોદરા શહેર - જિલ્લાની વસતીનો અંદાજ ૩૦ લાખ મૂકીએ, તો વસતી થી લગભગ સાડા પાંચ ગણા લોકો થી આ જગ્યા ઉભરાય છે.ક્યારેક કહેવત હતી કે બ્રિટીશ સલ્તનત નો સૂરજ કદી આથમતો નથી.મહાત્મા અને ક્રાંતિવીરોએ એ સૂરજ ને તો આથમવા ની ફરજ પાડી.પરંતુ વડોદરા બસ પોર્ટ ક્યારેય નિર્જન રહેતું નથી અને એ રીતે એનો સૂરજ કદી આથમતો નથી એવું કહી શકાય.
બસ પોર્ટના પરિસરમાં જ આખું બજાર ધમધમે
બસ ડેપોનો ઇતિહાસ ઉલેચીએ તો જણાશે કે ગુજરાતમાં બસ ડેપો તો રાજ્ય સ્થાપનાની સાથે જ બનવા માંડ્યા હતા.પરંતુ નરેન્દ્રભાઈ ના વિઝનને લીધે એ ડેપો હવે બસ પોર્ટ બન્યા છે. લોકો આસપાસના ગામોમાંથી વડોદરા ખરીદી કરવા આવે છે.એમને બસમાં થી ઉતરી શહેરમાં ખરીદી કરવા જવું પડે. હવે બસ પોર્ટના પરિસરમાં જ આખું બજાર ધમધમે છે.એટલે પ્રવાસી ધારે તો આ જગ્યાએ થી જરૂરી ખરીદી કરીને પોતાને ગામ પાછો ફરી શકે.
બસ પોર્ટના થિએટર માં મૂવી જોઈને પાછો જઈ શકે
કોઈ પ્રવાસી બસ પોર્ટ પર ઉતરે અને એને જ્યાં જવાનું છે એ જગ્યાની બસ પાંચેક કલાક પછી મળતી હોય તો એની પાસે બસ પોર્ટના મલ્ટી પ્લેક્સમાં મૂવી જોવાનો વિકલ્પ પણ છે.અરે! વડોદરા રેલવે સ્ટેશન પર કોઈ પ્રવાસીને ૮ થી ૧૦ કલાક અન્ય ટ્રેનની રાહ જોવાની હોય તો એ બસ પોર્ટના થિએટર માં મૂવી જોઈને પાછો જઈ શકે. અને બીજી ખાસ વાત,મલ્ટી પ્લેક્ષની સુવિધા તો વડોદરા એરપોર્ટ પર પણ નથી.
પથારી સહિત ના વિશ્રામ ખંડ
નિગમ અને પાર્ટનર સાથે મળીને અહીં પ્રવાસીઓ માટે અદ્યતન સુવિધાઓ વિકસાવવા પ્રયત્નશીલ છે.વોલ્વો ના પ્રવાસીઓ માટે વાતાનુકુલ પ્રતીક્ષા ખંડ બનાવવામાં આવ્યો છે.તો લાંબા અંતરની બસોના વાહન ચાલકો અને કંડકટરો આરામ કરી શકે તે માટે પથારી સહિત ના વિશ્રામ ખંડ છે.
સી.સી.ટીવી નેટવર્ક કાર્યરત
નારી સશક્તીકરણ ની આગવી પહેલો નરેન્દ્રભાઈ ના ગુજરાત શાસનકાળમાં થઈ.તેના પગલે હવે ગુજરાતની એસ.ટી.બસોમાં દીકરીઓ કન્ડક્ટર ની ફરજ બજાવતી જોવા મળે છે.એમના સુરક્ષિત રોકાણ માટેની જુદી સુવિધાઓ છે.બસ પોર્ટ પર સુરક્ષા બંદોબસ્ત વધારવામાં આવ્યો છે.સી.સી.ટીવી નેટવર્ક કાર્યરત છે.૨૦ જેટલા પ્લેટફોર્મ વ્યવસ્થિત રીતે બનાવવામાં આવ્યા છે.વિદ્યાર્થી બસ પાસ,પ્રવાસી આરક્ષણ સહિત ની જરૂરી સુવિધાઓ છે અને શક્ય તેટલું કોમ્યુટરિકરણ કરવામાં આવ્યું છે.
અનેક સુવિધાઓથી ભરપૂર
૫૭૨૩ ચોરસ મીટર જમીનમાં ખડા કરવામાં આવેલા આ બસ પોર્ટમાં મુસાફરો ને બસમાં બેસવા માટે ૨૦,આવેલી બસોમાં થી ઉતારવા માટે ૫ અને અનામત ૧૦ પ્લેટફોર્મ રાખવામાં આવ્યા છે.જાહેર પ્રસારણ વ્યવસ્થા,પ્રવાસી માહિતી કેન્દ્ર, સામાન સાચવણી માટે કલોક રૂમ,ડિજિટલ ડીસ પ્લે સાથે ટાઇમ ટેબલ,વ્હીલ ચેર, લગેજ ટ્રોલી,બેઠક વ્યવસ્થા,અલ્પાહાર ગૃહ જેવી સગવડો ઉપરાંત રિટેલ સુપર માર્કેટ,શોપિંગ મોલ,ફૂડ કોર્ટ/ ફૂડ પ્લાઝા,કચેરીઓ અને શો રૂમ પણ છે.
વ્યસન મુક્ત રાખવાની કાળજી લેવાઈ
બીજી એક ખાસિયત એ છે કે બસ પોર્ટ સામાજિક પ્રવૃત્તિઓ અને સમાજ સેવાનું કેન્દ્ર બન્યું છે.એન.જી. ઓ.ની મદદથી પરિસર ને વ્યસન મુક્ત રાખવાની કાળજી લેવાઈ રહી છે.વ્યસન મુક્તિ કેમ્પ યોજવામાં આવે છે.પ્લાસ્ટિક કચરાના રિસાયક્લિંગ ની સુવિધા છે.સ્વચ્છ બસ પોર્ટની કાળજી લેવામાં આવે છે.
સ્વ સહાય જૂથો ના ઉત્પાદનોના વેચાણની સગવડ
એક ટ્રસ્ટ ના સહયોગથી દરરોજ સાંજે બસો જેટલા પ્રવાસીઓ ને વિનામૂલ્યે ભોજન આપવામાં આવે છે.દર પૂનમે પવિત્ર હવન યોજીને સાત્વિકતા નો સંચાર કરવામાં આવે છે.સમયાંતરે રક્ત દાન કેમ્પ યોજવામાં આવે છે.મહિલા સ્વ સહાય જૂથો ના ઉત્પાદનોના વેચાણની સગવડ આપવામાં આવે છે.મહિલા અધિકાર અને આરોગ્ય કેમ્પ યોજવામાં આવે છે તો વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવે છે.આ સમાજ ઉપયોગી અને સમાજ જાગૃતિની પ્રવૃત્તિઓ ના આયોજનમાં પી.પી.પી.પાર્ટનર ક્યૂબ કન્સ્ટ્રકશન એન્જિનિયરિંગ લિમિટેડનું યોગદાન છે. જૂની ઢબના ડેપોમાં જે ન હતું,જેની કલ્પના અશક્ય હતી,એવું ઘણું બધું અદ્યતન બસ પોર્ટમાં છે કારણ કે તેની રચના પાછળ નરેન્દ્રભાઇ નું વિઝન છે. પછી ફરક તો વર્તાય જ ને!!!
આ પણ વાંચો -- VADODARA : 11 હજાર ફૂટ ઉંચાઇએ બિરાજમાન કેદારનાથ મહાદેવના મંદિરને ફૂલોથી સુશોભિત કરાયું