Vadodara: લક્ષ્મી વિલાસ પેલેસના હેરિટેજ ગરબામાં ખેલૈયાઓ વચ્ચે મારામારી
- હેરિટેજ ગરબામાં ખેલૈયાઓ વચ્ચે થઈ મારામારી
- ખેલૈયાઓના ગ્રુપ વચ્ચે ચાલુ ગરબાએ મારામારી થઈ
- મારામારી થતાં લોકોએ વચ્ચે પડી છોડાવ્યા
Vadodara: ગુજરાતમાં નવરાત્રિની ભારે ઉત્સાહ સાથે ઉજવણીઓ થઈ રહીં છે. રાજ્યમાં અનેક જગ્યાએ પાર્ટી પ્લોટમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. એક પાર્ટી પ્લોટમાં હજારોની સંખ્યામાં લોકો ગરબે રમવા માટે આવતા હોય છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો આટલી મોટી સંખ્યામાં લોકો ગરબે રમવા માટે આવે છે તો ક્યાંક છમકલું પણ થતું હોય છે. નોંધનીય છે કે, વડોદરા (Vadodara)ને ગુજરાતની સંસ્કારી નગરી કહેવામાં આવે છે. પરંતુ સંસ્કારી નગરીમાં યોજાતા એક ગરબા પાર્ટી પ્લોટમાં મારામારી થઈ હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો: Surat: આયોજકો અને કલાકારો વચ્ચે થઈ માથાકૂટ, ઝણકાર ગરબા બંધ થતા ખેલૈયાઓ નિરાશ
લક્ષ્મી વિલાસ પેલેસના હેરિટેજ ગરબામાં થયો વિવાદ
વિગતે વાત કરવામાં આવે તો, વડોદરા (Vadodara)ના લક્ષ્મી વિલાસ પેલેસના હેરિટેજ ગરબામાં વિવાદ થયો હોવાનું સામે આવ્યું છે. વડોદરાના હેરિટેજ ગરબામાં ખેલૈયાઓ વચ્ચે મારામારી થઈ છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે ખેલૈયાઓના ગ્રુપ વચ્ચે ચાલુ ગરબાએ મારામારી થઈ હતી. ગરબા વચ્ચે મારામારી થતાં લોકોએ વચ્ચે પડી છોડાવ્યાં હતાં. નોંધનીય છે કે, મારામારીની ઘટના બાદ આયોજકો પણ દોડી આવ્યાં હતાં.
આ પણ વાંચો: Jamnagar ના Kadiyawad વિસ્તારમાં સુવિખ્યાત સળગતી ઈંઢોણી રાસ, જુઓ આ Video
સંસ્કારી નગરીમાં ગરબા વચ્ચે થઈ મારામારી
આખરે શા માટે વિવાદ થયો અને મારામારી થઈ તે અંગે અત્યારે કોઈ કારણ સામે આવ્યું નથી. વડોદરા (Vadodara)માં થતા ગરબામાં બે દિવસ પહેલા પણ ગેટ પાસ અંગે વિવાદ સામે આવ્યો હતો. એક યુવતીને પાસ ખોવાઈ ગયો હોવાથી તે પાસને ફરી કઢાવવા માટે બીજા 1000 રૂપિયા માંગ્યા હોવાનું સામે આવ્યું હતું. તે અંગે વીડિયો બનાવીને યુવતીએ સોશિયલ મીડિયામાં વાયરલ પણ કર્યો હતો.
આ પણ વાંચો: Banaskantha: ત્રિશુલિયા ઘાટ પર થયેલા અકસ્માતમાં નવો વળાંક, ‘ડ્રાઈવર રીલ બનાવતો હતો’ - ઘાયલ મુસાફરો