ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : BJP કોર્પોરેટરના પુત્ર સહિત 5 યુવાનો સામે સનસનીખેજ આરોપ

VADODARA : વડોદરા (VADODARA) માં ભાયલી ગેંગ રેપની ઘટનાના થોડાક દિવસો બાદ ભાજપના કોર્પોરેટ (BJP CORPORATOR) ના પુત્ર સહિત પાંચ યુવાનોએ મળીને સગીરાના બે વર્ષ પહેલાના વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હોવાનો મામલો પોલીસ મથક પહોંચ્યો હતો. જે મામલે પીડિતાની...
10:51 AM Oct 16, 2024 IST | PARTH PANDYA

VADODARA : વડોદરા (VADODARA) માં ભાયલી ગેંગ રેપની ઘટનાના થોડાક દિવસો બાદ ભાજપના કોર્પોરેટ (BJP CORPORATOR) ના પુત્ર સહિત પાંચ યુવાનોએ મળીને સગીરાના બે વર્ષ પહેલાના વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હોવાનો મામલો પોલીસ મથક પહોંચ્યો હતો. જે મામલે પીડિતાની માતાએ ફરિયાદ નોંધાવી છે. તાજેતરમાં આ મામલે યુવતિ દ્વારા દુષ્કર્મનો સનસનીખેજ આરોપ પણ મુકવામાં આવતા રાજકીય મોરચે ખળભળાટ મચી જવા પામ્યો છે. હાલ પીડિતાનું કોર્ટ સમક્ષ નિવેદન લેવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. જો કે, હાલ આ મામલે જેમની સંડોવણીનો આરોપ છે તેવા ભાજપ કોર્પોરેટરનો પુત્ર તથા અન્ય એક યુવક વિદેશ હોવાનું જાણવા મળી રહ્યું છે.

વીડિયો યુવાનો દ્વારા ગ્રુપ બનાવીને એકબીજાને મોકલ્યા હતા

સમગ્ર મામલે પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, યુવતી સગીરા હતી તે દરમિયાન વર્ષ 2021 થી લઇને 2023 સુધી તેણીને અલગ અલગ મિત્રો પાવાગઢ પાસે લઇ ગયા હતા. દરમિયાન તેણીની સાથે બીભત્સ વર્તન કરવામાં આવ્યું હતુ. અને તેનો વીડિયો ઉતારવામાં આવ્યો હતો. આ વીડિયો યુવાનો દ્વારા ગ્રુપ બનાવીને એકબીજાને મોકલ્યા હતા. આ મામલામાં ભાજપના કોર્પોરેટર ઘનશ્યામ પટેલના પુત્ર સહિત પાંચ યુવાનોની સંડોવણી હોવાનું હાલ તબક્કે સામે આવવા પામ્યું છે. આ મામલો તાજેતરમાં વડોદરાના મકરપુરા પોલીસ મથકે પહોંચ્યો હતો. જ્યાં બે વર્ષ પહેલાના વીડિયો શેર કરી વાયરલ કરવાની ધમકી આપી હોવા અંગેની ફરિયાદ નોંધવામાં આવી હતી.

કોર્ટ સમક્ષ નિવેદન લેવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી

સુત્રોના જણાવ્યા અનુસાર, આ મામલે પીડિતા દ્વારા દુષ્કર્મનો સનસનીખેજ આરોપ લગાડવામાં આવ્યો છે. જે બાદ તેણીનું કોર્ટ સમક્ષ નિવેદન લેવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર, કોર્ટ સમક્ષ નિવેદન બાદ નવી ફરિયાદ દાખલ કરવી કે પછી જુની ફરિયાદમાં દુષ્કર્મની કલમનો ઉમેરો કરવો તે અંગેનો નિર્ણય લેવામાં આવશે. જો કે, આ મામલે કોર્પોરેટરે મીડિયાને જણાવ્યું કે, આ મામલે રાજકારણ પ્રેરીત છે. હાલ દિકરો લંડનમાં છે. અને આ મામલે તેની કોઇ સંડોવણી નથી.

પીડિતાના પરિવારે હિંદુ સંગઠનોનો સંપર્ક કર્યો હતો

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ આ મામલે સગીરા દ્વારા મકરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા બાદ તપાસ નિષ્ક્રિય જણાઇ હતી. ત્યાર બાદ પીડિતાના પરિવારે હિંદુ સંગઠનોનો સંપર્ક કર્યો હતો. હિંદુ સંગઠનોએ દરમિયાનગીરી કરતા આખરે મામલે પોલીસ તપાસ વેગવંતી બની છે. હવે આ મામલે આગળ શું થાય છે તેવા પર સૌ કોઇની નજર રહેશે.

આ પણ વાંચો -- અમદાવાદ સાયબર ક્રાઈમે ડિજિટલ અરેસ્ટના નામે ચાલતી ઠગાઇના આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ કર્યો

Tags :
BJPCorporatorfiveincludingMattermisbehaveOtherspolicereachstationVadodaraVideoViral
Next Article