VADODARA : બર્થડેની ઉજવણીમાં સીનસપાટા કરનાર યુવકે પોલીસ મથકમાં કાન પકડ્યા
VADODARA : તાજેતરમાં વડોદરા (VADODARA) ના સોશિયલ મીડિયા સર્કલ (SOCIAL MEDIA CIRCLE) માં જાહેરમાં બર્થડે પાર્ટીની ઉજવણીનો (BIRTHDAY PARTY CELEBRATION) વીડિયો ભારે વાયરલ (VIRAI VIDEO) થયો હતો. આ વીડિયોમાં યુવક કટાર વડે કેક કાપી રહ્યો હતો. અને પાછળ ફટાકટા ફુટતા હોવાનું નજરે પડ્યું હતું. ઘટનાનો વીડિયો વાયરલ થતા પોલીસ એક્ટીવ થઇ હતી. અને યુવકની શોધખોળ હાથ ધરી હતી. યુવકની તપાસ કરતા પોલીસ ગદાપુરાના સ્લમ ક્વાટર્સ સુધી પહોંચી હતી. અને તેને શોધી કાઢ્યો હતો. બાદમાં પોતાનું ભૂલનું ભાન થતા યુવકો કાન પકડી લીધા હતા. સુત્રોના જણાવ્યા અનુસાર, પોલીસે યુવક સામે જીપી એક્ટની 135 ની કલમ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ વીડિયો યુવકે સીનસપાટા કરવા માટે બનાવ્યો
વડોદરાના સોશિયલ મીડિયા સર્કલ પર પોલીસની નજર રહેતી હોય છે. તાજેતરમાં વડોદરાના સોશિયલ મીડિયા સર્કલમાં એક યુવકનો વીડિયો ભારે વાયરલ થયો હતો. યુવક કારના બોનેટના આગળના ભાગે બેસીને કટાર વડે કેક કાપી રહ્યો હતો. અને તેની પાછળ ફટાકડા ફૂટી રહ્યા હોવાનું વીડિયોમાં જોવા મળ્યું હતું. આ વીડિયો યુવકે સીનસપાટા કરવા માટે બનાવ્યો હોવાની લોકચર્ચા છે. ત્યારે વીડિયો વાયરલ થતા પોલીસે યુવકની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન યુવકને શોધતા શોધતા પોલીસ ગદાપુરાના સ્લમ ક્વાટર્સ સુધી આવી પહોંચી હતી. અને આ કૃત્ય કરનાર હિમાલય ઉર્ફે વિશાલ સંગીતભાઇ જાદવની અટકાયત કરી હતી.
કાયદાનું ભાન થતા જ યુવકે પોતાના બંને કાન પકડી લીધા
24, ઓક્ટોબરના રોજ પોતાની બર્થડે હોવાથી આ કૃત્ય કર્યું હોવાનું યુવકે કબુલ્યું હતું. ત્યાર બાદ પોલીસે તેની પાસેથી કેક કાપવા માટે લીધેલી કટાર (13.5 ઇંચ) જપ્ત કરી હતી. અને તેને કાયદાનું ભાન કરાવ્યું હતું. કાયદાનું ભાન થતા જ યુવકે પોતાના બંને કાન પકડી લીધા હતા. સુત્રોના જણાવ્યા અનુસાર, પોલીસે યુવક સામે જીપી એક્ટની 135 ની કલમ અનુસાર વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની ત્વરિત કાર્યવાહીને પગલે આ પ્રકારનું કૃત્ય કરનારા તત્વોમાં ભારે ફફડાટની લાગણી વ્યાપી જવા પામી છે. તો બીજી તરફ લોકો પોલીસની ત્વરિત કાર્યવાહીની સરાહના કરતા નજરે પડી રહ્યા છે.
આ પણ વાંચો -- VADODARA : ખંડેરાવ માર્કેટ પાસે મીઠાઇની દુકાનોનું ભારે દબાણ, લોકો સાથે રકઝક