VADODARA : ગેંગ રેપ કેસમાં મોબાઇલ શોધવા અંડર વોટર કેમેરા થકી નદીમાં તપાસ, SIT તૈનાત
VADODARA : વડોદરા (VADODARA) ના ભાયલી ગેંગ રેપ કેસ (BHAYLI GANG RAPE CASE) માં મોબાઇલ શોધવા માટે વડોદરા ફાયર વિભાગ દ્વારા અંડર વોટર કેમેરા કામે લગાડવામાં આવ્યા છે. આરોપીએ પીડિતાનો મોબાઇલ વિશ્વામિત્રી નદીમાં નાંખ્યો હોવાની કેફીયત રજુ કરતા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આજે સવારે વડોદરા તાલુકા પોલીસ મથકે ફાયર વિભાગની ટીમ સ્પીડ બોટ સાથે તૈનાત કરી દેવામાં આવી હતી. એસઆઇટી, વડોદરા ગ્રામ્ય પોલીસ અને વડોદરા ફાયર વિભાગ દ્વારા સંયુક્ત કામગીરી કરવામાં આવી રહી છે.
મોડી રાત્રે આરોપીઓના નિવાસ સ્થાને જઇને પુરાવાઓ એકત્ર કરવામાં આવ્યા
સંસ્કારી નગરી વડોદરાને કલંકિત કરતી ઘટના નવરાત્રીના બીજા નોરતે સામે આવી હતી. રાત્રીના સમયે ભાયલી વિસ્તારમાં વિશેષ સમુદાયના ત્રણ નરાધમો દ્વારા સગીરા પર ગેંગ રેપ આચરવામાં આવ્યું હતું. જઘન્ય અપરાધના 48 કલાકમાં જ વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તાંદલજાનાં રહેવાસી મુન્ના અબ્બાસ વણઝારા, મુમતાઝ વણઝારા અને શાહરૂખ બનજારા આરોપીઓને દબોચી લેવામાં આવ્યા હતા. ગતરોજ આરોપીઓને બે દિવસના રિમાન્ડ મેળવ્યા બાદ મોડી રાત્રે એસઆઇટી અને તાલુકા પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આરોપીઓના નિવાસ સ્થાને જઇને પુરાવાઓ એકત્ર કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ આજે પીડિતાનો મોબાઇલ ફોન રિકવર કરવા માટે વડસર પાસેની વિશ્વામિત્રી નદીમાં અંડર વોટર કેમેરા કામે લગાડવામાં આવ્યા છે.
પાણી ચોખ્ખું હશે તો આ કેમેરા મહત્વના પુરાવા એકત્ર કરવામાં મદદરૂપ થઇ શકે તેમ છે
આજે સવારે ભાયલી ગેંગ રેપની તપાસ કરતી એસઆઇટી, અને તાલુકા પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આજે સવારે ફાયર વિભાગની ટીમને સાથે રાખીને નદીમાં તપાસ કરવામાં આવી છે. સુત્રોના જણાવ્યા અનુસાર, જો પાણી ડહોળું હશે તો અંડર વોટર કેમેરાથી કોઇ ખાસ મદદ મળી શકે તેમ નથી. પરંતુ પાણી ચોખ્ખું હશે તો આ કેમેરા મહત્વના પુરાવા એકત્ર કરવામાં મદદરૂપ થઇ શકે તેમ છે. આરોપીઓ પૈકી શાહરૂ બનજારા તપાસ કરતી ટીમને ગોળ ગોળ ફેરવી રહ્યો હોવાનું પોલીસ સુત્રોએ ઉમેર્યું છે.
આ પણ વાંચો -- VADODARA : ગેંગ રેપના આરોપીઓના ગેરકાયદે ઘર પર ફરશે બુલડોઝર, 72 કલાક બાદ એક્શન