ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : ગેંગ રેપના આરોપીના ઘરે મધરાત સુધી ખણખોદ, ફાયર વિભાગ તપાસમાં જોડાયું

VADODARA : વડોદરા (VADODARA) ના ભાયલી ગેંગ રેપના (BHAYLI GANG RAPE) આરોપીના ઘરે ગતરાત્રે 3 વાગ્યા સુધી તપાસ ચાલી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ તકે પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. અને કેસ સંબંધિત પુરાવાઓ એકત્ર કર્યા હતા. ત્યાર...
11:12 AM Oct 09, 2024 IST | PARTH PANDYA

VADODARA : વડોદરા (VADODARA) ના ભાયલી ગેંગ રેપના (BHAYLI GANG RAPE) આરોપીના ઘરે ગતરાત્રે 3 વાગ્યા સુધી તપાસ ચાલી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ તકે પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. અને કેસ સંબંધિત પુરાવાઓ એકત્ર કર્યા હતા. ત્યાર બાદ આજે સવારે વડોદરા ફાયર વિભાગ (VADODARA FIRE DEPARTMENT) ની એક ટીમ વડોદરા તાલુકા પોલીસ મથક (VADODARA TALUKA POLICE STATION) આવી પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ગુના સમયનો મોબાઇલ આરોપીઓ દ્વારા વિશ્વામિત્રી નદીમાં ફેંકી દેવામાં આવ્યો હોવાની કેફીયત રજુ કરવામાં આવતા તેનો શોધવા ફાયર વિભાગની ટીમની મદદ લેવામાં આવી રહી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

આરોપીઓના કપડાં, બુટ, ચપ્પલ અને બાઇક કબ્જે કરવામાં આવ્યા

નવરાત્રીના બીજા નોરતે વડોદરાના ભાયલીમાં ગેંગ રેપની કલંકિત ઘટના સામે આવી હતી. ઘટનાના 48 કલાકમાં જ પોલીસે ત્રણ આરોપીઓને દબોચી લીધા હતા. અને ગતરોજ આરોપીઓને વડોદરાની નામદાર કોર્ટમાં રજુ કરીને તેમના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. ત્યાર બાદ પોલીસ મોડી રાત્રે આરોપીઓના તાંદલજા સ્થિત નિવાસ સ્થાને પહોંચી હતી. મોટી સંખ્યામાં પોલીસનો કાફલો જોઇને વિસ્તારમાં ઉત્તેજના વ્યાપી જવા પામી હતી. રાત્રે અંદાજીત 12 - 30 કલાકથી સવારના 3 -30 વાગ્યા સુધી ગેંગ રેપના આરોપીઓના નિવાસ સ્થાને પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. અને ગુના સંબંધિત પુરાવાઓ એકત્ર કરવામાં આવ્યા હતા. પ્રાથમિક સુત્રોએ ઉમેર્યું કે, આરોપીઓના કપડાં, બુટ, ચપ્પલ અને બાઇક કબ્જે કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

ફાયર વિભાગ દ્વારા લોકેશનની વાટ જોવામાં આવી રહી છે

આજે વડોદરા તાલુકા પોલીસ મથક બહાર વડોદરા ફાયર વિભાગની એક ટીમ બોટ સાથે આવી પહોંચી છે. હવે વડોદરા તાલુકા પોલીસ દ્વારા આ મામલે તપાસ માટે ફાયર વિભાગની મદદ લેવામાં આવી રહી છે. આરોપીઓ દ્વારા ગુના સમયનો મોબાઇલ વિશ્વામિત્રી નદીમાં ફેંકી દેવામાં આવ્યો હોવાનું ધ્યાને આવતા તેને શોધવા માટે ફાયર વિભાગની બોટને કામે લગાડવામાં આવશે. આ માટે ફાયર વિભાગ દ્વારા લોકેશનની વાટ જોવામાં આવી રહી છે, તેવું સુત્રો જણાવી રહ્યા છે.

આ પણ વાંચો -- VADODARA : ગેંગ રેપના આરોપીઓના ગેરકાયદે ઘર પર ફરશે બુલડોઝર, 72 કલાક બાદ એક્શન

Tags :
bhaylicasedepartmentfindfireganghelpmobilephoneRapethrowntoVadodara
Next Article