Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ભાયલી ગેંગ રેપ કેસના આરોપીઓના વધુ 4 દિવસના રિમાન્ડ મેળવતી પોલીસ

VADODARA : વડોદરાના ભાયલી ગેંગ રેપ કેસ (VADODARAR - BHAYLI GANG RAPE CASE) માં આરોપીઓને વધુ રિમાન્ડ મેળવવામાં પોલીસને સફળતા મળી છે. આજરોજ રેપ કેસમાં સંડોવાયેલા પાંચેયા આરોપીઓ મુન્ના બનજારા, આફતાબ બનજારા, શાહરૂખ બનજારા, સૈફઅલી અને અજમલને કોર્ટમાં પાછલા દરવાજેથી...
vadodara   ભાયલી ગેંગ રેપ કેસના આરોપીઓના વધુ 4 દિવસના રિમાન્ડ મેળવતી પોલીસ
Advertisement

VADODARA : વડોદરાના ભાયલી ગેંગ રેપ કેસ (VADODARAR - BHAYLI GANG RAPE CASE) માં આરોપીઓને વધુ રિમાન્ડ મેળવવામાં પોલીસને સફળતા મળી છે. આજરોજ રેપ કેસમાં સંડોવાયેલા પાંચેયા આરોપીઓ મુન્ના બનજારા, આફતાબ બનજારા, શાહરૂખ બનજારા, સૈફઅલી અને અજમલને કોર્ટમાં પાછલા દરવાજેથી પ્રવેશીને લાવવામાં આવ્યા હતા. જ્યાં વર્નાક્યુલર વિટનેસ જગ્યાએ આ મામલાની સુનવણી હાથ ધરવામાં આવી હતી. તપાસ અધિકારીએ રિમાન્ડ અંગે વિવિધ મુદ્દાઓ રજુ કર્યા હતા. જેના પર સરકારી વકીલ દ્વારા ધારદાર રજુઆત કરવામાં આવતા કોર્ટે તમામ આરોપીઓના 4 દિવસના રિમાન્ટ મંજુર કર્યા છે.

Advertisement

તપાસ અધિકારીએ 7 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી

સરકારી વકીલ અનિલ દેસાઇએ જણાવ્યું કે, તમામ આરોપીઓને તપાસ અધિકારી મારફતે કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. કોર્ટમાં શાંતિપૂર્ણ માહોલ જળવાઇ રહે તે માટે નામદાર કોર્ટે ધ્યાન રાખીને વર્નાક્યુલર વિટનેસ જગ્યાએ હીયરીંગ કરવામાં આવ્યું હતું. તમામ આરોપીઓ આ તકે હાજર હતા. તમામ તરફે વકીલ પણ હાજર હતા. સરકારી વકીલ તરીકે મેં દલીલો કરી હતી. તપાસ અધિકારીએ 7 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી.

Advertisement

પૂરાવાઓનો નાશ કરવા બાબતની કલમ ઉમેરવામાં આવી

વધુમાં તેમણે જણાવ્યું કે, અગાઉ બે દિવસના રિમાન્ડ મળ્યા હતા, તેમાં તપાસ અધિકારીએ જે તપાસ આગળ વધારી છે. તે તપાસ ઝીણવટભરી રીતે આગળ વધારવા માટે અપૂરતો હતો. આરોપીઓ દ્વારા પીડિતાનો મોબાઇલ તોડી કાઢવામાં આવ્યો, ફેંકી દેવામાં આવ્યો, તેનું સિમકાર્ડ અલગ કરી દેવામાં આવ્યું. પોલીસને અલગ દિશામાં તપાસ જાય, અને રિમાન્ડનો સમય પૂર્ણ થાય તે પ્રકારે આરોપીઓને કોશિષ હતી. પૂરાવાઓનો નાશ કરવા બાબતની કલમ પણ પોલીસ દ્વારા ઉમેરવામાં આવી છે. રિમાન્ડ અરજીના કારણો પર દલીલ કરતા, નામદાર કોર્ટે 14 ઓક્ટોબર, સાંજે 5 વાગ્યા સુધીના પાંચેય આરોપીઓના રિમાન્ડ મંજુર કર્યા છે.

તેઓ ગુનાહિત ઇરાદો પાર પાડવા સામુહિક રીતે ગયા

આખરમાં તેમણે ઉમેર્યું કે, આરોપીઓનું જે રીતનું કૃત્ય કર્યા પછી પૂરાવા નાશ કરવા બાબતની તેમની કામગીરી છે, મોબાઇલ એક વ્યક્તિ માટે કોઇની મદદ મેળવી શકે તે માટેનું ઉપયોગી સાધન છે. તે આરોપીઓએ તે સાઘન છીનવી લઇ, અને તેને કોઇની મદદ ના મળે તે દિશામાં તપાસ કરવાની છે. બનાવ બન્યા પછી તે લોકોએ કોને આશરો આપ્યો, આગળ કોઇ આ રસ્તે કોઇ ગરબાનું આયોજન નથી, છતાં તેઓ ગુનાહિત ઇરાદો પાર પાડવા સામુહિક રીતે ગયા છે, તેવી કડીઓ એકઠી કરવા માટે રિમાન્ડની માંગણી કરી હતી.

આ પણ વાંચો -- VADODARA : ભાયલી ગેંગ રેપ કેસમાં પીડિતાએ મેજીસ્ટ્રેટ સમક્ષ નિવેદન નોંધાવ્યું

Tags :
Advertisement

.

×