VADODARA : કોટંબીમાં WPL મેચમાં 12 યુવાનો ક્રિકેટર્સ નજીક પહોંચ્યા, સુરક્ષા સામે સવાલ
VADODARA : વડોદરાના કોટંબી ક્રિકેટ સ્ટેડિયમ (KOTAMBI CRICKET STADIUM - VADODARA) માં તાજેતરમાં વિમન્સ પ્રિમિયર લીગની મેચો રમાઇ હતી. જેમાં ભાગ લેવા માટે વિવિધ ટીમો વડોદરા આવી (WPL T - 20, VADODARA) હતી. આ મેચના 6 દિવસ દરમિયાન 12 જેટલા દર્શકો સ્ટેડિયમમાં પ્રેક્ટીસ કરતા ક્રિકેટર્સ નજીક પહોંચી ગયા (AUDIENCE REACH IN CRICKET PLAYER - VADODARA) હતા. ઘટના ઉજાગર થતા ક્રિકેટર્સ અને દર્શકોની સુરક્ષાને લઇને પોલીસ દ્વારા કરવામાં આવેલા સૂચનોના પાલનમાં કચાશ રહી ગઇ હોવાનું છતું થવા પામ્યું છે. (SECURITY LAPSE AT KOTAMBI STADIUM - VADODARA) આગામી સમયમાં ક્રિકેટ જગતના સિતારા વડોદરામાં આયોજિત ટુર્નામેન્ટમાં ભાગ લેશે, ત્યારે આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન ના થાય તે જરૂરી છે.
સુરક્ષાના ચોક્કસ પગલાં લેવા જરૂરી બને
તાજેતરમાં બરોડા ક્રિકેટ એસોસિયેશનના કોટંબી ક્રિકેટ સ્ટેડિયમમાં વિમેન્સ પ્રિમિયર લીગની સીઝન - 3 ની 6 મેચો વડોદરામાં રમાઇ હતી. બીસીએ દ્વારા પૂર્વ ક્રિકેટરને એડમિનિસ્ટ્રેટર તરીકે રાખ્યા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. જો કે, આ લીગ દરમિયાન પ્લેયર્સની સુરક્ષામાં ચુક રહી ગઇ હોવાની વાત છતી થવા પામી છે. સામાન્ય રીતે દર્શકો તેમને ફાળવેલી જગ્યામાં આરામથી મેચ જોઇ શકે, અને પ્લેયર્સ ક્રિકેટની પ્રેક્ટીસ કરી શકે, તથા મેચ રમી શકે તેવું આયોજન કરવાનું હોય છે. અને તેને લાગુ કરવા માટે સુરક્ષાના ચોક્કસ પગલાં લેવા જરૂરી બને છે.
બે દર્શકો વિરૂદ્ધ અટકાયતી પગલાં ભર્યા
પરંતુ વિમેન્સ પ્રિમિયર લીગ દરમિયાન આ પ્રકારના સુરક્ષાના જરૂરી પગલાં માત્ર કાગળ પુરતા જ સિમિત રહ્યા હોવાની સાબિતી આપતી ઘટના સામે આવી છે. 6 દિવસની મેચ દરમિયાન 12 દર્શકો પ્રતિબંધિત વિસ્તાર સુધી પ્લેયર્સ નજીક પહોંચવામાં સફળ રહ્યા હતા. આ સમયે પ્લેયર્સ પ્રેક્ટીસ કરી રહ્યા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. ઉપરોક્ત મામલે પોલીસે બે દર્શકો વિરૂદ્ધ અટકાયતી પગલાં ભર્યા હોવાનું સામે આવ્યું છે. બાકીના પૈકી 4 દર્શકો ખાનગી યુનિ.ના વિદ્યાર્થીઓ હતા. આ અંગે પોલીસ દ્વારા બીસીસીઆઇમાં રિપોર્ટ કરવાની તૈયારીઓ થઇ રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. તે બાદ બીસીએની મુશ્કેલી વધે તો નવાઇ નહીં.
આ પણ વાંચો --- VADODARA : ડ્રેનેજની કામગીરી દરમિયાન ક્રેન પલટી, મોટી દુર્ઘટના ટળી