VADODARA : બુટમાં આરામ ફરમાવતા સાપના બચ્ચાનું રેસ્ક્યૂ
VADODARA : વડોદરા (VADODARA) માં વરસાદમાં સાપ-મગર તથા અન્ય જીવો રહેણાંક વિસ્તારમાં નિકળવાની ઘટનાઓ સામે આવતી રહે છે. આજરોજ શહેરના કોયલી વિસ્તારમાં આવેલા એક મકાન બહાર મુકી રાખેલા બુટમાં સાપનું બચ્ચુ આરામ ફરમાવી રહ્યું હતું. આ વાત સ્થાનિકના ધ્યાને આવતા તેઓએ તાત્કાલિક વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટનો સંપર્ક કર્યો હતો. તે બાદ વોલંટીયર્સે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને સાપના બચ્ચાનું રેસ્ક્યૂ કર્યું છે. સાપનું બચ્ચુ રેસ્ક્યૂ થઇ જવાના કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
કોયલી વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી
વડોદરાની મધ્યમાંથી વિશ્વામિત્રી નદી પસાર થાય છે. આ વિશ્વામિત્રી નદી અનેક જળચર પ્રાણીઓનું નિવાસ સ્થાન છે. ખાસ કરીને વરસાદની મોસમમાં સાપ-મગર તથા અન્ય જીવો રહેણાંક વિસ્તારોની નજીક જોવા મળતા હોય છે. જો કે, વડોદરામાં એનિમલ રેસ્ક્યૂ માટે કામ કરતા એનજીઓ મોટી સંખ્યામાં કાર્યરત હોવાથી ઘર્ષણની ઘટનાઓ ટળે છે. આજે વડોદરાના કોયલી વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં ઘરની બહાર મુકેલા બુટમાં સાપનું બચ્ચુ આરામ ફરમાવતું હોવાનું સ્થાનિકના ધ્યાને આવ્યું હતું.
કોઇક રીતે સાપનું બચ્ચુ ત્યાં સુધી પહોંચવામાં સફળ રહ્યું
જે બાદ તેણે તાત્કાલિક વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટના વોલંટીયર્સનો સંપર્ક કર્યો હતો બાદમાં વોલંટીયર ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને અત્યંત સાવચેતી પૂર્વક બુટ હાથમાં લઇને સાપના બચ્ચાને રેસ્ક્યૂ કરી લીધો હતો. જેને લઇને તમામે રાહતનો શ્વાસ લીધો હતો. આ બુટનો પગરખાંના બોક્સમાં મુકવામાં આવ્યા હતા. કોઇક રીતે સાપનું બચ્ચુ ત્યાં સુધી પહોંચવામાં સફળ રહ્યું હતું. સાપના બચ્ચાને રેસ્ક્યૂ કરતા સમયે તેણે બચવા માટે ભારે પ્રયત્નો કર્યા હતા. જો કે, વોલંટીયરે તેને કોઇ પણ પ્રકારે નુકશાન ના થાય તે રીતે તેનું રેસ્ક્યૂ કરી લીધું હતું. આ કોબ્રા સાપનું બચ્ચુ હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે. જે બાદ સાપના બચ્ચાને સલામત રીતે વન વિભાગને રેસ્ક્યૂ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
આ પણ વાંચો -- VADODARA : વોર્ડ કચેરીમાં અધિકારીની કેબિન બહાર દુષિત પાણી ઢોળી વિરોધ