Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : ફ્લેટના ટેરેસ પર અરબી ઝંડો લાગતા ઉત્તેજના, કોર્પોરેટર અકળાયા

VADODARA : ગણોશોત્સવની રંગેચંગે ઉજવણી ટાણે વડોદરા (VADODARA) ના ભાયલી વિસ્તારમાં આવેલા અર્બન 7 ફ્લેટ્સના ટેરેસ પર અરબી ઝંડો લગાડવામાં આવતા ઉત્તેજના વ્યાપી જવા પામી છે. આ મામલે સ્થાનિક કોર્પોરેટર નિતિન દોંગાને જાણ થતા જ તેઓ તાત્કાલિક દોડી આવ્યા હતા....
vadodara   ફ્લેટના ટેરેસ પર અરબી ઝંડો લાગતા ઉત્તેજના  કોર્પોરેટર અકળાયા

VADODARA : ગણોશોત્સવની રંગેચંગે ઉજવણી ટાણે વડોદરા (VADODARA) ના ભાયલી વિસ્તારમાં આવેલા અર્બન 7 ફ્લેટ્સના ટેરેસ પર અરબી ઝંડો લગાડવામાં આવતા ઉત્તેજના વ્યાપી જવા પામી છે. આ મામલે સ્થાનિક કોર્પોરેટર નિતિન દોંગાને જાણ થતા જ તેઓ તાત્કાલિક દોડી આવ્યા હતા. અને ઝંડો દુર કરાવ્યો હતો. નિતિમ દોંગાએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે, અમે ખોટું કરતા નથી, અને ખોટું થવા દઇશું પણ નહીં. આ હિન્દુસ્તાન છે, બધા પ્રેમથી રહો. ઘટનાને પગલે ફ્લેટ્સમાં મોટી સંખ્યામાં પોલીસ ખડકી દેવામાં આવી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

Advertisement

ઘટનાની જાણ થતા જ સ્થાનિક કોર્પોરેટર નિતિન દોંગા દોડી આવ્યા

રાજ્યભરમાં વડોદરામાં ગણેશોત્સવની આન, બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવે છે. હાલ વડોદરા ગણેશજીની ભક્તિમાં તરબોળ બન્યું છે. ત્યારે શહેરનું શાંતિપૂર્ણ વાતાવરણ ડહોળાય તેવા પ્રયાસો થયા હોવાનું સામે આવ્યું છે. તાજેતરમાં શહેરના ભાયલી વિસ્તારમાં આવેલા અર્બન 7 ફ્લેટ્સના ટેરેસ પર અરબી ઝંડો લહેરાઇ રહ્યો હોવાનું જોવા મળ્યું હતું. આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક કોર્પોરેટર નિતિન દોંગા દોડી આવ્યા હતા. અને તાત્કાલિક અરબી ઝંડો દુર કરવામાં આવ્યો હતો. આ ઘટના અંગે જાણ થતા જ સ્થાનિક પોલીસ પણ મોટી સંખ્યામાં દોડી આવી હતી.

Advertisement

વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરશે તો પોલીસની જરૂર પણ નહીં પડે

ઘટના બાદ કોર્પોરેટર નિતિમ દોંગાએ સાફ શબ્દોમાં કહ્યું કે, ટાવર પર ઝંડા લાગશે, તો તોડી પાડવામાં આવશે. વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરશે તો પોલીસની જરૂર પણ નહીં પડે. અરબી ઝંડા કોઇ પણ જગ્યાએ નહીં લાગે. અમે ખોટું કરતા નથી. અને ખોટું થવા દઇશું નહીં.

ઝંડા લગાવનાર તત્વોની શોધખોળ શરૂ કરવામાં આવી

વધુમાં તેમણે જણાવ્યું કે, આ હિન્દુસ્તાન છે, બધા પ્રેમથી રહો. બાકી અમે મહાદેવના સંતાનો છીએ. કોઇ હવામાં હશે તો હવા કાઢી દેવામાં આવશે. સમગ્ર ઘટના બાદ અર્બન 7 ફ્લેટ્સ પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયું હતું. સુત્રોના જણાવ્યા અનુસાર, પોલીસ દ્વારા અરબી ઝંડા લગાવનાર તત્વોની શોધખોળ શરૂ કરવામાં આવી છે. સાથે જ કોઇ અનિચ્છનિય ઘટના ન બને તે માટે પોલીસ વિશેષ તકેદારી પણ લઇ રહી છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : પડીકીના પૈસાની લાલચે શખ્સે ભગવાનને પણ ના છોડ્યા

Tags :
Advertisement

.