Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : VMC ના કોન્ટ્રાક્ટરે ટ્રોલી જોખમી રીતે ઉભી રાખતા એમ્બ્યુલન્સ ભટકાઇ

VADODARA : વડોદરા (VADODARA) માં વડાપ્રધાનને આવકારવા માટે શહેરનની ભારે સજાવટ કરવામાં આવી રહી છે. આ કામગીરી દિવસ-રાત ચાલી રહી છે. દરમિયાન શહેરના ન્યુ વીઆઇપી રોડ પર કામગીરી દરમિયાન પાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા ટ્રેક્ટરની ટ્રોલીને રોડની ડિવાઇડર બાજુની સાઇડમાં જોખમી રીતે...
vadodara   vmc ના કોન્ટ્રાક્ટરે ટ્રોલી જોખમી રીતે ઉભી રાખતા એમ્બ્યુલન્સ ભટકાઇ
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) માં વડાપ્રધાનને આવકારવા માટે શહેરનની ભારે સજાવટ કરવામાં આવી રહી છે. આ કામગીરી દિવસ-રાત ચાલી રહી છે. દરમિયાન શહેરના ન્યુ વીઆઇપી રોડ પર કામગીરી દરમિયાન પાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા ટ્રેક્ટરની ટ્રોલીને રોડની ડિવાઇડર બાજુની સાઇડમાં જોખમી રીતે મુકી રાખતા રાત્રીના સમયે પાછળથી આવતી એમ્બ્યુલન્સ તેની જોડે ભટકાઇ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે, એમ્બ્યુલન્સની એર બેગ ખુલી ગઇ હતી. સદ્નસીબે આ ઘટનામાં કોઇને જાનહાની નહીં થતા તમામે રાહતનો શ્વાસ લીધો હતો.

Advertisement

ટ્રોલીમાં ડ્રમ મુકીને રોડના ડિવાઇડરની સાઇડમાં મુકવામાં આવી

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી 28, ઓક્ટોબરના શહેરના મહેમાન બનવા જઇ રહ્યા છે. જેને લઇને શહેરની કાયાપલટ કરવાની કામગીરી હાલ ચાલી રહી છે. દરમિયાન દિવસ-રાત પાલિકાની વિવિધ વિભાગની ટીમો કામ કરતી જોવા મળી રહી છે. દરમિયાન શહેરના ન્યુ વીઆઇપી રોડ પર કામગીરી દરમિયાન પાલિકાના કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સપાટી પર આવવા પામી છે. ગતરાત્રે પાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી દરમિયાન ટ્રેક્ટરની ટ્રોલીમાં ડ્રમ મુકીને રોડના ડિવાઇડરની સાઇડમાં મુકવામાં આવી હતી. દરમિયાન વાહન વ્યવહાર ચાલુ હતો. અને કોઇ પણ પ્રકારે ઇન્ડિકેટર મુકવામાં આવ્યું ન્હતું.

Advertisement

ઘટનામાં ચાલકનો બચાવ થયો

તેવામાં પાછળથી દર્દી વગર આવતી એમ્બ્યુલન્સના ચાલકે તેમાં ભટકાડી દીધી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે, એમ્બ્યુલન્સની એરબેગ ખુલી ગઇ હતી. જો કે, ઘટનામાં ચાલકનો બચાવ થયો છે. આ ઘટના પરથી અંદાજો આવે કે, શહેરને ચમકાવવામાં ક્યાંક કોઇના ઘરના ચિરાગ જોખમમાં ના મુકાય તેનું પણ ધ્યાન રાખવું પડશે. સાથે જ આ પ્રકારની બેદરકારીનું પુનરાવર્તન ના થાય તેવું શહેરવાસીઓ ઇચ્છી રહ્યા છે.

આ પણ વાંચો -- VADODARA : ચા પીવા ગયેલા મિત્રોને લોકોએ ચોર સમજી ઢોર માર માર્યો, એકનું મોત

Tags :
Advertisement

Related News

featured-img
ગુજરાત

Gandhinagar : LC માં નામ લખવાની પદ્ધતિ અંગે શિક્ષણ વિભાગનો પરિપત્ર, આપ્યા આ નિર્દેશ

featured-img
રાજકોટ

Rajkot Lok Mela : લોકમેળો યોજાશે કે નહીં ? ઓલ ગુજરાત મેળા એસોસિએશને કહી આ વાત

featured-img
ગુજરાત

Surendranagar : ટ્રેક્ટર-બાઈક ધડાકાભેર અથડાયા, મહિલા સહિત બેનાં ઘટના સ્થળ પર જ મોત

featured-img
રાજકોટ

Amit Khunt Case : કોર્ટમાં 17 વર્ષીય સગીરાએ ગંભીર આક્ષેપો સાથે નિવેદન નોંધાવ્યું, કહ્યું- અમિત ખુંટે મારી સાથે..!

featured-img
રાજકોટ

Gondal : વ્યાજખોરોના ત્રાસથી યુવકનો આપઘાતનો પ્રયાસ, Video બનાવી ગંભીર આક્ષેપ કર્યા

featured-img
Top News

VADODARA : લાલબાગ બ્રિજ પર ડામર પીગળ્યો, વાહન ચાલકોએ જવાનું ટાળ્યું

×

Live Tv

Trending News

.

×