ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : વડોદરા એરપોર્ટને ધમકીભર્યો ઇમેલ મળતા તંત્ર એલર્ટ

VADODARA : હાલ વડોદરા (VADODARA) સહિત દેશભરમાં નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે બીજા નોરતે વડોદરા એરપોર્ટને ધમકીભર્યો ઇમેલ મળતા જ ચકચાર મચી જવા પામી છે. જો કે, ઇમેલ મળ્યા બાદ એરપોર્ટ સિક્યોરીટી દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં...
10:27 AM Oct 05, 2024 IST | PARTH PANDYA

VADODARA : હાલ વડોદરા (VADODARA) સહિત દેશભરમાં નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે બીજા નોરતે વડોદરા એરપોર્ટને ધમકીભર્યો ઇમેલ મળતા જ ચકચાર મચી જવા પામી છે. જો કે, ઇમેલ મળ્યા બાદ એરપોર્ટ સિક્યોરીટી દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન કંઇ પણ વાંધાનજક મળી આવ્યું નથી. જેને પગલે ઓથોરીટીએ રાહતનો શ્વાસ લીધો છે. આ મામલે અજાણ્યા ઇમેલ ધારક સામે હરણી પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

તાકતવર દેશો સે હમ એકેલા ટક્કર લિયા હૈ

હરણીપોલીસ મથકમાં પ્રદીપકુમાર ડી. રામ એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ સીઆઇએસએફ એરપોર્ટ યુનિટ ખાતે ફરજ બજાવે છે. ગતરોજ સવારે અજાણ્યા ઇમેલ પરથી એક મેલ મોકલવામાં આવ્યો હતો. જેમાં અજાણ્યા ઇસમે લખ્યું કે. યાદ રખના દુનિયા કે સબસે તાકતવર દેશો સે હમ એકેલા ટક્કર લિયા હૈ. બાદમાં અંગ્રેજીમાં બુમ બુમ, બેંગ, બેંગ્સ...હાહાહા હો હો...નો સ્ટોપીંગ, નો એસ્કેપ, લેટ ધ ગેમ બીગેન તેવું લખવામાં આવ્યું હતું.

ઇમેલ થ્રેટ ઇમેલ હોવાનું જણાઇ આવ્યું

આ અંગેની જાણ હરણી ઓરપોર્ટ ઓથોરીટીને કરવામાં આવતા તાત્કાલિક પોલીસ મથકમાં ફરિયાદ આપવામાં આવી હતી. જે બાદ પોલીસ બંદોબસ્ત, ફાયરબ્રિગેડ, તથા બોંબ થ્રેટની કામગીરી કરતા કર્મચારીઓ દ્વારા ડોગ સ્કવોર્ડ દ્વારા સાવચેતી પૂર્વક તપાસ કરવામાં આવી હતી. એરપોર્ટ સંકુલ તથા આસપાસની જગ્યાઓેમાં ઝીણટભરી તપાસના અંગે કંઇ વાંધાનજક મળી આવ્યું ન્હતું. જેથી આ ઇમેલ થ્રેટ ઇમેલ હોવાનું જણાઇ આવ્યું હતું. આખરે ઉપરોક્ત મામલે હરણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે અજાણ્યા શખ્સની શોધખોળ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો -- Vadodara : જાહેર માર્ગ પર નબીરાઓનો જોખમી સ્ટંટ, એક એક્ટિવા પર 4 થી વધુ બેઠાં અને..! જુઓ Video

Tags :
airportallbyCheckedemailGOTOfficialspremisesSecurityThreatVadodara
Next Article