VADODARA : એરપોર્ટની છતમાં લીકેજ, વાયરલ વીડિયોમાં ખુલી પોલ
VADODARA : વડોદરા એરપોર્ટ (VADODARA AIRPORT) ની છતમાં લીકેજ હોવાનો વીડિયો સોશિયલ મીડિયા (SOCIAL MEDIA VIRAL) સર્કલમાં ભારે વાયરલ થઇ રહ્યો છે. વડોદરા એરપોર્ટના પ્રવેશ દ્વાર ઉપરની દિવાલમાંથી પાણી જમીન પર ટકપી રહ્યું હોવાનું વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે. આ વીડિયો સામે આવ્યા બાદ વડોદરા એરપોર્ટને ઇન્ટરનેશનલ ફ્લાઇટ મળે તે પહેલા આ પ્રકારની ટપકવાની સમસ્યા કાયમી ધોરણે દુર કરવા લોકમાંગ ઉઠવા પામી છે. હાલ ચોમાસાની રૂતુ ચાલી રહી હોવાથી આ વીડિયો તાજેતરનો જ હોવાનો પ્રાથમિક અંદાજો લગાડવામાં આવી રહ્યો છે.
એક તરફ વાહનોની અવર-જવર ચાલી રહી છે
વડોદરા એરપોર્ટને ઇન્ટરનેશનલ ફ્લાઇટ મળે તે માટે પૂર્વ સાંસદ થી લઇને હાલના સાંસદ સુધી તમામ સતત પ્રયત્નશીલ છે. ત્યારે વડોદરા એરપોર્ટ પર પાણી ટપકતું હોવાની સમસ્યા વાયરલ વીડિયો થતી સામે આવવા પામી છે. વાયરલ વીડિયોમાં વડોદરા એરપોર્ટના પ્રવેશ દ્વાર પાસે ની છતમાંથી પાણી સતત નીચે જમીન પર ટપકી રહ્યું હોવાનું જોવા મળી રહ્યું છે. આ દિવસના સમયનો વીડિયો છે, જેમાં એક તરફ વાહનોની અવર-જવર ચાલી રહી છે. તે વચ્ચે પ્રવેશ દ્વાર નજીકની છતમાંથી પાણી સતત નીચે ટપકી રહ્યું છે.
લિકેજનું સત્વરે સમારકામ કરવાની માગ
આ ઘટનાનો વીડિયો સામે આવતા વડોદરા એરપોર્ટની છતમાં લિકેજ હોવાનું સપાટી પર આવવા પામ્યું છે. એક તરફ વડોદરાને ઇન્ટરનેશનલ ફ્લાઇટ મળે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોષી કેન્દ્રિય મંત્રી સુધી મુલાકાત કરીને પ્રયાસો સફળ બનાવવા માટે કમર કસી રહ્યા છે. તો બીજી તરફ એરપોર્ટમાં લિકેજની ઘટના ઇન્ફ્રાસ્ટ્ર્ક્ચરની નબળાઇ છતી કરી રહી છે. વડોદરા એરપોર્ટ પર આવતા-જતા મુસાફરો શહેર અને તંત્રની સારી છાપ લઇને જાય તે માટે આ લિકેજનું સત્વરે સમારકામ કરવાની માગ ઉઠવા પામી છે.
આ પણ વાંચો -- VADODARA : જાણીતી જગદીશ ફરસાણની મીઠાઇમાંથી માંખી નિકળી