ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : કોંગ્રેસની જન આક્રોશ રેલી સમાપ્ત, બોટ બની આકર્ષણનું કેન્દ્ર

VADODARA : આજે પૂર પીડિત વડોદરાવાસીઓને (VADODARA) અવાજ ઉઠાવવા માટે કોંગ્રેસ (CONGRESS) દ્વારા જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં વડોદરાવાસીઓ જોડાયા હોવાનો દાવો કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે. અકોટા સયાજીનગર ગૃહથી રેલી સ્વરૂપે નિકળેલી...
05:36 PM Sep 12, 2024 IST | PARTH PANDYA

VADODARA : આજે પૂર પીડિત વડોદરાવાસીઓને (VADODARA) અવાજ ઉઠાવવા માટે કોંગ્રેસ (CONGRESS) દ્વારા જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં વડોદરાવાસીઓ જોડાયા હોવાનો દાવો કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે. અકોટા સયાજીનગર ગૃહથી રેલી સ્વરૂપે નિકળેલી જન આક્રોશ યાત્રા જિલ્લા કલેક્ટર કચેરી સુધી પગપાળા પહોંચી હતી. અને પૂર પીડિતોના પ્રશ્ને જિલ્લા કલેક્ટરને રજુઆત કરવામાં આવી હતી. આ યાત્રામાં મોટી નાવડીને ઉંચકીને થોડાક અંતર સુધી લઇ જવામાં આવી હતી. જે આકર્ષણનું કેન્દ્ર બની હતી. સાથે જ લોકો દ્વારા વિવિધ પોસ્ટરો બતાવીને પોતાનો આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમમાં લોકોને ટુંકુ સંબોધન કર્યું

વડોદરામાં આયોજિત જન આક્રોશ રેલીમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, ધારાસભ્ય અમિત ચાવડા, રાજ્ય સભા સાંસદ મુકુલ વાસનીક સહિતના નેતાઓ આવ્યા હતા. પ્રથમ તમામ નેતાઓએ સયાજીનગર ગૃહમાં આયોજિત કાર્યક્રમમાં લોકોને ટુંકુ સંબોધન કર્યું હતું. ત્યાર બાદ જન આક્રોશ રેલીમાં જોડાયા હતા.

સરકારે સહાયતા કરી ન્હતી

આ તકે રાજ્ય સભાના સાંસદ અને કોંગ્રેસના સિનિયર નેતા મુકુલ વાસનીકે કહ્યું કે, વડોદરામાં પૂરના કારણે મોટું નુકશાન પહોંચ્યું છે. વિતેલા દિવસોમાં 50 જેટલા લોકોનું મૃત્યું થયાનું અનુમાન છે. બિમારી પણ વકરી છે. ખેતરનો પાક બરબાદ થઇ ગયો છે. સરકાર રાહત અને પુનર્વસનના કામમાં આગળ આવશે તેની આશા હતી. પણ તેવું ન થયું. લોકોનું કરોડોનું નુકશાન થયું, પરંતુ સરકારે સહાયતા કરી ન્હતી. જેથી જવાબદાર વિપક્ષ તરીકે કોંગ્રેસ દ્વારા જન આક્રોશ રેલીનું આયોજન કર્યું છે.

સત્તાપક્ષના પાપે વડોદરા પૂરમાં ડુબ્યું છે

વધુમાં તેમણે ઉમેર્યું કે, અમારી માંગ છે કે, સરકાર લોકોને રાહત આપવા માટે આગળ આવે. થોડીક મદદ કરવાથી લોકોનું ભલુ થવાનું નથી. સહાયતા આપવાની સરકાર દ્વારા કોશિસ કરવામાં આવી છે. અમારા દ્વારા રેલીનું આયોજન કરવામાં આવતા સરકારે આ પગલું ભર્યું હોય તેમ લાગી રહ્યું છે. તે ઘણી ઓછી મદદ છે. લોકોના નુકશાનની પ્રામાણીકતાથી આંકલન કરવું જોઇએ. અને ત્યાર બાદ લોકોને તુરંત મદદ પહોંચાડવી જોઇએ. શહેર કોંગ્રેસ પ્રમુખે રૂત્વિજ જોશીએ કહ્યું કે, સત્તાપક્ષના પાપે વડોદરા પૂરમાં ડુબ્યું છે. તેનો વિરોધ છે. ભ્રષ્ટાચારના કારણે વડોદરા ડુબ્યું છે.

આ પણ વાંચો -- VADODARA : પૂરમાં નુકશાની મામલે આર્થિક સહાયની મોટી જાહેરાત, જાણો કોને શું મળશે

Tags :
afterakroshattractionBecomeboatCenterCongressfloodjanoforganizeRallyVadodara
Next Article