Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની મોટી બહેનનું નિધન, મુંબઈની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

ગુજરાતના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah)  ગુજરાતના પ્રવાસે હતા. સોમવારે પણ  ગુજરાતમાં તેમના અનેક કાર્યક્રમ હતા. અમિત શાહ (Amit Shah) આજે બનાસકાંઠાના પ્રવાસે જવાના હતા અને બનાસ ડેરીના સંકુલ ખાતે વિકાસલક્ષી પ્રકલ્પોના ખાત મુહૂર્તનો કાર્યક્રમ હતો. આ...
04:30 PM Jan 15, 2024 IST | Maitri makwana

ગુજરાતના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah)  ગુજરાતના પ્રવાસે હતા. સોમવારે પણ  ગુજરાતમાં તેમના અનેક કાર્યક્રમ હતા. અમિત શાહ (Amit Shah) આજે બનાસકાંઠાના પ્રવાસે જવાના હતા અને બનાસ ડેરીના સંકુલ ખાતે વિકાસલક્ષી પ્રકલ્પોના ખાત મુહૂર્તનો કાર્યક્રમ હતો. આ સાથે જ આજે બપોરે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે તેઓ હાજરી આપવાના હતા. જો કે અનિવાર્ય સંજોગોના કારણે તેમના તમામ કાર્યક્રમ રદ કરવામાં આવ્યા છે.તેમના મોટી બહેનનું આજે નિધન થતાં તેમના તમામ કાર્યક્રમો રદ કરી દેવાયા છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની મોટી બહેનનું નિધન

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની (Amit Shah) મોટી બહેન રાજુબેનનું નિધન થયું છે. સોમવારે રાજુબેને મુંબઈની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. થોડા સમય પહેલા જ તેમના ફેફસાંનું ટ્રાન્સપ્લાન્ટ થયું હતું. અને ટ્રાન્સપ્લાન્ટ બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.  હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. ત્યારે હોસ્પિટલમાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા છે. જેથી પોતાની મોટી બહેનના નિધન બાદ અમિત શાહે તેમના તમામ જાહેર કાર્યક્રમો રદ્દ કરી દીધા છે.

અમિત શાહે તેમના તમામ કાર્યક્રમો રદ્દ કરી દીધા

આજે કેન્દ્રીય ગૃહમંત્રી ગુજરાતના બનાસકાંઠા જિલ્લા અને ગાંધીનગરની મુલાકાતે આવવાના હતા. પરંતુ મોટીબેનના નિધનના સમાચાર મળતા અમિત શાહે તેમના તમામ કાર્યક્રમો રદ્દ કરી દીધા છે.

આ પણ વાંચો - Uttarayan-2024 : ‘Killer દોરી’ એ બે દિવસમાં આટલા ગળા કાપ્યા! ઇમરજન્સી કેસોમાં ચોંકાવનારો વધારો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Amit ShahAmit Shah in GujaratGujaratGujarat FirstMUMBAIUnion Home Minister Amit Shah
Next Article