Ahmedabad: મલ્ટી સ્પેશિયાલિટીની તમામ સુવિધાઓથી સજ્જ ગ્લોબલ હોસ્પિટલનું કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shahએ કર્યું ઉદ્ઘાટન
- અમદાવાદના સિંધુભવન રોડ પર ગ્લોબલ હોસ્પિટલનું ઉદ્ઘાટન
- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે હોસ્પિટલનું ઉદઘાટન
- ડૉ.હસમુખ અગ્રવાલ સહિત 10 ડોક્ટર આપશે સેવા
Ahmedabad: ભારતના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવેલા છે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી પણ આપવાના છે, આ સાથે BAPSના 'કાર્યકર્તા સ્વર્ણ જયંતિ મહોત્સવ'માં પણ તેઓ હાજરી આપશે. મહત્વની વાત એ છે કે, અમદાવાદના સિંધુભવન રોડ પર ગ્લોબલ હોસ્પિટલનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ દરમિયાન અનેક મહત્વના લોકો પણ હાજર રહ્યાં હતા.
आज अहमदाबाद में स्थित ग्लोबल हॉस्पिटल का उद्घाटन किया। किफायती व उच्चस्तरीय स्वास्थ्य सुविधाओं से सुसज्जित यह हॉस्पिटल 24/7 गहन चिकित्सा इकाई (ICU), विशेष डायग्नोस्टिक इकाई जैसी अत्याधुनिक मल्टी-स्पेशलिटी सुविधाएं उपलब्ध कराएगा। प्रधानमंत्री जन आरोग्य योजना (PMJAY) के साथ… pic.twitter.com/V1GLenEIJn
— Amit Shah (@AmitShah) December 7, 2024
આ પણ વાંચો: ફરી એકવાર ગુજરાત ફર્સ્ટના અહેવાલથી દોડ્યું તંત્ર, જે.જે. કાલરિયા માધ્યમિક શાળાને લાગ્યા તાળા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે આ હોસ્પિટલનું ઉદ્ઘાટન
વધારે વિગતે વાત કરવામાં આવે તો, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે આ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ ગ્લોબલ હોસ્પિટલમાં ડૉ.હસમુખ અગ્રવાલ સહિત 10 ડૉકટરો સેવા આપવાના છે. એટલું જ નહીં પરંતુ અહીં નાગરિકોને મલ્ટી સ્પેશિયાટીની તમામ સુવિધાઓ મળી રહેવાની છે. જેથી શહેરવાસીઓને પણ આરોગ્યને લગતી સમસ્યાઓની સારવાર મળી રહેશે. મળતી વિગતો પ્રમાણે અહીં દર્દીઓને ગાયનેક, યુરોલોજી અને ગેસ્ટ્રોલોજીની સુવિધાઓ મળી રહેવાની છે. આ સાથે સાથે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) સાથેની હોસ્પિટલની ભાગીદારી સમાજના વંચિત વર્ગના લોકોને ઉચ્ચ ગુણવત્તાની તબીબી સેવાઓ પૂરી પાડશે.
આ પણ વાંચો: CM ભૂપેન્દ્ર પટેલે ગુજરાત હાઈકોર્ટ પરિસરમાં વિવિધ વિકાસ કાર્યોનો કર્યો શિલાન્યાસ
ગ્લોબલ હોસ્પિટલમાં 70 બેડની સુવિધા ઉપલબ્ધ
નોંધનીય છે કે, અત્યારે ગ્લોબલ હોસ્પિટલમાં 70 બેડની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જો કે, બાદમાં હોસ્પિટલમાં કુલ 100 બેડની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. નોંધનીય છે કે, 70 બેડની આ ગ્લોબલ હોસ્પિટલનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ સિવાય પણ કેન્દ્રીય ગૃહમંત્રીએ ગુજરાત લોક સેવા ટ્રસ્ટની 35 વર્ષની ઉજવણીના કાર્યક્રમમાં હાજરી આપી હતી.
આ પણ વાંચો: BAPS SUVARNA MAHOTSAV:આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ભક્તિમય બનશે