Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગાંધીનગર NFSU ખાતે ત્રિ-દિવસીય આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ રહ્યા ઉપસ્થિત

ગાંધીનગરમાં NFSU ખાતે ત્રિ-દિવસીય આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે NFSUના વિશેષ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહપ્રધાન ઉપસ્થિત રહ્યા હતા. આ કોન્ફરન્સ ડિજિટલ, બિહેવિયરલ ફોરેન્સિક્સ વિષય પર રાખવામાં આવી હતી. ગાંધીનગરમાં સેન્ટર ફોર એક્સેલન્સ પર ત્રણ દિવસીય આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં...
ગાંધીનગર nfsu ખાતે ત્રિ દિવસીય આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ  કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ રહ્યા ઉપસ્થિત

ગાંધીનગરમાં NFSU ખાતે ત્રિ-દિવસીય આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે NFSUના વિશેષ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહપ્રધાન ઉપસ્થિત રહ્યા હતા. આ કોન્ફરન્સ ડિજિટલ, બિહેવિયરલ ફોરેન્સિક્સ વિષય પર રાખવામાં આવી હતી. ગાંધીનગરમાં સેન્ટર ફોર એક્સેલન્સ પર ત્રણ દિવસીય આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે.

Advertisement

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા નિવેદન આપવામાં આવ્યું

આ કોન્ફરન્સમાં નવી ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ પર બોલતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. જેમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા જણાવવામાં આવ્યું કે, અગાઉ જેતે પોલીસ અધિકારીને જ જૂના કેસમાં કોર્ટના ધક્કા ખાવા પડતા હતા. પરંતુ હવે જિલ્લા પોલીસ વડાઓ જે જૂના કેસમાં હશે તેમને કોર્ટમાં જવાની જરૂર પડશે નહીં. હયાત જિલ્લા પોલીસ વડા જ ફાઈલ જોઈને કોર્ટમાં માહિતી આપી શકશે. સાથે જ ચેક રીટર્ન કેસમાં બેંક દ્વારા નિર્ધારિત થયેલા કોંપ્યુટરથી ઓનલાઈન નિવેદન આપી શકાશે.

Advertisement

ન્યાય પ્રણાલીને લઈને નિવેદન આપવામાં આવ્યું

ત્રણ દિવસીય આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ન્યાય પ્રણાલીને લઈને પણ નિવેદન આપવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે, "અત્યાર સુધીની આપણી ટીએ પ્રણાલી લંગડી હતી". અંગ્રેજો દ્વારા બનાવવામાં આવેલા કાયદાઓ હજુ સુધી ચાલતા હતા. અંગ્રેજોએ પોતાના રક્ષણ માટે કાયદાઓ બનાવ્યા હતા. પરંતુ હવે સરકારે આ કાયદાઓમાં ફેરફાર કર્યા છે. અને સંપૂર્ણ ભારતીય ન્યાય પ્રણાલીની અમલવારી કરી છે. જેમાં આજની નવી ટેકનોલોજીનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેને આગામી આગામી 100 વર્ષને ધ્યાને રાખીને નવા કાયદાઓ બનાવ્યા છે. સાથે જ તેમણે કહ્યું કે આ નવા કાયદાઓથી પોલીસ અને જજોને થોડી તકલીફ થઈ શકે છે.

NFSUના ભારતમાં નવા 9 કેમ્પસ શરૂ કરવામાં આવશે

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા જણાવવામાં આવ્યું કે, NFSU ના ભારતમાં નવા 9 કેમ્પસ શરૂ કરવામાં આવશે. બે રાજ્યોની વચ્ચે એક કેમ્પસ થઈ જશે. નાર્કોટિક્સની ભારતીય કિટ બનાવી છે. જે વિદેશની કિટ કરતાં પણ વધુ એડવાન્સ છે.

Advertisement

ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમને સ્ક્રેપ કરી નવા કાયદા

અમિત શાહે કહ્યું, ભારત ૧૫૦ વર્ષ જૂના ત્રણે ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમને સ્ક્રેપ કરી નવા કાયદા લાવી ચૂક્યું છે. તેમણે કહ્યું કે દરેક ક્રાઇમ સીન પર એક ફોરેન્સિક સાયન્સ એક્સપર્ટ કંપલ્સરી મુલાકાત જરૂરી છે. અને આનાથી ન્યાયતંત્રને પણ મદદ મળી શકે છે. આ તમામ પ્રક્રિયાને આધુનિક કરવા માટે 5 વર્ષનો સમય લાગી શકે છે. અને 5 વર્ષ પછી ભારતની ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ વિશ્વની સૌથી અધુનિક હશે.

pm મોદીના નેતૃત્વમાં દરેક ક્ષેત્રમાં પરિવર્તન

વધુમાં તેમણે જણાવ્યું કે pm મોદીના નેતૃત્વમાં દરેક ક્ષેત્રમાં પરિવર્તન જોવા મળ્યા છે. 40 વર્ષ બાદ નવી રાષ્ટ્રિય શિક્ષા નીતિ લાવ્યા છે. આ નવી શિક્ષા નીતિ ભારતીય શિક્ષા પર બની છે વિદ્યાર્થીઓને વૈશ્વિક કક્ષાએ લઈ જશે. સાથે જ NFSU નો બેઝ એક્સપાંડ કરવામાં આવ્યો છે. આમાં 150 વર્ષ પછી ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ માત્ર ફેરફાર કરવામાં આવ્યા છે. 7 વર્ષ કે તેથી વધુ સજા વાળા ગુનામાં ફોરેન્સિક સાયન્સ એક્સપર્ટની મુલાકાત ફરજિયાત થવાથી 5 વર્ષ બાદ દર વર્ષે 9 હજાર એક્સપર્ટ દર વર્ષે મળશે તેવી વ્યવસ્થા અમે ઉભી કરી દીધી છે

આ પણ વાંચો - ABVP Karnavati : રામોત્સવ કાર્યક્રમ અંતર્ગત શ્રી રામની કૃતિ બનાવવામાં આવી

Tags :
Advertisement

.