Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Morbi: હળવદ નજીક મેફેડ્રોન ડ્રગ્સ સાથે બે ઇસમોની ધરપકડ, પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

મેફેડ્રોનની માલસામાન સાથે બે આરોપીની ધરપકડ પોલીસને 79 ગ્રામ 68 મિલિગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું મેફેડ્રોન ડ્રગ્સની બજાર કિંમત આશરે 7.96 લાખ હોવાનો અંદાજ Morbi: મોરબી જિલ્લાની હળવદ નજીક મેફેડ્રોન ડ્રગ્સ સાથે બે ઇસમોને ઝડપવામાં આવ્યા છે. સૂત્રો દ્વારા...
morbi  હળવદ નજીક મેફેડ્રોન ડ્રગ્સ સાથે બે ઇસમોની ધરપકડ  પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
  1. મેફેડ્રોનની માલસામાન સાથે બે આરોપીની ધરપકડ
  2. પોલીસને 79 ગ્રામ 68 મિલિગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું
  3. મેફેડ્રોન ડ્રગ્સની બજાર કિંમત આશરે 7.96 લાખ હોવાનો અંદાજ

Morbi: મોરબી જિલ્લાની હળવદ નજીક મેફેડ્રોન ડ્રગ્સ સાથે બે ઇસમોને ઝડપવામાં આવ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, પોલીસને આ અંગે બાતમી મળી હતી અને તાકીદે કાર્યવાહી શરૂ કરી દીધી હતી. કલ્પેશ મધુભાઈ નિમાવત અને અહેમદ દાઉદભાઈ સુમરા નામના બે શંકાસ્પદ લોકો પાસેથી 79 ગ્રામ 68 મિલિગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું છે. આ ડ્રગ્સની બજાર કિંમત લગભગ 7.96 લાખ રૂપિયાનું છે.

Advertisement

આ પણ વાંચો: Rural Olympics: તરણેતરમાં યોજાશે ઓગણીસમો ગ્રામિણ ઓલિમ્પિક, મેળા સાથે રમતોનો અદ્ભુત સમન્વય

13,48,800 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો

મેફેડ્રોન ડ્રગ્સ ઉપરાંત, પોલીસએ આરોપીઓ પાસેથી અન્ય મુદ્દામાલ પણ કબજે કર્યો છે. આમાં રોકડ 7.96 લાખ રૂપિયા, મોબાઈલ ફોન અને એક કારનો સમાવેશ થાય છે. કુલ મળીને કિંમત 13,48,800 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. મોરબી (Morbi) એસઓજી (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ)ની ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરી અને બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતાં.

Advertisement

આ પણ વાંચો: Ahmedabad : રખડતાં ઢોર અને બિસ્માર રસ્તા મામલે HC નારાજ, આ બે ઉચ્ચ સનદી અધિકારીઓને તેડું

આરોપીઓ પાસેથી પોલીસે 7.96 લાખ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું

અરોપીઓની ધરપકડ કર્યા બાદ હળવદ પોલીસ મથકે NDPS (નાર્કોટિક્સ, ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટાન્સ) એક્ટની કલમ 8સી, 21સી અને 29 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હવે, કાયદેસર કાર્યવાહી આગળ વધારવામાં આવી રહી છે અને બંને આરોપીઓ વિરૂદ્ધ યોગ્ય કાર્યવાહી હાથ ધરી દેવામાં આવી છે. નોંધનીય છે કે, આરોપીઓ પાસેથી પોલીસે 7.96 લાખ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું છે.

Advertisement

આ પણ વાંચો: Gujarat: રાજ્યમાં આગામી પાંચ દિવસમાં આવશે ભારે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

Tags :
Advertisement

.