ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગોંડલમાં રાજાશાહી સમયના બે પુલ ભારે વાહનો માટે બંધ કરાયા, હાઇકોર્ટમાં રીટ થતા કલેકટરનું જાહેરનામું બહાર પડ્યું

અહેવાલ - વિશ્વાસ ભોજાણી ગોંડલના રાજાશાહી સમયના હોસ્પિટલ તરફ જતા અને પાંજરાપોળથી ઘોઘાવદર મોવિયા માર્ગને જોડતા બન્ને હેરિટેઝ પુલ સમારકામના અભાવે જર્જરીત છે. કોંગ્રેસના યતિષ દેસાઈએ હાઇકોર્ટમાં જાહેરહીતની અરજી કરી હતી. હાઇકોર્ટે આ મુદ્દાની ગંભીર નોંધ લઈ તંત્રની આકરી ટીકા...
08:55 PM Nov 08, 2023 IST | Hardik Shah

અહેવાલ - વિશ્વાસ ભોજાણી

ગોંડલના રાજાશાહી સમયના હોસ્પિટલ તરફ જતા અને પાંજરાપોળથી ઘોઘાવદર મોવિયા માર્ગને જોડતા બન્ને હેરિટેઝ પુલ સમારકામના અભાવે જર્જરીત છે. કોંગ્રેસના યતિષ દેસાઈએ હાઇકોર્ટમાં જાહેરહીતની અરજી કરી હતી. હાઇકોર્ટે આ મુદ્દાની ગંભીર નોંધ લઈ તંત્રની આકરી ટીકા કરી તા.10 ઓક્ટોબર પહેલા જોખમી બનેલા બન્ને પુલ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મુકવા આદેશ આપ્યા બાદ તંત્ર સફાળુ જાગી દોડતુ થયુ છે. જિલ્લા કલેકટર દ્વારા બન્ને પુલ પર ભારે વાહનોની અવરજવર બંધ કરવા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.

ભારે વાહન ચાલકોએ 8 થી 10 કી.મી.નો ફેરો મારવો પડશે

ભારે વાહનોની અવરજવર માટે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે મુખી પંપ પાસેથી સુરેશ્વર મહાદેવ જવાના રસ્તેથી સુરેશ્રવર ચોકડીના માર્ગનો ઉપયોગ કરાશે. પાંજરાપોળનો પુલ તથા હોસ્પિટલ ભગવતપરા તરફ જવા માટેનો પુલ મોવિયા, ઘોઘાવદર, જસદણ, ભાવનગર, અમરેલી, બગસરા, ધારી, ઉના, દિવને જોડતો પરીવહન માટે અતિ મહત્વના પુલ છે. અહીથી રોજીંદા 60 થી 70 એસટી બસોની આવન જાવન છે. સિમેન્ટ, ઓઈલમીલ, મમરા, જીનીંગ સહિતના ઉદ્યોગ તથા માર્કેટયાર્ડ માટે માલની હેરાફેરી આ પુલ પરથી થતી હોય છે. સિવિલ હોસ્પિટલ જવા એમ્બ્યુલન્સો પણ પુલ પરથી પસાર થતી હોય છે. સ્કુલ બસોની આવન જાવન પણ રોજીંદી થતી હોય છે. ભારે વાહનો માટે આ બન્ને પુલ બંધ કરાયો ત્યારે વાહન ચાલકોને અંદાજે આઠ થી દશ કી.મી. નું ચક્કર કાપવું પડશે.

સુરેશ્વર રોડ પર નદી પરનો પુલ પણ જોખમી

હદથી વધુનું પરીવહન આ પુલ ખમી શકે કે કેમ એ પણ એક સવાલ છે. વેરી તળાવના નિચાણવાળા ભાગમાં આ પુલ આવ્યો છે. ચોમાસામાં આ પુલ બંધ કરવો પડે છે. ત્યારે બદતર હાલત વચ્ચે આ પુલ સહીતનો માર્ગ વૈકલ્પિક બની શકે કે કેમ? તે અંગે નગરપાલિકા તંત્ર એ ગંભીરતા થી વિચારવું રહ્યુ.

આ પણ વાંચો - અમદાવાદમાં દિવાળી પહેલા જ હવા બની ઝેરી, પ્રદૂષણને લઈ તંત્ર ચિંતામાં

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
BridgeCollector's notice issuedGondalgondal newsGujarat Firstheavy vehiclesheritage bridgesHigh CourtPanjarapol to Ghoghavdar Movia Margpetition in High Court
Next Article