Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

SURAT : ATM ધારકોને ઠગીને રૂપિયા ઉપાડી લેતી ગેંગના બે સાગરીતો ઝડપાયા

સુરત સહિત જિલ્લામાં ATM માં રૂપિયા ઉપાડવા આવતા ATM કાર્ડ ધારકો પાસેથી મદદ કરવાના બહાને પિન નંબર મેળવ્યા બાદ નજર ચૂકવી ATM કાર્ડ બદલી રૂપિયા ઉપાડી લેતી ગેંગના બે સાગરીતોની ઉધના પોલીસે ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં હાલ ડીંડોલી અને...
surat   atm ધારકોને ઠગીને રૂપિયા ઉપાડી લેતી ગેંગના બે સાગરીતો ઝડપાયા

સુરત સહિત જિલ્લામાં ATM માં રૂપિયા ઉપાડવા આવતા ATM કાર્ડ ધારકો પાસેથી મદદ કરવાના બહાને પિન નંબર મેળવ્યા બાદ નજર ચૂકવી ATM કાર્ડ બદલી રૂપિયા ઉપાડી લેતી ગેંગના બે સાગરીતોની ઉધના પોલીસે ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં હાલ ડીંડોલી અને પાંડેસરા પોલીસ ચોપડે નોંધાયેલા બે ગુનાઓના ભેદ ઉકેલી કાઢવામાં આવ્યા છે. જ્યારે અન્ય ગુના ઉકેલાવાની શકયતાના પગલે પોલીસે બંને આરોપીઓના કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. આરોપીઓ પોતાના મોજશોખ પુરા કરવા છેતરપિંડી આચરતા હતા. જ્યાં આરોપીઓ પાસેથી 30 જેટલા ATM કાર્ડ,એક બર્ગમેન મોપેડ, બે મોંઘીદાટના મોબાઈલ સહિત 1.30 લાખની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

ATM કાર્ડ ધારકો પાસેથી મદદ કરવાના બહાને રૂપિયા ઉપાડી લેતા હતા 

સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી ATM માં રૂપિયા ઉપાડવા આવતા લોકો સાથે છેતરપિંડીની અનેક ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ હતી. ATM માં રૂપિયા ઉપાડવા આવતા કાર્ડ ધારકોનો વિશ્વાસ અને ભરોસો કેળવી મદદ કરવાના બહાને નજર ચૂકવી એટીએમ કાર્ડ બદલી નાખવામાં આવતા હતા. જ્યાં બાદમાં તે એટીએમ કાર્ડથી અન્ય સ્થળે જઈ એટીએમમાંથી રૂપિયા ઉપાડી ફરાર થઈ જતા હતા. આવી જ એક ગેંગને ઝડપી પાડવામાં ઉધના પોલીસને સફળતા મળી છે.

Advertisement

ગેંગના બંને શખ્સો પાસેથી અલગ અલગ બેંકના 30 જેટલા એટીએમ કાર્ડ મળી આવ્યા

જે ગેંગ છેતરપિંડીથી મેળવેલા રૂપિયાથી મોંઘીદાટના મોબાઈલ અને બર્ગમેન મોપેડની ખરીદી કરી પોતાના મોજશોખ પુરા કરતા હતા. ઉધના પોલીસની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવેલ ગેંગના બંને શખ્સો પાસેથી અલગ અલગ બેંકના 30 જેટલા એટીએમ કાર્ડ મળી આવ્યા છે. જે શહેર સહિત જિલ્લાના અલગ અલગ બેંક એટીએમમાં રૂપિયા ઉપાડવા આવતા લોકો જોડે છેતરપિંડી આચરી મેળવ્યા હોવાની હકીકત સામે આવી છે.

Advertisement

ઉધના પોલીસના જણાવ્યા અનુસાર,એટીએમમાં રૂપિયા ઉપાડવા આવતા લોકોને મદદ કરવાના બહાને એટીએમ બદલી રૂપિયા ઉપાડી લેતી ગેંગના બે શખ્સોની ધરપકડ કરવામાં ઉધના પોલીસને સફળતા મળી છે. ઉધના પોલીસે 30 જેટલા એટીએમ કાર્ડ સાથે બંને શખ્સો પાસેથી કબ્જે કર્યા છે. આરોપીઓની પુછપરછમાં એટીએમ કાર્ડ ધારક પાસેથી પિન નંબર જાણી લીધા બાદ મદદના બહાને એટીએમ કાર્ડ નજર ચૂકવી બદલી નાખતા હતા. આરોપી અંકિત ઉર્ફે લલ્લા યાદવ અને  ઋત્વિક ઉર્ફે ભોલાસિંગની પૂછપરછ બે ગુનાઓના ભેદ ઉકેલાઇ ગયા છે. જેમાં ડીંડોલી અને પાંડેસરા પોલીસ ચોપડે નોંધાયેલા ગુનાનો સમાવેશ થાય છે.

આરોપીઓની પુછપરછમાં છેતરપિંડી થી મેળવેલા રૂપિયાથી નવી નકોર મોપેડ અને મોંઘીદાટના મોબાઈલ ની ખરીદી કરતા હતા.જે આરોપીઓ પાસેથી બે મોંઘીદાટના મોબાઈલ અને એક મોપેડ પણ કબ્જે કરવામાં આવી છે.આરોપીઓ પાસેથી 1.30 લાખની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.પોતાના મોજશોખ પુરા કરવા આરોપીઓ દ્વારા સુરતના ઉધના,ડીંડોલી,પાંડેસરા, પલસાણા સહિતના જિલ્લાઓમાં પણ આ પ્રકારે અનેક ગુના આચરી ચુક્યા છે.જે ગુનાઓના ભેદ પણ ઉકેલાવાની શકયતા રહેલી છે.ઝડપાયેલા આરોપીઓ નશાના પણ આદિ છે.જે બંને આરોપીઓની હાલ ધરપકડ કરી વધુ તપાસ ઉધના પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

અહેવાલ – આનંદ પટણી 

આ પણ વાંચો -- SURAT : અડાજણમાં રત્નકલાકારે ગળેફાંસો ખાઈ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું

Tags :
Advertisement

.