Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

નેશનલ હાઈવેથી યાત્રા કરવાનું હવે થયું મોંઘું, પરંતુ ગુજરાતના આ એકમાત્ર TOLL ઉપર ભાવ વધારો નથી પડયો લાગુ

TOLL TAX INCREASE : નેશનલ હાઈવેથી યાત્રા કરવાનું હવે મોંઘુ થઈ ગયું છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ દેશભરમાં ટોલ ટેક્સમાં એવરેજ 5 ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. હવે હાઈવેનો ઉપયોગ કરનાર વાહન ચાલકોએ વધુ ચુકવણી કરવી પડશે. હાઈવે...
11:24 AM Jun 03, 2024 IST | Harsh Bhatt

TOLL TAX INCREASE : નેશનલ હાઈવેથી યાત્રા કરવાનું હવે મોંઘુ થઈ ગયું છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ દેશભરમાં ટોલ ટેક્સમાં એવરેજ 5 ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. હવે હાઈવેનો ઉપયોગ કરનાર વાહન ચાલકોએ વધુ ચુકવણી કરવી પડશે. હાઈવે પર વાહન ચલાવતા ચાલકોના ચાર્જમાં વાર્ષિક સંશોધન પહેલા 1 એપ્રિલથી લાગૂ થવાનું હતું. પરંતુ લોકસભા ચૂંટણીને કારણે વધારો સ્થગિત કરી દેવામાં આવ્યો હતો.

નેશનલ સુપર એક્સપ્રેસ હાઇવે અને એક્સપ્રેસ હાઇવે પર ટોલમાં વધારો કરવામાં આવ્યો છે, તેના નવા ભાવ હવે આજથી લાગુ કરવામાં આવશે. અમદાવાદથી વડોદરા જતાં યાત્રિકો માટે આ ટોલ નાકાના નવા ભાવ સામે આવ્યા છે. જે આ મુજબ છે;

વસાદ ટોલ પર નવા ભાવ

કાર 150
હળવા વાહનો 230
બસ ટ્રક 475

ખેડા ટોલ પર નવા ભાવ

કાર 105
હળવા ટ્રાન્સપોર્ટેશન સાધનો 165

ગુજરાતમાં આ એકમાત્ર ટોલનાકું જ્યા ભાવવધારો નહીં લાગુ પડે

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા સમગ્ર દેશમાં નેશનલ ટોલપ્લાઝા પર ભાવવધારો કરવામાં આવ્યો છે. ત્યારે ગુજરાતનું એક માત્ર ટોલપ્લાઝા એવું છે જ્યાં આ ટોલપ્લાઝા પર ભાવવધારો નહીં લેવામાં આવે. વાત કરવામાં આવે તો અરવલ્લી જિલ્લાના શામળાજી -ઉદેપુર નેશનલ હાઈવે પર આવેલા વાંટડા ટોલપ્લાઝા પર નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જે ભાવ વધારો કરવામાં આવ્યો છે તે ભાવવધારો નહીં લાગુ થાય. કારણ કે ટોલ પ્લાઝા વિસ્તારમાં હાઇવેની કામગીરી ચાલુ હોવાના લીધે આ ભાવવધારો લાગુ ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે બીજી તરફ સાબરકાંઠાના પ્રાતીજ ટોલપ્લાઝા પર ભાવ વધારો લાગુ કરવા માં આવ્યો છે. જ્યાં પ્રાતીજ ટોલ પ્લાઝા પર 5 થી 15 રૂપિયાનો ભાવવધારો કરવાનો નિર્ણય લીધો છે.

આ પણ વાંચો : AHMEDABAD : પતિ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો, પરિણીતાએ દહેજ પેટે રૂપિયા 43 લાખ આપ્યા છત્તા સાસરિયાઓએ ત્રાસ આપવાનું ચાલુ રાખ્યું 

Tags :
AHMEDABAD VADODARA EXPRESS HIGHWAYGujarat NewsNational Highwaynational newsNEW TAXNHAIROAD AND TRANSPOTATIONSHAMLAJI UDAIPUR TOLLtoll taxTOLL TAX INCREASE
Next Article