Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગઢડા ખાતે આવેલી વાડીના રહેણાંકી મકાનમાં ત્રાટ્કયા તસ્કરો, રોકડ અને દાગીના પર કર્યો હાથ સાફ

અહેવાલઃ ગજેન્દ્ર ખાચર, બોટાદ  બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં બોટાદ રોડ પર આવેલી બાબુભાઈની વાડી કે જ્યાં પરિવાર સાથે બાબુભાઈ અહીં વાડી ખાતેના મકાનમાં જ રહેતા હતા.મળતી માહિતી મુજબ બાબુભાઈના દીકરી અને દીકરાના હજુ ત્રણ દિવસ પહેલા આજ જગ્યા પર લગ્ન...
ગઢડા ખાતે આવેલી વાડીના રહેણાંકી મકાનમાં ત્રાટ્કયા તસ્કરો  રોકડ અને દાગીના પર કર્યો હાથ સાફ

અહેવાલઃ ગજેન્દ્ર ખાચર, બોટાદ 

Advertisement

બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં બોટાદ રોડ પર આવેલી બાબુભાઈની વાડી કે જ્યાં પરિવાર સાથે બાબુભાઈ અહીં વાડી ખાતેના મકાનમાં જ રહેતા હતા.મળતી માહિતી મુજબ બાબુભાઈના દીકરી અને દીકરાના હજુ ત્રણ દિવસ પહેલા આજ જગ્યા પર લગ્ન થયા હતા અને પરિવારમાં આનંદનો માહોલ હતો. જોકે લાખો રૂપિયાની ચોરી થતા પરિવાર ચિંતામાં જોવા મળી રહ્યો છે.

Advertisement

ગઢડા ખાતે બોટાદ રોડ પર આવેલી બાબુભાઈની વાડી એ તાજેતરમાં ત્રણ દિવસ પહેલા દીકરા અને દીકરીના લગ્ન હોય બાબુભાઈના ઘરે મહેમાન રોકાયા હતા. તે મહેમાન સાથે બાબુભાઈ ઘરની બહારની ખુલ્લી જગ્યામાં 12 વાગ્યા સુધી બેઠા હતા અને હાલ ગરમીનો માહોલ હોય ઘરના રૂમમાં લોક મારી પરિવારના તમામ સભ્યો અને મહેમાન બહાર સુતા હતા.

Advertisement

તે દરમિયાન તસ્કરો ઘરની પાછળ આવેલ બારીની ગ્રીલ તોડી ઘરમાં પ્રવેશ કર્યો હોય તેવું પ્રાથમિક જોતા લાગી રહ્યું છે. ઘર માલિકના જણાવ્યા મુજબ આશરે 70થી 80 હજાર રોકડ સહિત સોનાના દાગીનાની ચોરી થઈ. આશરે 7 લાખની રોકડ સહિત દાગીના મળી ચોરી થયાનું નિવેદન આપ્યું હતું.

બાબુભાઈ તેમજ તેમનો પરિવાર ઘર બહાર સૂતો હતો અને વહેલી સવારે રૂમનો લોક ખોલતા ખૂલ્યો નહોતો. જેના કારણે તપાસ કરતા પાછળના ભાગે બારીની ગ્રીલ તૂટેલી હોય ચોરી થયાના અનુમાનને લઈ ગઢડા પોલીસને જાણ કરતા પોલીસ દ્વારા સ્થળ પર તપાસ કરી વધુ તપાસ હાથ ધરી.

Tags :
Advertisement

.