Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગોંડલમા દુકાન અને 6 મકાનમા તસ્કરો ત્રાટક્યા, CCTV ફૂટેજ આવ્યા સામે

ગોંડલ શહેરમાં તસ્કરોએ આતંક મચાવ્યો હોય તેમ છ જેટલા મકાન તથા એક દુકાનને નિશાન બનાવી તસ્કરી કરી હતી. તસ્કરો અંગેના તરખાટના પગલે દોડી ગયેલી પોલીસે તપાસ હાથ ધરી છે. ચોરીની ઘટનામાં  જેતપુર રોડ સાંઢિયા પુલ પાસે આવેલ મોહનનગર, અજંતા નગર...
08:28 PM Feb 06, 2024 IST | Harsh Bhatt

ગોંડલ શહેરમાં તસ્કરોએ આતંક મચાવ્યો હોય તેમ છ જેટલા મકાન તથા એક દુકાનને નિશાન બનાવી તસ્કરી કરી હતી. તસ્કરો અંગેના તરખાટના પગલે દોડી ગયેલી પોલીસે તપાસ હાથ ધરી છે. ચોરીની ઘટનામાં  જેતપુર રોડ સાંઢિયા પુલ પાસે આવેલ મોહનનગર, અજંતા નગર અને વૃંદાવન નગર સહિતના વિસ્તારોમાં 6 મકાન અને એક દુકાનને તસ્કરોએ નિશાન બનાવ્યા  હતા.

પ્રાપ્ત વિગત મુજબ જેતપુર રોડ પર આવેલ સાંઢિયા પુલ નજીક આવેલા મોહન નગરમાં રહેતા હરેશભાઇ  લક્ષ્મણભાઈ મકવાણાનો પરિવાર ઉપર સુતો હતો ત્યારે નીચેના રૂમમાંથી સોનાના દાગીના, રોકડ રકમની ચોરી કરી ગયા  બાદ બીજી ચોરી ધર્મેશભાઈ વ્રજલાલભાઈ નારીગરા જે ગોમટા ઈંટુ પાડવાનું કામ કરે છે. તેમના બંધ મકાનમા રોકડ રકમ, બૂટીયા, પેન્ડલ, સહિતની ચોરી કરી હતી.

ત્રીજી ચોરીમા કાનજીભાઈ દુદાભાઈ સોસાના બંધ મકાનના તાળા તૂટ્યા હતા. ચોથી ચોરી મોહનનગર 2 માં રહેતા મહેશભાઈનો પરિવાર લગ્નમાં ગયો હતો. ત્યારે તેમના ઘરે તાળા તૂટ્યા હતા. પાંચમી ચોરી અજંતા સોસાયટીમાં રહેતા અનંત પ્રદીપભાઈ વ્યાસનો પરિવાર ઉપરના માળે સૂતો હતો. તે દરમિયાન નીચેના રૂમમાં ફર્નિચર કામમાં ઉપયોગમાં આવતા હથિયાર તસ્કરો ચોરી કરી ગયા.

છઠી ઘટનામાં અજંતા સોસાયટીમાં રહેતા અમિતભાઈ લક્ષ્મણભાઈ ભાયાણીના બંધ મકાનમાં તસ્કરોએ ચોરી કરી સોનાની વીંટી અને સોનાનો દાણાની ચોરી કરી હતી. અને સાતમી ચોરી  તાલુકા પોલીસ સ્ટેશન પાછળ આવેલ વૃંદાવન - 2 માં આવેલ જય માતાજી જનરલ સ્ટોર નામની દુકાન માંથી શટર ઉચકાવી રોકડ રકમ, કરિયાણું અને આઈસ્ક્રીમના કોન ની ચોરી થવા પામી હતી. ચોરીની સમગ્ર હરકત CCTV માં કેદ થવા પામી છે. ગોંડલ શહેર A ડિવિઝન  પોલીસે CCTV નાં આધારે તપાસ હાથ ધરી છે.

અહેવાલ - વિશ્વાસ ભોજાણી 

આ પણ વાંચો -- રાયડામાં મેલો મચ્છી ઉપદ્રવથી ખેડૂતો મુકાયા ભારે મુશ્કેલીમા

Tags :
cameraCAPTUREcaughtCCTVGondalGujarat PoliceThief
Next Article