Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ambardi Safari Park ની મજા માણવા ઉમટ્યું મહેરામણ, આ સેલ્ફી પોઈન્ટ છે આકર્ષણનું કેન્દ્ર

સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં આવેલા ધારીમાં સિંહો વધારે દર્શન આપતા હોય છે. તેના માટે અહીં આંબરડી સફારી પાર્ક (Ambardi Safari Park) બનાવવામાં આવ્યું છે
ambardi safari park ની મજા માણવા ઉમટ્યું મહેરામણ  આ સેલ્ફી પોઈન્ટ છે આકર્ષણનું કેન્દ્ર
  1. Ambardi Safari Park લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું
  2. મોટી સંખ્યામાં લોકો સિંહ દર્શન માટે આવી રહ્યાં છે
  3. સિંહ યુગલનું સિંહબાળ સાથે સ્ટેચ્યુ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર

Ambardi Safari Park: ગુજરાતીઓ દિવાળીના વેકેશનમાં ફરવા જવાનું વધારે પસંદ કરતાં હોય છે. અત્યારે ખાસ કરીને લોકો સૌરાષ્ટ્ર તરફ ફરવા માટે જતા હોય છે. એટલું જ નહીં પરંતુ સૌરાષ્ટ્રમાં અત્યારે સિંહના દર્શન માટે આવતા પ્રવાસીયોની સંખ્યા વધી રહીં છે. મોટી સંખ્યામાં લોકો સિંહ દર્શન માટે આવી રહ્યાં છે. સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં આવેલા ધારીમાં સિંહો વધારે દર્શન આપતા હોય છે. તેના માટે અહીં આંબરડી સફારી પાર્ક (Ambardi Safari Park) બનાવવામાં આવ્યું છે અને આ સફારી પાર્ક અત્યારે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

Advertisement

વન વિભાગ દ્વારા પણ સારી અને વિશેષ વ્યવસ્થા કરવામાં આવી

મોટા ભાગે લોકો દિવાળીના વેકેશનમાં સિંહ દર્શન માટે જતા હોય છે. એમાં પણ આ સમયે તો સિંહો પણ જંગલની લટાર મારતા હોય છે. આંબરડી સફારી પાર્કમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશથી મોટી સંખ્યામાં લોકો સિંહ દર્શન માટે આવી રહ્યાં છે. જેના કારણે ગુજરાત ટૂરિઝમ પણ વધી રહ્યું છે. મહત્વની વાત એ છે કે, આંબરડી સફારી પાર્ક (Ambardi Safari Park)ની મુલાકાત લેવા માટે આવતા પ્રવાસીયો માટે વન વિભાગ દ્વારા પણ સારી અને વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જેના કારણે અહીં આવતા પ્રવાસીયો આનંદ સાથે સફારીની મજા માણી રહ્યાં છે.

આ પણ વાંચો: નકલી કચેરી, નકલી અધિકારી બાદ હવે નકલી પોલીસ! વાહન રોકી પૂછપરછ કરતો વીડિયો વાયરલ

Advertisement

આંબરડી સફારી પાર્ક અત્યારે પ્રવાસીયો માટે આકર્ષણનું કેન્દ્ર

આંબરડી સફારી પાર્કમાં આજથી દિવાળી વેકેશનમાં લોકો પરિવાર સાથે આવી રહ્યા છે. ખાસ તો અહીં આવતા પ્રવાસીયો માટે સેલ્ફી પોઇન્ટ પણ રાખવામાં આવ્યું છે. જેમાં વિશ્વમાં માત્ર અહીં જ એટલે કે આંબરડી સફારી પાર્કમાં એક સિંહ યુગલનું સિંહબાળ સાથે સ્ટેચ્યુ રાખવામાં આવ્યું છે, જે આ સફારીનું આકર્ષણનું કેન્દ્ર છે. આંબરડી સફારી પાર્ક અત્યારે પ્રવાસીયો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. દૂર દૂરથી પ્રવાસીયો ખાસ આ સફારી પાર્કની મુલાકાત લેવા માટે આવી રહ્યાં છે.

આ પણ વાંચો: Weather Forecast : આગામી દિવસોમાં કેવી પડશે ઠંડી ? હવામાન વિભાગે કરી આગાહી!

Advertisement

અન્ય રાજ્યોમાંથી પણ લોકો સિંહ દર્શન માટે આવી રહ્યાં છે

નોંધનીય છે કે, ધારી ગીર પૂર્વ વનવિભાગ દ્વારા દિવાળી વેકેશન માટે અધિકારીઓ કર્મચારીઓને સૂચનાઓ આપવામાં આવી છે અને આંબરડી સફારી પાર્કમાં આવતા પર્યટકોને કોઈ મુશ્કેલી ન સર્જાય તે માટે વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. ગુજરાત રાજ્યના અલગ અલગ અલગ જિલ્લામાંથી અને અન્ય રાજ્યો માંથી લોકો અહીં સિંહો સહિત વન્યપ્રાણી જોવા આજથી ભારે ભીડ જોવા મળી રહી છે. હજી પણ મોટી સંખ્યામાં પ્રવાસીયો આવશે તેવી આશા છે.

આ પણ વાંચો: VADODARA : દીપડાની અવર-જવર પર નજર રાખવા CCTV મુકાયા

Tags :
Advertisement

.